Home /News /national-international /FATFએ માન્યું કે પાક. હજુ પણ આતંકીઓને ફંડિંગ કરી રહ્યું છે, કર્યુ બ્લેકલિસ્ટ

FATFએ માન્યું કે પાક. હજુ પણ આતંકીઓને ફંડિંગ કરી રહ્યું છે, કર્યુ બ્લેકલિસ્ટ

પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન (ફાઇલ તસવીર)

સમગ્ર દુનિયા સામે પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે ભીખ માંગતા પાકિસ્તાનને જોરદાર આંચકો

દુનિયાભરની સામે પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે ભીખ માંગી રહેલા પાકિસ્તાનને જોરદાર આંચકો લાગ્યો છે. ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ના એશિયા પેસિફક ગ્રુપે શુક્રવારે પાકિસ્તાનને વૈશ્વિક માપદંડોને પૂરા કરવામાં નિષ્ફળ રહેતા બ્લેકલિસ્ટમાં મૂકી દીધું.

સમાચાર એજન્સી પીટીઆઈએ ભારતીય અધિકારીઓના હવાલાથી જણાવ્યું કે, એફએટીએફે મની લોન્ડ્રિંગ અને ટેરર ફાઇનાન્સિંગના 40માંથી 32 માપદંડો પર પાકિસ્તાનને અયોગ્ય પામ્યું.

ગત સપ્તાહે, ઇસ્લામાબાદે 450 પાનાનો દસ્તાવેજ રજૂ કર્યો હતો, જેમાં સરકાર દ્વારા હાલના કાયદાઓમાં કરવામાં આવેલા તમામ ફેરફારો અને છેલ્લા એક-દોઢ વર્ષમાં આતંકી સમૂહો વિરુદ્ધ કાર્યવાહી સામેલ છે.

પાકિસ્તાને દાવો કર્યો હતો કે-

પાકિસ્તાને એવો પણ દાવો કર્યો હતો કે તેણે લશ્કર-એ-તૈયબા/જમાત-ઉદ-દાવા (JuD)ના પ્રમુખ હાફિજ સઈદ પર આતંકી ફંડિંગનો આરોપ લગાવ્યો અને આ વર્ષે ચાલી રહેલા પ્રયાસો હેઠળ JuD અને અન્ય UNSCની તમામ સંપત્તિઓને પ્રતિબંધિત કરી દીધી હતી.

આ પણ વાંચો, ભારતને મળ્યો ફ્રાન્સનો સાથ, મેક્રોંએ કહ્યુ- કાશ્મીર મુદ્દે કોઈ દેશ દખલ ન કરે

આતંકને ફંડિંગ અને મની લોન્ડરિંગના 11 માપદંડો પર પાકિસ્તાનને 10થી પણ ઓછો પોઇન્ટ મળ્યા. અધિકારીએ કહ્યું કે પ્રયાસો છતાંય, પાકિસ્તાન 42-સભ્યની ટીમને કોઈ પણ માપદંડ પર અપગ્રેડ કરવા માટે મનાવી શક્યું નહીં. એક અન્ય અધિકારીએ જણાવ્યું કે, હવે પાકિસ્તાનને ઓક્ટોબરમાં બ્લેકલિસ્ટથી બચવા માટે ધ્યાન કેન્દ્રીત કરવું પડશે, જ્યારે એફએટીએફની 27 પોઇન્ટ કાર્ય યોજના પર 15 મહિનાની સમય મર્યાદા સમાપ્ત થઈ જશે.

આ પણ વાંચો, પેરિસમાં ગુજરાતી વ્હોરા સમાજે મોદી પર હેત વરસાવ્યું તો ભડક્યું પાકિસ્તાન

એફએટીએફ તરફથી કોઈ દેશને બ્લેકલિસ્ટ કરવાનો અર્થ એ છે કે તે દેશ મની લોન્ડરિંગ અને આતંકી પ્રવૃત્તિઓ માટે ફંડિંગની વિરુદ્ધ વૈશ્વિક લડાઈમાં સહયોગ ન કરી શકે. એવામાં એફએટીએફ તરફથી પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કર્યા બાદ તેનાથી આઈએમએફ, વર્લ્ડ બેન્ક, યૂરોપીય સંઘ જેવા બહુપક્ષીય લોન આપનારા તેનું ગ્રેડિંગ ઘટાડી શકે છે. જેથી દુનિયાભરના દેશો તરફથી આર્થિક સહાયતા મળવાના રસ્તા સમર્ગપણે બંધ થઈ જશે.

નોંધનીય છે કે, એફએટીએફે ગયા વર્ષે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકી દીધું હતું. આ પહેલા પાકિસ્તાન વર્ષ 2012થી 2015 સુધી FATFના ગ્રે લિસ્ટમાં રહ્યું છે.

આ પણ વાંચો, અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી : હાલ ભારત સાથે કોઈ ઘર્ષણમાં ન ઉતરે
First published:

Tags: Imran Khan, આતંકવાદ, આતંકી, પાકિસ્તાન