Home /News /national-international /પાક. પાયલટે પોતાની જમીન પર કર્યું હતું લેન્ડ, ભીડે ભારતીય સમજી કરી દીધું લિંચિંગ

પાક. પાયલટે પોતાની જમીન પર કર્યું હતું લેન્ડ, ભીડે ભારતીય સમજી કરી દીધું લિંચિંગ

ફોટો ક્રેડિટ- ANI

વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન અને પાકિસ્તાની વિંગ કમાન્ડર શહાજઉદ્દીનમાં અનેક સમાનતાઓ છે. બંને આર્મી ફેમિલીથી આવે છે

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન શુક્રવારે સહી સલામત પાકિસ્તાનથી પરત ફર્યા. બુધવારે તેઓ પાકિસ્તાનના જેટ F-16નો પીછો કરતાં કરતાં પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર પહોંચી ગયા હતા. જ્યારે તે જ દિવસે વાયુસેનાએ પાકિસ્તાનના એક F-16 પ્લેનને નૌશેરામાં તોડી પાડ્યું હતું. તેનો પાયલટ પ્લેનથી ઇજેક્ટ થઈને પેરાશૂટ દ્વારા પાકના કબજાવાળા કાશ્મીરના નૌશેરા વિસ્તારમાં ઉતરી ગયો હતો. મળતી માહિતી મુજબ ભીડે તેને ભારતીય પાયલટ સમજીને મારી-મારીને મોતને ઘાટ ઉતારી દીધો.

ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન અને પાકિસ્તાની વિંગ કમાન્ડર શહાજઉદ્દીનમાં અનેક સમાનતાઓ છે. બંને આર્મી ફેમિલીથી આવે છે. ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનના પિતા એસ વર્ધમાન એર માર્શલ રહી ચૂક્યા છે. જ્યોર, પાક વિંગ કમાન્ડરના પિતા વસીમઉદ્દીને પણ પાકિસ્તાન એરફોર્સમાં એર માર્શલ હતા. તેઓએ એર માર્શલ તરીકે F-16 અને મિરાજ પણ ઉડાવ્યા હતા.

જોકે, બંનેમાં કેટલીક અસમાનતાઓ પણ છે. જ્યાં ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાની આર્મીએ કસ્ટડીમાં લીધો હતો. બાદમાં પાકિસ્તાનને જીનિવા સંધ‍િ હેઠળ વિંગ કમાન્ડરને ભારતને સોંપવો પડ્યો. જેની સામે, પાક વિંગ કમાન્ડર શહાજઉદ્દીન પોતાના જ લોકોની લિંચિંગનો શિકાર થઈ ગયો.

પાકિસ્તાનનું F-16 પ્લેન તોડી પાડવાના અહેવાલ સૌથી પહેલા લંડનમાં રહેતા વ્યવસાયે વકીલ ખાલિદ ઉમરે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમના મુજબ, પોતાના એક નિકટતમથી તેમને F-16 પ્લેન ક્રેશ થવાની જાણકારી મળી હતી.

આ પણ વાંચો, એર સ્ટ્રાઇકમાં જૈશની ચાર બિલ્ડીંગો થઇ નષ્ટ, રડાર ઇમેજરીએ કર્યું કન્ફર્મ : રિપોર્ટ

ખાલિદ ઉમરના સોશિયલ મીડિયાના પેજ મુજબ, F-16 પ્લેન ક્રેશ થયા બાદ પાકિસ્તાની વિંગ કમાન્ડર પેરાશૂટ દ્વાાર સુરક્ષિત રીતે PoKના દક્ષિણ તરફ લામ વેલીમાં ઇજેક્ટ થઈ ગયા હતા. પરંતુ અહીં ભીડે તેને ઘેરી લીધો. લોકોએ સમજ્યું કે તે ભારતીય પાયલટ છે અને જોરદાર મારઝૂડ શરૂ કરી દીધી.

ખાલિદ ઉમરનો દાવો છે કે પાક કમાન્ડરને ગંભીર ઈજાઓ થઈ હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ ઇન્ટરનલ બ્લીડિંગ ઘણું વધુ થઈ ચૂક્યું હતું. જેના કારણે તેનું મોત થયું.

આ પણ વાંચો, જાણો કોણ હતી તે મહિલા જે વાઘા બોર્ડર પર IAF પાયલટ અભિનંદનની સાથે દેખાઇ?

ઉલ્લેખનીય છે કે, પુલવામા આતંકી હુમલા બાદ ભારતે આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરતાં પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો. ભારતના મિરાજ 2000 ફાઇટર પ્લેનો દ્વારા કરવામાં આવેલા હુમલામાં અનેક આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ હુમલા બાદ પાકિસ્તાને ભારતીય સીમામાં ઘૂસવાનું દુ:સાહસ કર્યું હતું, પરંતુ ભારતીય વાયુસેનાએ આ હુમલાને નિષ્ફળ બનાવી દીધો હતો.
First published:

Tags: Indian Air Force, Jaish e Mohammad, Masood-azhar, પુલવામા એટેક