Home /News /national-international /

મુશર્રફની ધમકી, પાકિસ્તાને બોમ્બ બારાતમાં ફોડવા નથી બનાવ્યા

મુશર્રફની ધમકી, પાકિસ્તાને બોમ્બ બારાતમાં ફોડવા નથી બનાવ્યા

ભારતીય સેનાએ મ્યાનમારમાં ઘૂસીને આતંકવાદીઓનો સફાયો કરતાં પાકિસ્તાન હચમચી ગયું છે. પાકિસ્તાની મંત્રીઓ, નેતાઓના નિવેદન બાદ હવે પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ પરમાણુ બોમ્બ લઇને સામે આવ્યા છે. ભારતને હુલ આપતાં તેમણે કહ્યું કે, પાકિસ્તાને પરમાણુ બોમ્બ લગ્નની શબ એ બારાતમાં ફોડવા માટે નથી બનાવ્યા.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
અમદાવાદ # ભારતીય સેનાએ મ્યાનમારમાં ઘૂસીને આતંકવાદીઓનો સફાયો કરતાં પાકિસ્તાન હચમચી ગયું છે. પાકિસ્તાની મંત્રીઓ, નેતાઓના નિવેદન બાદ હવે પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ પરમાણુ બોમ્બ લઇને સામે આવ્યા છે. ભારતને હુલ આપતાં તેમણે કહ્યું કે, પાકિસ્તાને પરમાણુ બોમ્બ લગ્નની શબ એ બારાતમાં ફોડવા માટે નથી બનાવ્યા.

પાકિસ્તાની ન્યૂઝ ચેનલ દનિયા ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં હચમચી ગયેલા પરવેઝ મુશર્રફે કહ્યું કે, ભારતનો એજન્ડા છે કે પાકિસ્તાનને દબાવવામાં આવે. અનુભવથી એવું લાગે છે કે જો ભારતનો બરાબરીથી સામનો કરવામાં નહીં આવે તો ભારત વધુ દબાવશે.

મુશર્રફે આરોપ લગાવ્યો કે, ભારત એક ચોક્કસ રણનીતિથી આગળ ચાલી રહ્યું છે. ભારત પાકિસ્તાનને એકલું કરી દેવા માંગે છે. પાકિસ્તાને બનાવેલા પરમાણુ બોમ્બ અંગે તેમણે કહ્યું કે, છેવટે પાકિસ્તાને પરમાણુ બોમ્બ શા માટે બનાવી રાખ્યા છે, શું બોમ્બ શબ એ બારાતમાં ફોડવા બનાવ્યા છે.

મુશર્રફે ભારતને ચેતાવણી આપતાં કહ્યું કે, ભારત પાકિસ્તાન ઉપર હુમલો ના કરે. ભારત અમારી સરહદમાં ના ઘુસે કારણ કે અમે ઓછી તાકાત નથી પરંતુ પરમાણુ શકિત છીએ. મુશર્રફે વધુ કહ્યું કે, ભારતને એના દાવમાં ક્યારેય સફળ થવા નહીં દઇએ. તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફને પણ ભારતને જવાબ આપવા કહ્યું હતું.
First published:

Tags: આર્મી, પરવેઝ મુશર્રફ, પાકિસ્તાન, ભારત, ભારતીય સેના, મનોહર પારિકર, મ્યાનમાર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन