પાકિસ્તાનમાં લોકડાઉનમાં ફરી રહી 'લાશ', પોલિસે કફન ઉઠાવ્યું તો 'જીવતો થયો માણસ'

પ્રતિકાત્મક તસવીર

રસ્તામાં પોલિસ રોકે તો એક વ્યક્તિ લાશ બનવા તૈયાર થઇ ગયો.

 • Share this:
  પાકિસ્તાન (Pakistan)માં કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ લોકડાઉનમાં પણ ઘરની બહાર નીકળવા માટે લોકો કોઇને કોઇ રીત શોધી લેતા હોય છે. કરાચીમાં લોકડાઉનના સમયે બીજા શહેર જવા માટે કેટલાક લોકોએ નકલી એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો. પણ પોલિસને ઉલ્લૂ ના બનાવી શકી. આ રસપ્રદ વાત વિગતવાર વાંચો અહીં.

  પાકિસ્તાનમાં છપાયેલી મીડિયા રિપોર્ટ મુજબ લોકડાઉન સમયે કેટલાક લોકોએ શહેરની બહાર નીકળવા માટે એક અજીબ જુગાડ અપનાવ્યો. પાકિસ્તાનમાં લોકડાઉન સમયે એમ્બ્યુલન્સના ફરવા પર રોક નથી. તેવામાં કેટલાક લોકોએ એક શહેર બીજા શહેર જવા માટે એમ્બ્યુલન્સનો સહારો લીધો છે. આ માટે તેમણે એક એમ્બ્યુલન્સ ડ્રાઇવરને ખૈબર પખ્તૂનવા જવા માટે રાજી કર્યો. કુલ 52 હજાર રૂપિયામાં 10 લોકોને ત્યાં છોડવાનું નક્કી થયું. પણ સવાલ તે હતો કે પોલિસ ચેકિંગથી કેવી રીતે બચવું.

  રસ્તામાં પોલિસ રોકે તો એક વ્યક્તિ લાશ બનવા તૈયાર થઇ ગયો. જેથી પોલીસ ચેકિંગ પોઇન્ટમાં કોઇ વાંધો ન આવે. વળી એક સંબંધીથી મૃત્યુ પ્રમાણ પત્ર પણ ફળી ગયું. જે પછી આ માણસ લાશ બની કફન ઓઢી સૂઇ ગયો. જો કે આ પછી ચાર પાંચ ચેકપોસ્ટ આમ જ જતી રહેતા સવારી કરનાર લોકોનો વિશ્વાસ વધી ગયો. પણ કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે ગાડી હાઇવે પર પહોંચી. પોલીસે એમ્બ્યુલેન્સની તલાસી લેવા માટે તેને રોકી. 10 લોકોની ભીડ જોઇને પોલીસને શક થયો. તે પછી તેમણે બધાને પુછપરછ કરી. જો કે પોલીસને ડેથ સર્ટિફિકેટ જોઇને પણ શાંતિ ના થઇ. માટે તેને કફન હટાવી ડેડ બોડીને જોવાની વાત કરી. કફન હટાવીને જોયું તો લાશ તો જાગતી હતી.

  આ પછી આ લોકોને પોલીસે લોકડાઉનનું ઉલ્લંધન કરવા માટે પકડી પાડ્યા અને પાછળથી માફી આપી છોડી પણ દીધા. જો કે એમ્બ્યુલન્સ ડ્રાઇવરની ધરપકડ કરી તેની ગાડી તેમણે જપ્ત કરી લીધી. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં 192 લોકોની મોત થઇ ગઇ છે. અને હજારો લોકો સંક્રમિત છે.
  Published by:Chaitali Shukla
  First published: