પુલવામાને લઇને ઇમરાનના મંત્રીએ ખોલી પોતાની જ પોલ, વિવાદ વધતા ફેરવી તોળ્યું

News18 Gujarati
Updated: October 29, 2020, 7:42 PM IST
પુલવામાને લઇને ઇમરાનના મંત્રીએ ખોલી પોતાની જ પોલ, વિવાદ વધતા ફેરવી તોળ્યું
પુલવામા અટેક

પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરી (Fawad Chaudhary)એ કહ્યું કે આપણે હિંદુસ્તાનમાં ઘુસીને તેમને માર્યા છે. ચૌધરીએ કહ્યું કે પુલવામામાં આપણી સફળતા, ઇમરાન ખાનની સરકારમાં લોકોની સફળતા છે. આપણે બધા આ સફળતાના ભાગીદાર છે.

  • Share this:
પાકિસ્તાન (Pakistan) દ્વારા 2019માં જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)માં થયેલ પુલવામા (Pulwama)હુમલામાં (Pulwama Terrorist Attack) માં પોતાની ભૂમિકા સ્વીકારી લીધી છે. પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફ (CRPF)ના 40 જવાન શહિદ થયા હતા. પાકિસ્તાનના એક મંત્રીએ તેમની સંસદમાં કહ્યું કે ઇમરાન ખાન (Imran Khan)ના કાર્યકાળમાં પુલવામાની ઘટના સૌથી મોટી ઉપલબ્ધિ રહી છે. પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરી (Fawad Chaudhary)એ કહ્યું કે આપણે હિંદુસ્તાનમાં ઘુસીને તેમને માર્યા છે. ચૌધરીએ કહ્યું કે પુલવામામાં આપણી સફળતા, ઇમરાન ખાનની સરકારમાં લોકોની સફળતા છે. આપણે બધા આ સફળતાના ભાગીદાર છે.

ફવાદ ચૌધરીના આ નિવેદન પછી સંસદમાં વિવાદ ત્યારે થયો જ્યારે તંત્રીએ પોતાનું નિવેદન બદતા કહ્યું કે પુલવામા કેસમાં જ્યારે આપણે ઇન્ડિયામાં ઘુસીને તેમને માર્યા છે. આ નિવેદન પછી ફવાદ ચૌધરીએ ન્યૂઝ 18 સાથે એક્સક્યૂઝિવ નિવેદનમાં કહ્યું મેં જે નિવેદન આપ્યું તે પુલવામા હુમલા પછી એક્શનના સંદર્ભમાં કહ્યું હતું. પણ અમે ભારતને યુદ્ધ માટે ઉકસાવી નથી રહ્યા. તેમની લાંબી સ્પીચમાં કહ્યું કે મેં નહતું કહ્યું કે પુલવામામાં હુમલો પાકિસ્તાને કરાવ્યો હતો.ફવાદ ચૌધરીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાનની મુસ્લિમ લીગ નવાઝ (પીએમએલ-એન) ના નેતા સરદાર અયાઝ સાદિકે કહ્યું હતું કે વિંગ કમાન્ડર અભિનંદન પકડાયા બાદ ફેબ્રુઆરી 2019 માં પાકિસ્તાનની સંસદીય સમિતિની બેઠક મળી હતી. જેમાં વડા પ્રધાન ઇમરાન ખાન નહતા આવ્યા પણ સેના પ્રમુખ કમર જાવેદ બાજવાના પગ કંપતા હતા અને તેમનો પરસેવો પાડી રહ્યો હતો. અને તેમણે એવું કહ્યું કે જો અભિનંદનને નહીં છોડીએ તો ભારત આપણી પર હુમલો કરી દેશે.

પાકિસ્તાનના વિપક્ષીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું છે કે એક બેઠકમાં વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યું હતું કે, જો વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને છોડવામાં નહીં આવે તો ભારત પાકિસ્તાન પર "રાતના નવ વાગ્યે" હુમલો કરશે. વિપક્ષી નેતાના કહેવા પ્રમાણે, જ્યારે કુરેશી આમ કહેતા હતા, ત્યારે પાકિસ્તાન સૈન્યના વડા જનરલ કમર જાવેદ બાજવાનો પરસેવો છૂટી ગયો હતો. અને તેમના પગ "કંપતા હતા." સાદિકના કહેવા પ્રમાણે કુરેશીએ કહ્યું કે, "અલ્લાહની ખાતર આપણે તેને છોડી દેવા જોઈએ."


નોંધનીય છે કે ભારતીય વાયુસેનાના 37 વર્ષીય અધિકારી અભિનંદનને પાકિસ્તાની સેનાએ 27 ફેબ્રુઆરીના રોજ બંદી બનાવી લીધો હતો. વર્ધમાનનું મિગ -21 બાઇસન વિમાન પાકિસ્તાન દ્વારા પાડી નાંખવામાં આવ્યું હતું. પાકિસ્તાને તેમને 1 માર્ચના રોજ ભારતને સુપરત કર્યા હતા.
Published by: Chaitali Shukla
First published: October 29, 2020, 7:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading