Home /News /national-international /પાકિસ્તાનની બુદ્ધિ ઠેકાણે નથી આવી, IMFની શરત નામંજૂર, કહ્યું - ભલે ગમે તે થાય ન્યૂક્લિયર પ્રોગ્રામ ચાલુ રહેશે

પાકિસ્તાનની બુદ્ધિ ઠેકાણે નથી આવી, IMFની શરત નામંજૂર, કહ્યું - ભલે ગમે તે થાય ન્યૂક્લિયર પ્રોગ્રામ ચાલુ રહેશે

શહબાઝ શરીફ, વડાપ્રધાન, પાકિસ્તાન - ફાઇલ તસવીર

પાકિસ્તાન સરકારના વિત્ત મંત્રી ઇશાક ડારે કહ્યુ છે કે, દેવું લઈને ન્યૂક્લિયર પ્રોગ્રામ સાથે કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે, ભલે ગમે તે થાય પાકિસ્તાન તે ચાલુ રાખશે. જો કે, પાકિસ્તાનને હજુ IMF તરફથી દેવું મળ્યું નથી. IMFએ કેટલીક શરતો રાખી હતી, જેમાં એક ન્યૂક્લિયરને લઈને હતી.

વધુ જુઓ ...
ઇસ્લામાબાદઃ પાકિસ્તાન કંગાળ થવાની આરે છે. આર્થિક કટોકટી એટલી હદે વધી ગઈ છે કે મિત્ર દેશોએ પણ ઉધાર આપવાની ચોખ્ખી ના પાડી દીધી છે અને અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પાસેથી પણ ઉધાર નથી મળ્યું. આ બધું થવા છતાં પાકિસ્તાનની અક્કલ ઠેકાણે નથી આવી અને તેણે આડોડાઈ ચાલુ જ રાખી છે. IMFની શરતને લઈને પાકિસ્તાનના વિત્ત મંત્રી ઇશાક ડારે કહ્યુ છે કે, ઉધાર લઈને ન્યૂક્લિયર પ્રોગ્રામ સાથે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે, ભલે ગમે તે થાય પાકિસ્તાન તે ચાલુ રાખશે. સંસદમાં રજા રબ્બાનીના સવાલનો જવાબ આપતા ઇશાક ડારે કહ્યુ હતુ કે, પાકિસ્તાનની પરમાણુ ક્ષમતા પર કોઈ બાંધછોડ નહીં થાય અને IMFની સાથે સમાધાન કરવામાં આવશે તો વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. અમે પાકિસ્તાનની જનતાનું પ્રતિનિધિત્વ કરીએ છીએ અને અમે અમારા હિતની રક્ષા ઇચ્છીએ છીએ.

પાકિસ્તાનમાં મોંઘવારી આસમાનને આંબી ગઈ છે અને દરરોજ રોજબરોજની ચીજવસ્તુઓના ભાવ અધધધ વધી રહ્યા છે. આવા સમયે પાકિસ્તાન આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે અને વિદેશી મુદ્રા ભંડાર પણ ઓછો થઈ રહ્યો છે. એવા સમયમાં IMF પાસેથી 1.1 અરબ ડોલરનું ઉધાર લેવાની વાત ચાલતી હતી. પરંતુ પાકિસ્તાને તેની આડોડાઈ ચાલુ રાખતા હજુ સુધી સફળ થઈ શક્યું નથી. હકીકતમાં IMFએ કેટલીક શરત રાખી છે. તેમાં એક ન્યૂક્લિયર પ્રોગામને લઈને પણ શરત સામેલ છે. વિત્ત મંત્રી ઇશાક ડારે કહ્યુ હતુ કે, ‘હું વિશ્વાસ અપાવું છું કે પાકિસ્તાન ન્યૂક્લિયર અને મિસાઇલ પ્રોગ્રામને લઈને કોઈ બાંધછોડ કરવા માંગતુ નથી, ભલે ગમે તે થાય.’


રબ્બાનીએ સવાલ ઉઠાવ્યાં, કહ્યું - દરેક વાત પારદર્શક હોય


સાંસદ રજા રબ્બાનીએ સવાલ ઉઠાવતા કહ્યુ હતુ કે, IMF સાથે આખરે IMF સાથે હજુ સુધી સમાધાન કેમ નથી થઈ શક્યું, શું તેનું કારણ પાકિસ્તાનનો ન્યૂક્લિયર પ્રોગ્રામ તો નથી ને? શું પાકિસ્તાન સરકાર પર દબાણ કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે. રબ્બાનીએ કહ્યુ હતુ કે, પાકિસ્તાન સરકારે ક્યારેય, ના પહેલાં અને ના અત્યારે વિશ્વાસપાત્ર કોઈ કામ કર્યું છે. ન્યૂક્લિયર પ્રોગ્રામને અને IMF મામલે દરેક વાત પારદર્શક હોવી જોઈએ. આ મામલે ઇશાક ડારે કહ્યુ હતુ કે, કોઈને કહેવાની જરૂર નથી. અમે પાકિસ્તાનની જનતાનું પ્રતિનિધિત્વ કરીએ છીએ અને અમે હિતની રક્ષા કરવા માંગીએ છીએ. એ જણાવવાની જરૂર નથી કે પાકિસ્તાન પાસે કેટલી રેન્જની મિસાઇલ હોવી જોઈએ અને કયા કયા પરમાણુ હથિયાર હોવા જોઈએ.
First published:

Tags: IMFL, Nuclear weapon, Pakistan news