લંડનમાં પાકિસ્તાની મૂળના લોકોની અસભ્ય હરકત, ભારતીય હાઇ કમિશન પર ઇંડા-પથ્થર ફેંક્યાં

News18 Gujarati
Updated: September 4, 2019, 9:37 AM IST
લંડનમાં પાકિસ્તાની મૂળના લોકોની અસભ્ય હરકત, ભારતીય હાઇ કમિશન પર ઇંડા-પથ્થર ફેંક્યાં
બિલ્ડિંગને થયેલું નુકસાન.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બ્રિટનના દરેક ખૂણામાંથી આશરે 10 હજાર જેટલા પાકિસ્તાની મૂળના લોકો બસોમાં સવાર થઈને લંડન પહોંચ્યા હતા.

  • Share this:
લંડન : જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 (Article 370) હટાવ્યા બાદ પાકિસ્તાને વિશ્વના દેશોનું ધ્યાન કાશ્મીર તરફ ખેંચવાના અનેક પ્રયાસો કર્યા છે. જોકે, કોઈ પણ દેશ પાકિસ્તાનની મદદે આવ્યો નથી. આ કારણે પાકિસ્તાન રઘવાયું થયું છે. આ જ કડીમાં મંગળવારે પાકિસ્તાની મૂળના લોકોએ લંડન ખાતે હંગામો કર્યો હતો. આ તમામ લોકોએ ભારતીય દૂતાવાસ (Indian High Commission)ને નિશાન બનાવતા તેમના બિલ્ડિંગ પર પથ્થરમારો કર્યો હતો અને ઇંડા ફેંક્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બ્રિટનના દરેક ખૂણામાંથી આશરે 10 હજાર જેટલા પાકિસ્તાની મૂળના લોકો બસોમાં સવાર થઈને લંડન પહોંચ્યા હતા. જેમણે લંડનના રસ્તાઓ પર હંગામો કર્યો હતો. દેખાવકારોએ ભારતીય હાઇ કમિશનના બિલ્ડિંગ પર ઇંડા, ટમેટા, જૂતા, પથ્થરો, સ્મોક બોમ્બ અને બોટલો ફેંકી હતી. જેનાથી બિલ્ડિંગની બારીઓને નુકસાન પહોંચ્યું હતું.

પાકિસ્તાન મૂળના લોકોએ આ વિરોધ પ્રદર્શનને 'કાશ્મીર ફ્રિડમ માર્ચ' નામ આપ્યું હતું. આ રેલી પાર્લિયામેન્ટ સ્ક્વેર ખાતેથી શરૂ થઈને ભારતીય હાઇ કમિશન બિલ્ડિંગ સુધી યોજવામાં આવી હતી. દેખાવકારોના હાથમાં PoKના ઝંડા અને પોસ્ટરો હતા. ભારતીય હાઇ કમિશન તરફથી ટ્વિટર પર આ અંગેની તસવીર શેર કરવામાં આવી છે. જેમાં જોઈ શકાય છે કે બિલ્ડિંગનો કાચ તૂટી ગયો છે.
નોંધનીય છે કે છેલ્લા એક મહિનામાં આ બીજો પ્રસંગે છે જ્યારે પાકિસ્તાની મૂળના દેખાવકારોએ લંડનમાં ભારતીય હાઇ કમિશનના બિલ્ડિંગને નિશાન બનાવ્યું છે. આ પહેલા 15મી ઓગસ્ટના રોજ દેખાવકારોએ હંગામો કર્યો હતો.

First published: September 4, 2019, 8:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading