પાકે. કહ્યુ- મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા તૈયાર, પરંતુ...

News18 Gujarati
Updated: April 29, 2019, 3:07 PM IST
પાકે. કહ્યુ- મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા તૈયાર, પરંતુ...
જૈશ-એ-મોહમ્મદ ચીફ મસૂદ અઝહર (ફાઇલ ફોટો)

મસૂદ અઝહર પર પ્રતિબંધ માટે પાકિસ્તાન તૈયાર પરંતુ મૂકી આ શરત

  • Share this:
ભારત જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાને લઈ સતત પ્રયાસ કરી રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે એક ટીવી શોમાં કહ્યું કે મસૂદ અઝહરને સંયુક્ત રાષ્‍ટ્રની બ્લેક લિસ્ટમાં સામેલ કરવામાં પાકિસ્તાનને કોઈ વાંધો નથી શરત એ કે તેનો આધાર પુલવામા હુમલો ન હોય.

ફૈસલે કહ્યું કે ભારતને એ વાતનો પુરાવો આપવો પડશે કે મસૂદ અઝહરનો પુલવામા હુમલા સાથે કોઈ સંબંધ છે. ત્યારબાદ અમે તેને બ્લેક લિસ્ટ કરવા વિશે વાત કરી શકીએ છીએ. ફૈસલે કહ્યું કે પુલવામા હુમલો અલગ મુદ્દો છે. પાકિસ્તાન અનેકવાર કહી ચૂક્યું છે કે ભારત જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક વિરોધને કચડવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ફૈસલે આ નિવેદનના થોડા દિવસ પહેલા બ્રિટને આશા વ્યક્ત કરી હતી કે જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ મસૂદ અઝહરને થોડાક દિવસોમાં વૈશ્વિક આતંકવાદી ચોક્કસ જાહેર કરી દેવામાં આવશે. પુલવામા હુમલાની જવાબદારી લેનારા મસૂદ અઝહરને ગત મહિને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાને લઈને ચીને ચોથી વાર ફરીથી અડચણ ઊભી કરી હતી.
First published: April 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...