અંતરિક્ષમાં ઈન્ડિયાની સેન્ચ્યુરીથી પાકના પેટમાં રેડાયું તેલ

News18 Gujarati
Updated: January 12, 2018, 3:50 PM IST
અંતરિક્ષમાં ઈન્ડિયાની સેન્ચ્યુરીથી પાકના પેટમાં રેડાયું તેલ

  • Share this:
ભારતે આજે પોતાનો 100મો ઉપગ્રહ કાર્ટોસેટ-2 લોન્ચ કરીને પોતાના નામે એક રેકોર્ડ નોંધાવી નાંખ્યો છે. જોકે, રેકોર્ડ બન્યાથી એક દિવસ પહેલા પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો છે. પાકિસ્તાન અનુસાર સેટેલાઈટ ભલે સેન્યના ઉપયોગ માટે લોન્ચ કરવામાં ન આવ્યું પરંતુ સેના તેનો ઉપયોગ કરી શકે છે. પાકિસ્તાને કહ્યું કે, આ બેવડી પ્રકૃતિવાળા સેટેલાઈટ લોન્ચ થવાથી પ્રાદેશિક અને વ્યૂહાત્મક સ્થિરતા પર આની નકારાત્મક અસર પડશે.

પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફેઝલે મીડિયા બ્રીફિંગ દરમિયાન કહ્યું કે, મીડિયા રિપોર્ટ અનુસાર, ભારત 12 જાન્યુઆરીએ કાર્ટોસેટ સાથે 31 સેટેલાઈટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ સેટેલાઈટ બેવડી પ્રકૃતિના છે અને તેમને સૈન્યના હેતુ પૂરા કરવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે.

એક રિપોર્ટ દ્વારા પૂછવામાં આવેલા જવાબમાં ફેઝલે કહ્યું, સેટેલાઈટની બેવડી પ્રકૃતિના કારણે અસ્થિરતા વધશે. તેમને કહ્યું કે, બધા જ દેશોને અવકાશ ટેકનોલોજીનો શાંતિપૂર્ણ ઉપયોગ કરવાનો કાયદાકિય અધિકાર આપવામાં આવ્યો છે. જોકે, આ ટેકનોલોજીની બેવડી પ્રકૃતિના કારણે તે જરૂરી છે કે, આનો ઉપયોગ સૈન્યની ક્ષમતામાં વધારો કરવા માટે ન થાય જેનાથી પ્રાદેશિક સ્થિરતા પર નકારાત્મક અસર પડે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ શુક્રવારે પોતાનો 100મો સેટેલાઈટ, કાર્ટોસેટ-2 લોન્ચ કર્યો છે. કાર્ટોસેટ-2 સિરીઝના મિશનને સફળતા મળ્યા બાદ ધરતીની સારી ગુણવત્તાવાળી તસવીરો મળશે. આ તસવીરોનો ઉપયોગ રોડ નેટવર્ક પર નજર રાખવા અને અર્બન એન્ડ રૂરલ પ્લાનિંગ માટે લેવામાં આવી શકે છે.

ઈસરો દ્વારા લોન્ચ કરેલ સેટેલાઈટ

First published: January 12, 2018, 3:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading