ઈસ્લામાબાદઃ પાકિસ્તાન (Pakistan)ના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)એ રવિવારે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના સ્વાયત્ર દરજ્જાની બહાલી થવા સુધી ભારત સાથે કોઈ વાતચીત શક્ય નથી. ઈસ્લામાબાદમાં ડિજિટલ મીડિયાના પ્રતિનિધિઓની સાથે વાતચીત દરમિયાન ભારતની સાથે મંત્રણાની શક્યતાઓને લઈને પૂછવામાં આવેલા એક સવાલ પર ઈમરાન ખાને આ પ્રતિક્રિયા આપી.
ઈમરાન ખાને કહ્યું કે, જમ્મુ-કાશ્મીરનો સ્વાયત્ર દરજ્જો બહાલ થવા સુધી ભારતની સાથે વાતચીત શક્ય નથી. તેઓએ દાવો કર્યો કે, ભારત સિવાય અમારો કોઈની સાથે શત્રુતાપૂર્ણ સંબંધ નથી. ભારત પાકિસ્તાનને અસ્થિર કરવાનું પ્રયાસ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાન આ પહેલા પણ અનેકવાર કાશ્મીરનું નામ લઈને ભારત પર અનેક આરોપ લગાવી ચૂક્યા છે. ગયા વર્ષે તેઓએ કહ્યું હતું કે, વર્ષ 2018માં વડાપ્રધાન બન્યા બાદ તેઓએ ભારતને શાંતિનો પ્રસ્તાવ આપ્યો હતો. સાથોસાથ ભારતીય નેતૃત્વને કહ્યું હતું કે જો તેઓ શાંતિ તરફ એક પગલું ભરશે તો પાકિસ્તાન બે પગલાં ભરશે.
ભારત આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્પષ્ટપણે જણાવી ચૂક્યું છે કે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370ની મોટાભાગની જોગવાઈઓ ખતમ કરવી તે દેશનો આંતરિક મામલો છે. ભારત પહેલા પણ પાકિસ્તાનને વાસ્તવિક્તા સ્વીકાર કરવા અને ભારત વિરોધી તમામ ખોટા પ્રપંચોથી દૂર રહેવા માટે કહી ચૂક્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર