Home /News /national-international /Pakistan no-trust motion: પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનની ખુરશી ખતરામાં? સહયોગી દળે કહ્યું- સરકાર પડશે તે 100 ટકા નક્કી છે
Pakistan no-trust motion: પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનની ખુરશી ખતરામાં? સહયોગી દળે કહ્યું- સરકાર પડશે તે 100 ટકા નક્કી છે
બતાવવામાં આવી રહ્યું છે કે લગભગ બે ડઝનથી વધારે સાંસદ ઇમરાન ખાનની વિરુદ્ધ છે
pakistan news : મીડિયા રિપોર્ટ પ્રમાણે 28 તારીખે આ વોટિંગમાં ઇમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઇન્સાફના લગભગ 18થી 20 સાંસદો પોતાના પ્રધાનમંત્રીની વિરુદ્ધમાં વોટિંગ કરવાના છે
ઇસ્લામાબાદ : પાકિસ્તાનની (pakistan)ઇમરાન ખાન (Imran Khan)સરકાર મુશ્કેલીમાં ફસાઇ છે. સરકારની વર્તમાન હાલત એ બતાવી રહી છે કે આવનાર કેટલાક દિવસોમાં ઇમરાન ખાનના હાથમાંથી ખુરશી જઇ શકે છે. રિપોર્ટ પ્રમાણે ઇમરાન ખાનના સાંસદો તેમને સત્તામાંથી (imran khan government)હટાવવાના પ્રયત્નમાં લાગેલા છે. બતાવવામાં આવી રહ્યું છે કે લગભગ બે ડઝનથી વધારે સાંસદ ઇમરાન ખાનની વિરુદ્ધ છે. આ દરમિયાન પાકિસ્તાન સરકારમાં સામેલ મુસ્લિમ લીગ કાયદના ચીફ ચૌધરી પરવેઝે (chaudhry pervaiz elahi)કહ્યું કે ઇમરાન ખાનની સરકાર થોડા દિવસોની મહેમાન છે.
ચૌધરી પરવેઝ ઇલાહીએ કહ્યું કે હું માનું છું કે આ સમયે સરકારની જે હાલત છે તેમાં સરકાર 100 ટકા મુશ્કેલીમાં છે અને તેને બચાવવી ઘણી મુશ્કેલ જણાઇ રહી છે. જો ઇમરાન ખાન પોતે પોતાના સાંસદોને મનાવી લે તો પછી કેટલાક દિવસ માટે સરકાર બચી શકે છે. નહીંતર સરકાર પડવાનું નક્કી છે.
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં વિપક્ષ ઇમરાન ખાન સરકાર સામે નો કોન્ફિડન્સ મોશન લાવવામાં આવ્યો છે. આગામી 28 માર્ચે આ મુદ્દે વોટિંગ થવાનું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે 28 તારીખે આ વોટિંગમાં ઇમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઇન્સાફના લગભગ 18થી 20 સાંસદો પોતાના પ્રધાનમંત્રીની વિરુદ્ધમાં વોટિંગ કરવાના છે. જો આમ થશે તો ઇમરાન સરકારની સત્તા મુશ્કેલીમાં પડી જશે.
ચૌધરી પરવેઝ ઇલાહીની પાકિસ્તાનના મોટા નેતાઓમાં ગણતરી થાય છે. તેમની પાર્ટીના પાંચ સાંસદોએ પાકિસ્તાન સરકારને પોતાનું સમર્થન આપીને રાખ્યું છે. પંજાબ પ્રાંતમાં હાલના સમયે ઇમરાન ખાનની પાર્ટીની સરકાર છે અને અહીં પણ પરવેઝ ઇલાહીના ધારાસભ્યોએ સરકારને પોતાનું સમર્થન આપી રાખ્યું છે. બતાવવામાં આવી રહ્યું છે કે પંજાબ પ્રાંતના મુખ્યમંત્રીની ખુરશી પણ ખતરામાં છે.
આ પણ વાંચો - યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ કાર્યક્રમમાં ફેરફાર, જાણો કઇ છે નવી તારીખ? આ દરમિયાન ઇમરાન ખાન અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ પહેલા પોતાના સાંસદોને મનાવવાના પ્રયત્નમાં લાગી ગયા છે. જિયો ન્યૂઝના સમાચાર પ્રમાણે પ્રધાનમંત્રી ઇમરાન ખાનની અધ્યક્ષતામાં યોજાયેલી પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ના રાજનીતિક મામલાની સમિતિની બેઠકમાં સાંસદો અને સિંધ હાઉસ પર સખત નજર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી સાંસદોને હોર્સ ટ્રેડિંગના ષડયંત્રને નિષ્ફળ બનાવી શકાય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર