Home /News /national-international /ભારતમાં 34,000 કરોડના મની લોન્ડ્રિગના આરોપમાં NABના નવાજ શરીફ પર તપાસના આદેશ

ભારતમાં 34,000 કરોડના મની લોન્ડ્રિગના આરોપમાં NABના નવાજ શરીફ પર તપાસના આદેશ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને મોટો ઝાટકો લાગ્યો છએ. નેશનલ અકાઉન્ટેબિલિટી બ્યૂરો (એનએબી)ના શરીફ વિરૂદ્ધ ભ્રષ્ટ્રાચાર મામલે તપાસના આદેશ આપ્યા છે.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને મોટો ઝાટકો લાગ્યો છએ. નેશનલ અકાઉન્ટેબિલિટી બ્યૂરો (એનએબી)ના શરીફ વિરૂદ્ધ ભ્રષ્ટ્રાચાર મામલે તપાસના આદેશ આપ્યા છે.

    પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને મોટો ઝાટકો લાગ્યો છએ. નેશનલ અકાઉન્ટેબિલિટી બ્યૂરો (એનએબી)ના શરીફ વિરૂદ્ધ ભ્રષ્ટ્રાચાર મામલે તપાસના આદેશ આપ્યા છે. જિયો ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે નવાઝ શરીફ અને અન્યએ કથિત રીતે ભારતમાં 4.9 અરબ ડોલર ગેરકાદયે જમા કરાવ્યા છે.

    જિયો ન્યૂઝ પ્રમાણે એનએબી તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદનનો હવાલો આપતા બ્યૂરોના ચેરમેને મીડિાય રિપોર્ટનો બોધ લખ્યો છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્લ્ડ બેન્કના માઇગ્રેશન એન્ડ રેમિટંસ બુક 2016માં પણ આ ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, રિપોર્ટમાં આ વિશે વધારે જાણકારી આપી નથી.

    ન્યૂઝ રિપોર્ટમાં એ દાવો કરવામાં આવ્યો છે કે, રકમ ભારતના નાણા મંત્રાલયમાં જમા કરાવવામાં આવી છે. જેનાથી ભારતીય વિદેશી ભંડોળ (ફોરેન રિઝર્વ) વધી ગયું છે. અને પાકિસ્તાનને આર્થીક રૂપથી નુકસાન વેઠવું પડ્યું છે.

    પાકિસ્તાનના ત્રણ વખત વડાપ્રધાન રહેલા નવાઝ શરીફ ઉપર ભ્રષ્ટાચારના ત્રણ મામલા પહેલાથી જ ચાલી રહ્યા છે. ગત વર્ષે પનામા ભ્રષ્ટાચાર મામલામાં નામ આવવા પર દેશની સુપ્રીમ કોર્ટે ગત જુલાઇ મહિનામાં તેમને વડાપ્રધાન પદ માટે અયોગ્ય ઠેરવ્યા હતા. આ ઉપરાંત તેમને આજીવન કોઇપણ સાર્વજનિક પદ માટે પણ અયોગ્ય ગણાવ્યા હતા.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Nawaz sharif, પાકિસ્તાન

    विज्ञापन
    विज्ञापन