PAK : મૌલવીએ ગુરુદ્વારાની જમીન પર કબજો કરી કહ્યું - આ માત્ર મુસલમાનો દેશ છે

PAK : મૌલવીએ ગુરુદ્વારાની જમીન પર કબજો કરી કહ્યું - આ માત્ર મુસલમાનો દેશ છે

સ્થાનિક લોકોનો આરોપ છે કે આ મૌલવીને આઇએસઆઇનો કહેવા પર આમ કર્યું છે.

  • Share this:
    ઇમરાન ખાન (Imran Khan)ના વડાપ્રધાન બન્યા પછી જ પાકિસ્તાન (Pakistan)માં કટ્ટરપંથી મૌલાનાનો જોર વધ્યું છે. ઇસ્લામાબાદમાં કૃષ્ણ મંદિરનો પાયો તોડી તેનું કામ રોકાવ્યા પછી હવે લાહોરમાં એક મૌલવીએ ગુરુદ્વારાની જમીન પર કબજો કર્યો છે. આ મૌલવીએ જમીન પર કબજો કરીને એક વીડિયો પણ શેર કર્યો છે. અને કહ્યું છે કે પાકિસ્તાન એક ઇસ્મામિક દેશ છે અને અહીં ખાલી મુસ્લિમ જ રહી શકે છે.

    મૌલવીનું નામ સૌહેલ બટ્ટ છે અને તે કટ્ટરપંથી દાવત એ ઇસ્લામી (બરેલવી) નામના સંગઠનથી જોડાયેલો હોવાનું જાણવા મળ્યું છે. આ મૌલવીએ લાહૌરમાં સ્થિત મુસ્લિમ સૂફી સંત હજરત શાહ કાકુ ચિશ્તીની દરગાહનો કેરટેકર પણ ચે. આ મૌલવીએ પહેલા અહીંની આસપાસના લોકોને ભડકાવ્યા અને પછી મોટી સંખ્યામાં લોકોને લઇને ગુરુવારે ત્યાં પહોંચી ગયો. આમ કરીને તેમણે શીખોની ભાવનાને ખાલી ઠેસ જ નથી પહોંચાડી પણ ગુરુદ્વારાની જમીન પર પણ કબજો કરી લીધો છે. આ મૌલવીએ વીડિયો જાહેર કરી પાકિસ્તાન ગુરુદ્વારા પ્રબંધક કમેટીના પૂર્વ અધ્યક્ષ ગોપાલ સિંહ ચાવલાને ધમકી પણ આપી છે કે પાકિસ્તાનમાં ખાલી મુસલમાન જ રહી શકે છે. જાણકારી મુજબ ગોપાલ ચાવલાએ ગુરુદ્વારામાં ગત વર્ષે જ શ્રી નિસાલ સાહિબ (શીખ પ્રતીક) ફરકાવ્યો હતો જે પછી કટ્ટરપંથી મૌલાના ભડક્યા હતા.

    વધુ વાંચો : કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવીને જમ્મુ કાશ્મીરનું અપમાન કરાયું, રાજ્ય નહીં બને ત્યાં સુધી ચૂંટણી નહીં લડું : ઓમર અબ્દુલ્લા

    આ મૌલવીનો દાવો છે કે ગુરુદ્વારા અને તેની આસપાસની 4 થી 5 કનાલ જમીન પર તે હજરત શાહ કાકુ ચિશ્તી દરગાહ અને શહીદગંજ મસ્જિદની છે અને શીખોએ અહીં કબજો કર્યો છે. આ મૌલવીની સાથે પાકિસ્તાની આઇએસઆઇના એક સીનીયર ઓફિસરને પણ અનેક વાર જોવા મળે છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે આ મૌલવીને આઇએસઆઇનો કહેવા પર આમ કર્યું છે. મૌલવીએ વીડિયોમાં કહ્યું છે કે એક મુસ્લિમ રાષ્ટ્ર હોવાના કારણે પાકિસ્તાન ખાલી મુસ્લિમોનું છે. 1947માં પાકિસ્તાન બનાવવા સમયે 20 લાખ મુસ્લિમોએ પોતાનો જીવ આપ્યો હતો. આ શીખ હજી પણ ગુંડાગર્દી કરે છે. આ એક ઇસ્લામી રાષ્ટ્ર છે અને ઐતિહાસિક રેકોર્ડ મુજબ આ અમારી સાઇટ છે.

    મળતી જાણકારી મુજબ આ ગુરુદ્વારા ભાઇ તારુ સિંહના શહીદ સ્થળ પર બનાવાયું છે. અહીં 1726માં મુગલ કાળમાં વાયસરાય ઝકારિયા ખાને ઇસ્લામ ન સ્વીકારવા પર ભાઇ તારુ સિંહનું માથુ કાપ્યું હતું. અને તે પછી લાંબા સમય પછી આ સ્થળને તેમની યાદમાં સ્થાનિક લોકોએ ગુરુદ્વારા બનાવ્યું હતું.
    Published by:Chaitali Shukla
    First published: