આતંકી મસૂદ અઝહરના હાલના લોકેશન અંગે મળી માહિતી : રિપોર્ટ

અઝહરને રાવલપિંડીના આર્મી હોસ્પિટલમાંથી રજા મળી ગઇ છે

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરના મોતના સમાચારનું પાકિસ્તાન તરફથી ખંડન કરવામાં આવ્યું છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરના મોતના સમાચારનું પાકિસ્તાન તરફથી ખંડન કરવામાં આવ્યું છે. ત્યાં જ સમાચાર મળી રહ્યાં છે કે બીમાર મસૂદ અઝહરને રાવલપિંડીના આર્મી હોસ્પિટલમાંથી રજા મળી ગઇ છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાન આર્મીએ તેને રાવલપિંડીની હોસ્પિટલમાંથી બહાવલપુરના જૈશના કેમ્પમાં શિફ્ટ કર્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે, મસૂદ અઝહરને રવિવારે સાંજે 7.30 કલાકે રાવલપિંડીથી ગોથ ધાની સ્થિત જૈશના કેમ્પમાં શિફ્ટ કરાયો હતો. કહેવાય છે કે, ઘણા સમયથી મસૂદ અઝહર બીમાર છે અને પાકિસ્તાની આર્મી હોસ્પિટલમાં જ તેની સારવાર ચાલી રહી છે.

  મસૂદ અઝહર બીમાર છે એ વાત પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશીએ પણ કબુલી હતી. સીએનએન સાથે કરેલી વાતચીતમાં તેમણે કબુલ્યું હતું કે, મસૂદ અઝહર પાકિસ્તાનમાં છે અને બહુ બીમાર છે.

  નોંધનીય છે કે, મસૂદ અઝહર પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ છે. આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. જે બાદ ભારતીય વાયુસેનાએ પીઓકેમાં બાલાકોટ સ્થિત જૈશના કેમ્પ પર હુમલો કર્યો હતો. જેમાં મસૂદ અઝહરના સંબંધી પણ માર્યા ગયા હતા.

  આ પણ વાંચો: ભારતનું દબાણ કામ કરી ગયું! UNSCમાં જૈશ વિરુદ્ધ U ટર્ન લઈ શકે છે પાકિસ્તાન

  મસૂદ અઝહર સામે કાર્યવાહી કરશે પાક?

  મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પાકિસ્તાન સરકારે ભારત સાથેના તણાવને દૂર કરવાના પ્રયાસમાં જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહર સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ્સનું માનીએ તો, પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આતંકવાદીઓની યાદીમાં અઝહરને સામેલ કરવાના પ્રસ્તાવ અંગે પોતાનો વિરોધ પાછો લઇ શકે છે. સૂત્રોએ ન્યૂઝ એન્જસી પીટીઆઇને જણાવ્યું કે, સરકારે સૈદ્ધાંતિક રીતે જેઇએમ (અઝહર)ના નેતૃત્વ પર કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. જેઇએમ વિરુદ્ધ ટૂંક સમયમાં જ કાર્યવાહી થઇ શકે છે.
  Published by:Azhar Patangwala
  First published: