રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું - આતંકવાદનું મોડલ ધ્વસ્ત, ફરી ના થઈ શકે 26/11 જેવો હુમલો

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું - આતંકવાદનું મોડલ ધ્વસ્ત, ફરી ના થઈ શકે 26/11 જેવો હુમલો

રાજનાથ સિંહે કહ્યું -અમે વિશ્વાસ અપાવીએ છીએ કે ભારતે પોતાની આંતરિક અને બાહરી સુરક્ષાને એટલી મજબૂત કરી લીધી છે કે હવે ફરી વખત 26/11 જેવો હુમલો કરવો અશક્ય છે

 • Share this:
  નવી દિલ્હી : રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) ગુરુવારે કહ્યું કે ભારત પાકિસ્તાનના આતંકવાદના મોડલને ધ્વસ્ત કરી રહ્યું છે. જેથી રઘવાયું થયેલું પાકિસ્તાન (Pakistan) સતત સરહદ પર સંઘર્ષ વિરામનો ભંગ કરે છે. હિન્દુસ્તાન ટાઇમ્સ લીડરશિપ સમિટ 2020માં રક્ષા મંત્રીએ કહ્યું કે પાકિસ્તાન દુનિયાની નજરમાં આતંકવાદની (terrorism)નર્સરીના રૂપમાં જાહેર થઈ ચૂક્યું છે. વૈશ્વિક મંચો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આતંકવાદ સામે બનાવેલી રાયની અસર છે કે પાકિસ્તાન FATFના રડાર પર છે.

  26/11 હુમલાની વરસી પર રાજનાથ સિંહે કહ્યું કે અમે વિશ્વાસ અપાવીએ છીએ કે ભારતે પોતાની આંતરિક અને બાહરી સુરક્ષાને એટલી મજબૂત કરી લીધી છે કે હવે ફરી વખત 26/11 જેવો હુમલો કરવો અશક્ય છે. હાલમાં જ ચાર આતંકવાદીઓને આવા જ હુમલા માટે મોકલવામાં આવ્યા હતા પણ ભારતીય સેનાએ તેને ઠાર કરીને પાકિસ્તાનના ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધું છે.

  આ પણ વાંચો - પ્રધાનમંત્રી મોદી ફરી ગુજરાત આવશે, વેક્સીન અંગે ગુજરાતથી થઈ શકે છે મોટી જાહેરાત

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે ભારત 26 નવેમ્બરના મુંબઈ આંતકવાદી હુમલાના જખ્મોને ક્યારેય ભૂલી શકશે નહીં. દેશ એક નવી નીતિ અને નવી પ્રક્રિયા સાથે આતંકવાદનો મુકાબલો કરી રહ્યો છે. પીએમ મોદીએ પીઠાસીન અધિકારીઓના 80માં અખિલ ભારતીય સંમેલનના સમાપન ભાષણમાં 26 નવેમ્બરના શહીદોને મુંબઈ આતંકવાદી હુમલાની 12મી વરસી પર યાદ કર્યા હતા.

  પ્રધાનમંત્રી મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા પોતાના સંબોધનમાં કહ્યું કે આજની તારીખ દેશમાં સૌથી મોટા હુમલા સાથે જોડાયેલી છે. 2008માં આ તારીખે પાકિસ્તાનથી આવેલ આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો.
  Published by:Ashish Goyal
  First published: