પાકિસ્તાની મંત્રીએ કહ્યુ- કાશ્મીરમાં સૅટેલાઇટથી ઇન્ટરનેટ પહોંચાડીશું, ઉડી મજાક

News18 Gujarati
Updated: November 15, 2019, 2:50 PM IST
પાકિસ્તાની મંત્રીએ કહ્યુ- કાશ્મીરમાં સૅટેલાઇટથી ઇન્ટરનેટ પહોંચાડીશું, ઉડી મજાક
ઈમરાન ખાન સરકારમાં મંત્રી ફવાદ હુસૈન સોશિયલ મીડિયા પર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે અનેક વાર યૂઝર્સના નિશાને આવી ગયા છે. (ફાઇલ તસવીર)

'પહેલા પાકિસ્તાનમાં યોગ્ય રીતે ઇન્ટેરનેટની સુવિધા આપો પછી કાશ્મીરની ચિંતા કરો'

  • Share this:
પાકિસ્તાન (Pakistan)ના સાયન્સ અને ટૅક્નોલોજી મંત્રી ફવાદ હુસૈન ચૌધરી (Fawad Hussain Choudhary) ચર્ચામાં રહેવા માટે હંમેશા કંઈક ને કંઈક વિવાદાસ્પદ નિવેદન આપતાં રહે છે. કાશ્મીરથી લઈને ચંદ્રયાન, દરેક મુદ્દે તેઓ પોતાનો મત રજૂ કરે છે. પરંતુ દર વખતે તેઓ પોતાની કહેલી વાતોને કારણે લોકોના નિશાના પર આવી જાય છે. ફરી એકવાર આવું જ થયું છે. આ વખતે તેઓએ કાશ્મીર (Kashmir)માં સૅટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ પહોંચાડવાની વાત કહી. જેથી સોશિયલ મીડિયા પર લોકો તેમને ટ્રોલ કરવા લાગ્યા છે.

મંત્રીએ શું કહ્યુ?

ફવાદ હુસૈને કહ્યુ કે, આજના સમયમાં ઇન્ટરનેલ લોકોનો મૌલિક અધિકાર છે. અમે કાશ્મીરના લોકોને સૅટેલાઇટ દ્વારા ઇન્ટેરનેટની સુવિધા પૂરી પાડવાની તમામ શક્યતાઓ પર કામ કરી રહ્યા છીએ. તેના માટે અમે રાષ્ટ્રીય એજન્સી સ્પેસ એન્ડ અપર એટમૉસફિયર રિસર્ચ કમીશન (SUPARCO) સાથે સંપર્ક સાધ્યો છે.

ફવાદ હુસૈન થઈ ગયા ટ્રોલ

ફવાદ હુસૈનના આ નિવેદન બાદ લોકોએ તેમની મજાક ઉડાવવાની શરૂ કરી દીધી. એક યૂઝરે લખ્યું કે, પ્લીઝ સૅટેલાઇટ યુદ્ધની ગેમ ન રમો તે પાકિસ્તાન માટે ખૂબ ખરાબ હશે. કોઈએ તેમને સલાહ આપી કે પહેલા તેઓ પોતાના દેશમાં લોકોને યોગ્ય રીતે ઇન્ટરનેટની સુવિધા આપે પછી તેઓ કાશ્મીરમાં ઇન્ટરનેટ આપવા વિશે વિચારે.

અનેક લોકો તેમની ખૂબ ખરાબ મજાક કરી રહ્યા છે. એક અન્ય યૂઝરે કહ્યુ કે, પાકિસ્તાનની ટેકનીક માટે ફવાદ ચૌધરીનું આ નિવેદન એક મજાક છે.

ફવાદ હુસૈનના વિવાદાસ્પદ નિવેદનો

> ફવાદ હુસૈનના વિવાદાસ્પદ નિવેદનોની એક લાંબી યાદી છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં ચંદ્રયાન-2 મિશનના લેન્ડિંગ પહેલા સંપર્ક તૂટ્યા બાદથી જ્યારે થોડીવાર સુધી કોઈ જાણકારી ન મળી તો ફવાદ હુસૈને ટ્વિટ કરીને કહ્યુ હતું કે, જે કામ આવડતું ન હોય તે ન કરવું જોઈએ...ડિયર ઈન્ડિયા..તેમના આ ટ્વિટ પર ઈમરાન ખાને પણ નારાજગી વ્યક્ત કરી હતી.
> આ ઉપરાંત, ફવાદ ચૌધરીએ રાહુલ ગાંધીના ટ્વિટને રિટ્વિટ કરતાં લખ્યું હતું કે, આપની રાજનીતિની સમસ્યા કન્ફ્યૂઝન છે. તમારે સત્યની સાથે ઊભા રહેવું જોઈએ.
> વિવાદાસ્પદ ટ્વિટ કરી ચર્ચામાં રહેનારા ફવાદ ચૌધરીએ આ વર્ષે પીએમ મોદીના જન્મદિવસે તેમની વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી.

આ પણ વાંચો, PAKમાં આતંકવાદીઓએ હૉસ્પિટલોને લૉન્ચ પૅડ બનાવ્યા, સરહદે 30 આતંકવાદી દેખાયા
First published: November 15, 2019, 12:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading