Home /News /national-international /પાકિસ્તાનના વિદેશમંત્રીએ પીએમ મોદી પર કરી અભદ્ર ટિપ્પણી, દેશભરમાં ભાજપ કરી રહ્યું છે વિરોધ

પાકિસ્તાનના વિદેશમંત્રીએ પીએમ મોદી પર કરી અભદ્ર ટિપ્પણી, દેશભરમાં ભાજપ કરી રહ્યું છે વિરોધ

પાકિસ્તાનની હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન

ભારતીય જનતા પાર્ટી (BJP) વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીની 'અપમાનજનક' ટિપ્પણી સામે આજે (17 ડિસેમ્બર) દેશવ્યાપી વિરોધ કરશે. બીજેપીએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "દેશભરના તમામ રાજ્યોની રાજધાનીઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ભાજપના કાર્યકર્તાઓ પાકિસ્તાન અને પાકિસ્તાનના વિદેશ મંત્રીના પૂતળાનુ દહન કરશે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીની 'અપમાનજનક' ટિપ્પણી સામે આજે (17 ડિસેમ્બર) દેશવ્યાપી વિરોધ કરશે. બીજેપીએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "દેશભરના તમામ રાજ્યોની રાજધાનીઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ભાજપના કાર્યકર્તાઓ પાકિસ્તાન અને પાકિસ્તાનના વિદેશ મંત્રીના પૂતળાનુ દહન કરશે અને તેમના શરમજનક નિવેદનની સખત નિંદા કરશે."

ભાજપે પીએમ મોદી વિરુદ્ધ બિલાવલ ભુટ્ટોની ટિપ્પણીને અત્યંત અપમાનજનક અને કાયરતાથી ભરેલી ગણાવી છે. ભાજપે કહ્યું કે આ ટિપ્પણી પાકિસ્તાનની ઘટી રહેલી અર્થવ્યવસ્થા, પાકિસ્તાનમાં અરાજકતાથી વૈશ્વિક ધ્યાન હટાવવા માટે કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ લઠ્ઠાકાંડમાં 24 કલાકમાં 30 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરનારા રાજેશની આંખોમાં આંસુ આવી ગયા, કહ્યું- પહેલીવાર આવું બન્યું

પાકિસ્તાન હાઈ કમિશનની બહાર પ્રદર્શન


આ પહેલા શુક્રવારે પણ ભાજપના કાર્યકર્તાઓએ પાકિસ્તાનના વિદેશ મંત્રીના નિવેદન સામે દિલ્હીમાં પાકિસ્તાનની હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપે આરોપ લગાવ્યો કે નિવેદનનો હેતુ વિશ્વને ગેરમાર્ગે દોરવાનો, પાકિસ્તાનની કથળતી અર્થવ્યવસ્થા, પાકિસ્તાનમાં અરાજકતા, પાકિસ્તાન અને સેના વચ્ચે વધતા મતભેદો, તેના બગડતા વૈશ્વિક સંબંધોથી વિશ્વનું ધ્યાન હટાવવાનો છે. ભાજપે કહ્યું કે ભારતની વિદેશ નીતિની વૈશ્વિક સ્તરે પ્રશંસા થઈ રહી છે, જ્યારે પાકિસ્તાનને નાના દેશો તરફથી પણ પ્રતિક્રિયાનો સામનો કરવો પડી રહ્યો છે.



બીજેપીએ કહ્યું, "એક તરફ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, જેમના નેતૃત્વમાં ભારતે વિવિધ વૈશ્વિક મંચો પર અમીટ છાપ છોડી છે. બીજી તરફ, પાકિસ્તાન છે, જેને વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર ઉપહાસ અને અપમાનનો સામનો કરવો પડ્યો છે. એક તરફ ભારતની વિદેશ નીતિની વૈશ્વિક સ્તરે પ્રશંસા થઈ રહી છે તો બીજી તરફ પાકિસ્તાનને નાના દેશોના વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

બિલાવલ ભુટ્ટો પર નિશાન સાધ્યું


બીજેપીએ કહ્યું કે બિલાવલ ભુટ્ટોએ જે પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો તે અત્યંત નિંદનીય છે. ઉપરાંત, તે રાજકારણની સાચી ભાવનાને પ્રતિબિંબિત કરતું નથી અને જાહેર જીવનમાં શિષ્ટતાની મર્યાદાને પણ વટાવે છે. બીજેપીએ વધુમાં કહ્યું હતું કે, "શું બિલાવલ ભુટ્ટોની પાસે અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે ટિપ્પણી કરવાની ઔકાત છે, જે એક સાચા રાજનેતા અને એક ઉચ્ચ સન્માનિત વૈશ્વિક નેતા છે!

વિદેશ મંત્રાલયે પણ ઠપકો આપ્યો


વિદેશ મંત્રાલય (MEA) એ પણ નરેન્દ્ર મોદી પર પાકિસ્તાનના વિદેશ પ્રધાનની ટિપ્પણી પર ઠપકો આપ્યો અને કહ્યું કે આ ટિપ્પણીઓ પાકિસ્તાનની માનસિતકતા દર્શાવે છે. મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, "પાકિસ્તાનના વિદેશ પ્રધાનની નિરાશા તેમના જ દેશના આતંકવાદી જૂથોના માસ્ટરમાઈન્ડ સામે હોવી જોઈએ, જેમણે આતંકવાદને તેમની રાજ્યની નીતિનો ભાગ બનાવ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીને માનસિકતા બદલવાની જરૂર છે."
First published:

Tags: Delhi News, Pakistan Foreign Minister, PM Modi પીએમ મોદી, Protest

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો