પાકિસ્તાની યુવતીઓ સાથે લગ્ન કરીને સુહાગરાતનો વીડિયો બનાવે છે આ ગેંગ

News18 Gujarati
Updated: May 5, 2018, 3:00 PM IST
પાકિસ્તાની યુવતીઓ સાથે લગ્ન કરીને સુહાગરાતનો વીડિયો બનાવે છે આ ગેંગ
પ્રતિકાત્મક તસવીર

પાકિસ્તાનના મીરપુરમાં યુવતીઓ સાથે લગ્ન કરીને તેમના સુહાગરાતનો વીડિયો બનાવનારી ગેંગનો પર્દાફાશ થયો છે.

  • Share this:
પાકિસ્તાનના મીરપુરમાં યુવતીઓ સાથે લગ્ન કરીને તેમના સુહાગરાતનો વીડિયો બનાવનારી ગેંગનો પર્દાફાશ થયો છે. પીડિત યુવતીઓએ મીડિયા સામે આવીને પોતાના લગ્નની દર્દનાક કહાનીઓ સંભણાવી હતી. કેવી રીતે બ્રિટિશ- પાકિસ્તાની નાગરિકોએ તેમને લગ્નની જાળમાં ફસાવી અને તેમના સુહાગરાતના વીડિયો શૂટ કરવા માટે કહ્યા.

પાકિસ્તાનના મીરપુરમાં આવા લગ્નથી પીડિત યુવતીઓએ પોતાની દર્દભરી કહાની કહેતા કહ્યું હતું કે આ ષડયંત્ર અંતર્ગત પાકિસ્તાની-બ્રિટિશ નાગરિક તેમને લગ્નની જાળમાં ફસાવીને વિદેશ લઇ જઇને તેમને સારું જીવન આપવાનો વાયદો કરતા હતા.

પીડિતોના પરિવારજનો પણ આ ષડયંત્રમાં ફસાઇ જાય છે. પ્રેસકોન્ફરન્સમાં પીડિતોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની-બ્રિટિશ નાગરિકોની ગેંગ છે. જેનો હેડ મુમતાજ છે જેને તાજ પહેલવાનના નામતી ઓળખવામાં આવે છે. મુમતાજ સામાન્ય રીતે જવાન યુવીઓને ફસાવીને તેમની સાથે સંબંધ બાંધે છે. અને વિદેશ લઇ જઇને સારું જીવન આપવાની લાલચ આપે છે.

આ ગેંગ અત્યાર સુધી 15થી વધારે યુવતીને પોતાનો શિકાર બનાવી ચુકી છે. બ્રિટિશ-પાકિસ્તાની પહેલા યુવતીઓ સાથે લગ્ન કરે છે અને પછી તેમની સાથે સુહાગરાતનો વીડિયો બનાવે છે. ત્યારબાદ કથિત રીતે યુવતીઓના પતિ તેમની પત્નીનો વીડિયો ઓનલાઇન કરવાની ધણકી આપે છે.

આમાથી કેટલાક પાકિસ્તાની પોતાની પત્નીઓને વિદેશ પણ નથી લઇ જતા અને એક સાથે અનેક પત્નીઓ રાખે છે. જો કોઇ યુવતી તલાક ઇચ્છે તો તેમના ઉપર ખોટા ખોટા કેસ લગાવે છે. આવી રીતે મુમતાજે સાત યુવતીઓ સાથે લગ્ન કર્યા છે. અંજારે પાંચ યુવતીઓ સાથે અને મોહમ્મદે ત્રણ યુવતીઓ સાથે લગ્ન કરી તેમની જિંદગી બરબાદ કરી દીધી છે. મુમતાજના પરિવારના બે સભ્યો પણ આ ષડયંત્રના ભાગીદાર છે.

ગણા સમયના ટાર્ચર અને જાતિય શોષણ બાદ છેવટે કેટલીક યુવતીઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગેંગનો પર્દાફાશ કરવાની હિંમ્મત ભેગી કરી છએ. જોકે, આરોપીઓ ફરાર છે. પીડિતોએ મુમતાજ અને તેમના ભાઇઓ સાથે ડ્રગ્સ માફિયા સાથે સંકળાયેલા હોવાનો આરોપ લગાવ્યો છે.
First published: May 5, 2018, 3:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading