રામ મંદિર નિર્માણ પર પાકિસ્તાનના નિવેદનનો જવાબ આપતા ભારતે કહ્યું, નફરત ફેલાવવાનો ઉદ્દેશ્ય પૂરો નહીં થવા દઈએ

News18 Gujarati
Updated: May 28, 2020, 10:14 AM IST
રામ મંદિર નિર્માણ પર પાકિસ્તાનના નિવેદનનો જવાબ આપતા ભારતે કહ્યું, નફરત ફેલાવવાનો ઉદ્દેશ્ય પૂરો નહીં થવા દઈએ
Allahabad: People look at a model of Ram Mandir, to be built in Ayodhya showcased at Kumbh Mela festival 2019, in Allahabad, Friday, Jan 18, 2019. (PTI Photo) (PTI1_18_2019_000188B)

RSS-BJP ગઠબંધન હિન્દુત્વના એજન્ડાને આગળ વધારવામાં વ્યસ્ત છેઃ પાકિસ્તાન

  • Share this:
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સ્થિત અયોધ્યા (Ayodhya)માં રામ મંદિર (Ram Mandir)ના નિર્માણ પર પાકિસ્તાને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય રામ મંદિર નિર્માણની આલોચના કરી છે.

પાકિસ્તાન (Pakistan) ના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તરફથી કરવામાં આવેલા ટ્વિટ મુજબ કહેવામાં આવ્યું છે કે એ તરફ જ્યારે દુનિયા COVID19 સામે ઝઝૂમી રહી છે, RSS-BJP ગઠબંધન હિન્દુત્વના એજન્ડાને આગળ વધારવામાં વ્યસ્ત છે. બાબરી મસ્જિદ સ્થળ પર એક મંદિરના નિર્માણની શરૂઆત આ દિશામાં વધુ એક પગલું છે અને પાકિસ્તાન સરકારના લોકો તેની આકરા શબ્દોમાં નિંદા કરે છે.

આ પણ વાંચો, ફ્રીમાં જમીન લેનારી ખાનગી હૉસ્પિટલ કોરોનાના દર્દીઓની મફત સારવાર કેમ નથી કરતી? સુપ્રીમે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

બીજી તરફ, ભારત સરકારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની ટિપ્પણીની નિંદા કરી છે. ભારતે પકિસ્તાનના નિવેદનને ફગાવી દીધું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ કહેવામાં આવ્યું છે કે ભારતના આંતરિક મામલા પર પાકિસ્તાની ટિપ્પણી ફગાવીએ છીએ. કાયદો અને સર્વધર્મ સન્માન પાકિસ્તાનના ચરિત્રમાં નથી. કહેવામાં આવ્યું કે ભારતના આંતરિક મામલામાં દખલ કરીને નફરત ફેલાવવાના ઉદ્દેશ્યની નિંદા કરીએ છીએ.

(રિપોર્ટર શેલેન્દ્ર વાંગૂના ઇનપુટ)

આ પણ વાંચો, કોરોના મહામારીનો એક બીજાને સાથ આપી આવી રીતે કરો સામનો

Coronavirus કેવી રીતે બદલી શકે છે આપનું જીવન? આ સર્વેમાં લો હિસ્સો
First published: May 28, 2020, 10:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading