પાક.ની પોલ ખુલી, અભિનંદનને ISIએ 40 કલાક સુધી કર્યો હતો ટોર્ચર
News18 Gujarati Updated: May 16, 2019, 10:38 AM IST

વિંગ કમાન્ડર અભિનંદન (ફાઇલ ફોટો)
અભિનંદનના માથા પર બંદૂકની બટ મારવામાં આવી હતી, અભદ્ર વર્તન પણ કર્યું
- News18 Gujarati
- Last Updated: May 16, 2019, 10:38 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાની બાલાકોટમાં જવાબી એર સ્ટ્રાઇકના બીજા દિવસે પાકિસ્તાનને F-16 ફાઇટર પ્લેનને પોતાના મિગ-21થી તોડી પાડનારા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની સાથે પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી ISIના અધિકારીઓએ મારપીટ કરી હતી. અભિનંદને ગત 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાની ફાઇટર પ્લેનને તોડી પાડ્યું હતું, પરંતુ તેનું પોતાનું પ્લેન પણ આ દરમિયાન ક્રેશ થયું હતું. અભિનંદનને પાકિસ્તાને પરત સોંપી દીધા હતા અને આંતરરાષ્ટ્રીય મંચો પર પોતાની ઉદારતા માટે વાહવાહી પણ મેળવી રહ્યું હતું.
શું છે મામલો?
ડિફેન્સ મિનિસ્ટ્રીના સૂત્રોના હવાલાથી અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, પાકિસ્તાની સેનાએ અભિનંદનની સાથે સારો વ્યવહાર કર્યો હતો, પરંતુ ઇન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈએ તેની સાથે મારપીટ ઉપરાંત તેની પૂછપરછ દરમિયાન અભદ્ર વાતો પણ કરી હતી. અભિનંદને પરત આવીને સૈન્ય અધિકારીઓ સામે જે નિવેદન નોંધાવ્યું છે, તે મુજબ લગભગ 40 કલાક સુધી આઈએસઆઈએ પૂછપરછ કરી હતી અને ભારતની ઇન્ટેલિજન્સ એજન્સી RAW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ) સાથે જોડાયેલા સવાલો દરમિયાન અભદ્ર વર્તન પણ કર્યું હતું.
શું થયું હતું?
મળતી જાણકારી મુજબ, ધરપકડ થયા બાદ લગભગ 4 કલાક સુધી તે પાકિસ્તાની સેનાની કસ્ટડીમાં હતો, જ્યાં તેની સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો. ત્યારબાદ આઈએસઆઈના લોકો તેની પૂછપરછ માટે ઇસ્લામાબાદથી રાવલપિંડી લઈ ગયા. ત્યાં આઈએસઆઈએ આંખો પર પટ્ટી બાંધી તેને 40 કલાક સુધી સ્ટ્રોંગ રૂમમાં રાખ્યો હતો. ત્યાં માથા પર બંદૂકના બટથી વાર કરવામાં આવ્યા હતો ઉપરાંત તેની સાથે અભદ્ર વર્તન પણ કરવામાં આવ્યું હતું. આ પણ વાંચો, પાકિસ્તાનના F-16 પ્લેન તોડનારા અભિનંદનનું અહીં થયું પોસ્ટિંગ
આ હુમલાના કારણે તેની જમણી આંખની ઉપર ઈજા થઈ હતી. અભિનંદને એમ પણ જણાવ્યું કે તેની સાથે થયેલી પૂછપરછ દરમિયાન એમ પણ કહેવામાં આવ્યું કે ભલે પોતાના વિશે કંઈ જાણકારી ન આપી પરંતુ ભારતીય મીડિયા દ્વારા તેમને અભિનંદનના પરિવારથી લઈને તેના પિતા નિવૃત્ત એરફોર્સ ઓફિસર હોવા અને તેના ઘરનું સરનામા વિશે પણ જાણકારી મળી ગઈ હતી.
એક વીડિયો સાચો, એક ખોટો
અભિનંદને જણાવ્યું કે, પહેલો વીડિયો જેમાં તે ચા પી રહ્યો હતો તે સાચો છે પરંતુ બીજો વીડિયો જે તેને રિલીઝ કર્યા બાદ જાહેર કરવામાં આવ્યો તે નકલી છે. અભિનંદનને છો્ડયા બાદ પાકિસ્તાને જે 1.23 મિનિટનો વીડિયો રિલીઝ કર્યો તે વિશે અભિનંદને કહ્યું કે, આ તેનો અવાજ નથી અને તપાસમાં સામે આવ્યું કે આ નાના વીડિયોમાં પણ 15થી વધુ કટ છે.
શું છે મામલો?
ડિફેન્સ મિનિસ્ટ્રીના સૂત્રોના હવાલાથી અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, પાકિસ્તાની સેનાએ અભિનંદનની સાથે સારો વ્યવહાર કર્યો હતો, પરંતુ ઇન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈએ તેની સાથે મારપીટ ઉપરાંત તેની પૂછપરછ દરમિયાન અભદ્ર વાતો પણ કરી હતી. અભિનંદને પરત આવીને સૈન્ય અધિકારીઓ સામે જે નિવેદન નોંધાવ્યું છે, તે મુજબ લગભગ 40 કલાક સુધી આઈએસઆઈએ પૂછપરછ કરી હતી અને ભારતની ઇન્ટેલિજન્સ એજન્સી RAW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ) સાથે જોડાયેલા સવાલો દરમિયાન અભદ્ર વર્તન પણ કર્યું હતું.
શું થયું હતું?
મળતી જાણકારી મુજબ, ધરપકડ થયા બાદ લગભગ 4 કલાક સુધી તે પાકિસ્તાની સેનાની કસ્ટડીમાં હતો, જ્યાં તેની સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો. ત્યારબાદ આઈએસઆઈના લોકો તેની પૂછપરછ માટે ઇસ્લામાબાદથી રાવલપિંડી લઈ ગયા. ત્યાં આઈએસઆઈએ આંખો પર પટ્ટી બાંધી તેને 40 કલાક સુધી સ્ટ્રોંગ રૂમમાં રાખ્યો હતો. ત્યાં માથા પર બંદૂકના બટથી વાર કરવામાં આવ્યા હતો ઉપરાંત તેની સાથે અભદ્ર વર્તન પણ કરવામાં આવ્યું હતું.
Loading...