પાકિસ્તાન: લાહોરમાં ટોળાએ ટિકટોક સ્ટાર યુવતીના જાહેરમાં કપડાં ફાડી નાખ્યાં, હવામાં ઉછાળી, વીડિયો વાયરલ થયો

પ્રતિકાત્મક તસવીર

Lahore tiktoker woman assaulted: આ મામલે દાખલ થયેલી ફરિયાદ પ્રમાણે મહિલા તેના છ સાથી મિત્રો સાથે સ્વાતંત્રતા દિવસ પર મિનાર-એ-પાકિસ્તાન (Minar-e-Pakistan) ખાતે વીડિયોનું શૂટિંગ કરી રહી હતી.

 • Share this:
  લાહોર: 14મી ઓગષ્ટ પાકિસ્તાનનો સ્વતંત્રતા (Pakistan independence day) દિવસ છે. આ જ દિવસ પાકિસ્તાનના લાહોર શહેર (Lahore viral video)માં એક એવો બનાવ બન્યો છે જેનાથી આખા દેશનું શરમથી માથું ઝૂંકી જાય. હાલ સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો લાહોરના ગ્રેટર ઇકબાક પાર્ક (the Greater Iqbal Park area in Lahore) વિસ્તારનો છે. અહીં એક ટિકટોક સ્ટાર (Pakistani TikToker) યુવતીની જાહેરમાં છેડતી કરવામાં આવી હતી. હજારોની સંખ્યામાં લોકોએ યુવતી પર હુમલો કર્યો હતો. જાહેરમાં જ તેણીના કપડાં ફાડી નાખવામાં આવ્યા હતા. પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે મહિલાએ દાવો કર્યો છે કે, ટોળાએ તેણીના કપડાં ફાડી નાખ્યા હતા. એટલું જ નહીં, તેણીને હવામાં ઉછાળવામાં આવી હતી. આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

  આ મામલે દાખલ થયેલી ફરિયાદ પ્રમાણે મહિલા તેના છ સાથી મિત્રો સાથે સ્વાતંત્રતા દિવસ પર મિનાર-એ-પાકિસ્તાન (Minar-e-Pakistan) ખાતે વીડિયોનું શૂટિંગ કરી રહી હતી. આ દરમિયાન 300થી 400 લોકોનાં ટોળાએ તેમના પર હુમલો કરી દીધો હતો. યુવતીએ ફરિયાદમાં લખ્યું છે કે, તેણીએ બચવાના અનેક પ્રયાસ કર્યાં હતાં પરંતુ તે બચી શકી ન હતી. સ્થિતિને પારખી જઈને પાર્કના સુરક્ષા ગાર્ડે મિનાર-એ-પાકિસ્તાન ફરતે લગાવવામાં આવેલી જાળીના દરવાજો ખોલી નાખ્યો હતો. આ અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વહેતો થયો છે. આ વીડિયો જોયા બાદ લોકોનો ગુસ્સો સાતમાં આસમાને છે. લોકો આવું કૃત્ય કરનાર ટોળાની ટીકા કરી રહ્યાં છે.

  યુવતીએ જણાવ્યું હતું કે, "લોકોની સંખ્યા ખૂબ વધારે હતી. તેઓ બૂમો પાડી રહ્યા હતા અને અમારી તરફ આગળ ધસી રહ્યા હતા. લોકો મને ધક્કો મારી રહ્યા હતા. અમુક લોકો મને ટોળા તરફ ખેંચી રહ્યા હતા. તેઓએ મારા કપડાં ફાડી નાખ્યા હતા. અનેક લોકો એવા પણ હતા જેમણે મને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટોળાની સામે તેઓ લાચાર હતા. ટોળું મને પકડીને હવામાં ઉઠાળી રહ્યું હતું." યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે તેના સાથીઓને પણ માર મારવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો: અફઘાનિસ્તાનની પ્રથમ મહિલા ગવર્નરને તાલિબાને પકડી, પોતાના લોકો માટે પકડાવા સુધી લડી

  મંગળવારે લાહોર પોલીસે આ મામલે અજાણ્યા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસ રિપોર્ટ પ્રમાણે યુવતીની આંગળીની રિંગ અને ઇયરિંગ બળજબરીથી ઝૂંટવી લેવામાં આવી હતી. યુવતીના એક સાથીનો મોબાઇલ ફોન, તેનું આઈડી કાર્ડ અને 15 હજાર રૂપિયા પણ લૂંટી લેવામાં આવ્યા હતા. આ મામલે લાહોર ડીઆઈડી સાજીદ કિયાનીએ એસપીને તાત્કાલિક પગલાં ભરવાનો અને હુમલો કરનાર લોકોને ઝડપી લેવાનો આદેશ કર્યો છે.
  Published by:Vinod Zankhaliya
  First published: