લાહોરઃ એક રેસ્ટોરાંમાં ખાવા માટે પહોંચેલા એક પરિવારના એ વખતે હોશ ઉડી ગયા જ્યારે તેમના ખાવામાં મરેલો ઉંદર (Rat) જોવા મળ્યો. ખોવામાં મરેલો ઉંદર હોવાની આ ઘટના પાકિસ્તાન (Pakistan)ના લાહોર શહેર (Lahore City)માં સ્થિત શવર્મા રેસ્ટોરાંની છે. ઉંદર મળવાની ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. આ વીડિયોને સાલેહ સલીમે ફેસબુક પર પોસ્ટ કર્યો છે જેને અત્યાર સુધીમાં 3 હજારથી વધુ વખત શૅર કરવામાં આવી ચૂક્યો છે.
સાલેહ સલીમે કહ્યું કે, તેમનો 10 વર્ષનો ભત્રીજો એક સેન્ડવિચને ખાવા જઈ રહ્યો હતો અને અંદર મરેલો ઉંદર જોવા મળ્યો. તેઓએ રેસ્ટોરાં સંચાલકોને કહ્યું કે, તમે લોકો બીજના જીવ સાથે રમી રહ્યા છો. સલીમે જણાવ્યું કે લાહોર પોલીસે રેસ્ટોરાંને સીલ કરી દીધું છે અને તેમને ન્યાય અપાવ્યો છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સાલેહની માતા રેસ્ટોરાંના વેઇટરને બરાબર ખખડાવી રહ્યા છે.
સેન્ડવિચમાં મરેલો ઉંદર મળતા ભડકેલી સાલેહની માતાએ કહ્યું કે, શું તમે મનુષ્ય સમજો છો કે નહીં? શું તમે મુસલમાન છો કે નહીં? આ રેસ્ટોરાંનો મેનેજર અને માલિક કોણ છે? આ વીડિયોની સત્યતા પર જ્યારે અનેક લોકો સવાલ ઉઠાવી રહ્યા તો સાલેહે અનેક બીજા વીડિયો પણ પોસ્ટ કર્યા. તેઓએ કહ્યું કે આ ઘટના 110 ટકા સાચી છે. આ વીડિયોને બધાએ જોવાની જરૂર છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ લોકો પોતાના મિત્રોને ટેગ કરી રહ્યા છે અને તેમને બહારનું ખાવાનું ન ખાવું જોઈએ તેવી અપીલ કરી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર