પાકિસ્તાનમાં ઉડી અફવા- કરાચી પાસે જોવા મળ્યા ભારતીય ફાઇટર

ઇમરાન ખાન

 • Share this:
  કોરોના સંક્રમણ (Coronavirus)નો પ્રકોપ સહન કરી રહેલા પાકિસ્તાન (Pakistan)માં મંગળવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા (Social Media) પર અફવા ફેલાઇ ગઇ કે ભારતીય વાયુસેના (Indian Air Force)ના જેટ ફાઇટર્સ કરાચી અને બહાલપુરની નજીક ઉડાન ભરતા નજરે પડ્યા છે. આ પછી પાકિસ્તાનમાં ટ્વિટર (Twitter)માં આ વાત ટ્રેન્ડ થવા લાગી અને લોકોએ દાવો કર્યો કે ભારતના હુમલાના ડરમાં કરાચી શહેરમાં હાલ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે.

  આ ટ્વિટ્સમાં દાવો કરવામાં આવ્યો કે ભારતીય વાયુસેનાના જેટ ફાઇટર જોવા મળ્યા છે. અને આપાતકાલિન સ્થિતિ ઉત્પન્ન થઇ છે. જો કે ભારતીય વાયુસેના તરફ કહેવામાં આવ્યું છે કે તેમણે આવી કોઇ પ્રકારની કાર્યવાહી નથી કરી. ઉલ્લેખનીય છે કે એનબીસીના પૂર્વ રિપોર્ટર વાજ ખાને પણ ટ્વિટ કરીને લખ્યું - પ્રિય ભારત અને પાકિસ્તાન, તેવી અફવા છે કે ભારતીય વાયુસેનાએ પીઓકે અને સિંઘ-રાજસ્થાનથી ધૂસણખોરી કરી છે. બંને દેશોએ આ મામલે જાણકારી આપવી જોઇએ. અપીલ છે શાંત રહો અને આ સપ્તાહની મજા લો.


  મળતી જાણકારી મુજબ આ અફવા ટ્વિટર દ્વારા જ ફેલાઇ હતી. કરાચીમાં કેટલાક યુઝર્સે સૌથી પહેલા દાવો કર્યો હતો કે તેમણે ભારતીય ફાઇટર જેટને જોયા છે. જો કે તે એ જાણકારી ના આપી શક્યા કે આકાશમાં ઉડતા જેટને જોઇને તેમણે કેવી રીતે સમજી લીધુ કે કે તે ભારતના જ છે. એક યુઝર લરાઇબ મોહિલે કહ્યું કે મેં પોતે ભારતીય જેટ ફાઇટર્સને ઉડતા જોયા છે.


  અન્ય એક આયશા જફર નામના પ્રોફાઇલ પરથી લખવામાં આવ્યું કે કરાચીથી અનેક જેટ ફાઇટર્સે ઉડાન ભરી છે. વળી તેવી પણ ખબરો ઉડી કે પાકિસ્તાની જેટ ફાઇટર રાજસ્થાન બોર્ડર પર ધુસણખોરી કરી રહ્યા હતા અને તેમનો પીછો કરતા ભારતીય જેટ પાકિસ્તાનની સીમામાં આવી ગયા.

  ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન થોડા સમય પહેલા જ ભારત દ્વારા વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક કે એર સ્ટ્રાઇકનો ડર સતાવી રહ્યો છે તેવું બહાર આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાન લાંબા સમયથી આંતરાષ્ટ્રીય મંચો પર ભારત વિરોધી પ્રોપેગેંડા ફેલાવવામાં લાગ્યો છે.
  Published by:Chaitali Shukla
  First published: