Home /News /national-international /

એક સમયે પાકિસ્તાનનું મુંબઈ ગણાતા કરાચી શહેરની હાલત કફોડી, રહેવા મામલે સૌથી ખરાબ શહેર

એક સમયે પાકિસ્તાનનું મુંબઈ ગણાતા કરાચી શહેરની હાલત કફોડી, રહેવા મામલે સૌથી ખરાબ શહેર

કરાચીમાં ભૂખમરો વધવાનો દર ઝડપથી વધી રહ્યો છે. (ફાઇલ ફોટો)

પાકિસ્તાનની ઝડપથી ઘટી રહેલું ફોરેન રિઝર્વ આવશ્યક ચીજવસ્તુઓની આયાત કરવામાં સક્ષમ નથી. જેના કારણે કરાચી સહિત પાકિસ્તાનના અન્ય શહેરોમાં સ્થિતિ વધુ ખરાબ થવાની દહેશત છે.

  એક સમયે પાકિસ્તાનની આર્થીક રાજધાની કરાચી (Pakistan's economic capital Karachi)ને પાકિસ્તાનનું મુંબઈ કહેવાતું હતું. પણ હવે કંગાળ થઈ ચૂકેલા પાકિસ્તાને કરાચી (situation in Karachi)ને હાલત ખરાબ કરી દીધી છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (Economist Intelligence Unit)ના તાજેતરમાં જાહેર થયેલા ગ્લોબલ લાઇવેબિલિટી ઇન્ડેક્સ (Global Liveability Index)માં રહેવાના મામલે કરાચીને 2022માં સૌથી ખરાબ શહેરોમાં સ્થાન આપવામાં આવ્યું છે.

  કરાચીમાં એક સમયે ઉદારમતવાદી વિચારસરણી હતી, પણ બાદમાં કટ્ટરપંથીઓએ ભરડો લીધો અને આજે કરાચીની સ્થિતિ ખરાબ થઈ ચૂકી છે. કથિત ભ્રષ્ટાચાર અને રાજકીય અસ્થિરતાએ પણ તેના આંતરમાળખાને ખરાબ રીતે પાછળ ધકેલી દીધું છે. પરિણામે આ વર્ષે ભારે વરસાદે કરાચીના રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. આવી સ્થિતિમાં જો કરાચીને ખરાબ શહેરોની યાદીમાં સામેલ કરવામાં આવે તો તેમાં જરા પણ નવાઈ પામવા જેવું નથી

  કંગાળ પાકિસ્તાનના શહેરોની હાલત કફોડી

  ઇઆઇયુના ગ્લોબલ લાઇવેબિલિટી ઇન્ડેક્સે વિશ્વના 172 શહેરોનું મૂલ્યાંકન પાંચ માપદંડો પર કર્યું હતું, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય સુવિધાઓ, શિક્ષણ, સંસ્કૃતિ અને મનોરંજન મુજબ શહેરને માપવામાં આવ્યું હતું, પરંતુ કરાચી દરેક સ્કેલ પર પાછળ રહી ગયું હતું. નોંધપાત્ર વાત એ છે કે, પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડાર (Pakistan's foreign exchange reserve)માં દિવસે ને દિવસે ઘટાડો થઈ રહ્યો છે અને તેના કારણે મોંઘવારી વધી રહી છે.

  પાકિસ્તાનની સ્થિતિ શ્રીલંકા જેવી

  પાકિસ્તાન ઐતિહાસિક આર્થિક સંકટના આરે છે. આર્થિક સંકડામણના કારણે વિકાસની યોજનાઓ આગળ વધી રહી નથી. કરાચી જેવા શહેરમાં ગટર વ્યવસ્થા પડી ભાંગી છે. જેના કારણે થોડા વધુ વરસાદમાં કરાચીના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. આરોગ્ય સેવાઓ તૂટી રહી છે. આતંકી હુમલાઓથી સામાન્ય લોકોના મનમાં ગભરાટ ફેલાયો છે અને તેઓ દિવસ-રાત પોતાની સુરક્ષા અને બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત રહે છે.

  કરાચીમાં ભયંકર અસ્થિરતા

  આંકડાની વાત કરીએ તો પાકિસ્તાનના તાજેતરના આર્થિક ઈન્ડેક્સ ખરાબ સ્થિતિમાં છે. યુએનડીપીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન પર 250 અબજ ડોલરથી વધુનું દેવું છે. કરાંચી પાકિસ્તાનની આર્થિક રાજધાની હોવાથી તે ગંભીર અસ્થિરતાના સમયમાંથી પણ પસાર થઇ રહ્યું છે. જીવનના અસ્તિત્વને લગતી કટોકટીએ લાખો કરાચીવાસીઓને ગરીબીની ચપેટમાં ધકેલી દીધા છે.

  આ પણ વાંચો- ગુજરાત પોલીસમાં પગાર વધારાની જાહેરાત થતા જ મહિલા પોલીસ સાથે હર્ષ સંઘવી પણ ગરબે ઘૂમ્યા

  આર્થિક સંકટના કારણે દિવસમાં બે ટંક ભોજનની વ્યવસ્થા કરવી મુશ્કેલ છે અને ભૂખમરો વધવાનો દર ઝડપથી વધી રહ્યો છે. આ બધા કારણોસર સામાજિક અશાંતિનું જોખમ વધી રહ્યું છે. રહેણીકરણીની નબળી સ્થિતિ ઉપરાંત ચોરી, દાણચોરી, ડ્રગ પેડલિંગ અને હિંસાએ કરાચીના સામાજિક અને આર્થિક પાસાઓને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે.

  આતંકના ડરથી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો

  પાકિસ્તાનની ઝડપથી ઘટી રહેલું ફોરેન રિઝર્વ આવશ્યક ચીજવસ્તુઓની આયાત કરવામાં સક્ષમ નથી. જેના કારણે કરાચી સહિત પાકિસ્તાનના અન્ય શહેરોમાં સ્થિતિ વધુ ખરાબ થવાની દહેશત છે. પેટ્રોલ-ડીઝલ સહિત વીજળીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. આર્થિક સંકટના કારણે ફેક્ટરીઓ બંધ થઈ રહી છે અને શહેરોમાં લોકોને ભારે વીજ કાપનો સામનો કરવો પડી રહ્યો છે. મોંઘવારીનો દર બે આંકડામાં આવી ગયો હોવા પાછળ વિદેશી મુદ્રા ભંડારના અભાવને કારણ માનવામાં આવે છે.

  આ પણ વાંચો- ગુજરાતમાં ફરી કોરોનાનાં કેસ વધ્યા, અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત

  અહીં ઉલ્લેખનીય છે કે, છેલ્લા છ વર્ષમાં ફુગાવાનો સૌથી ઊંચો હતો. પ્રવાસીઓની ચહલપહલ બંધ થવાને કારણે વિદેશી હુંડિયામણ આવતું નથી. બીજી તરફ વિદેશી દેવું પણ સતત વધી રહ્યું છે. તેનાથી સામાન્ય જનજીવન સાથે સાથે લોકોની સામાજિક-આર્થિક સુરક્ષા પર પણ અસર પડી રહી છે.

  રહેવા જેવા ટોચના 10 શહેરોમાં વિયેનાનો સમાવેશ

  ઇઆઇયુના ગ્લોબલ લાઇવેબિલિટી ઇન્ડેક્સમાં યુરોપ અને કેનેડાના તમામ શહેરોનો સમાવેશ રહેવા જેવા શહેરોની યાદીમાં કરવામાં આવ્યો છે. આ શહેરોએ શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્થિરતાને કારણે આ સિદ્ધિ હાંસલ કરી છે. ત્યારે ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનાનો વિશ્વના ટોપ 10 શહેરોમાં સમાવેશ થયો છે. વિયેનાએ 2018 અને 2019માં પણ આ સિદ્ધિ હાંસલ કરી હતી.
  First published:

  Tags: Pakistan government, પાકિસ્તાન

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन