Home /News /national-international /અમૃતસર બ્લાસ્ટમાં આ ખાલીસ્તાનીનો હાથ, Appથી આતંકીઓને મળી ટ્રેનિંગ: સૂત્ર

અમૃતસર બ્લાસ્ટમાં આ ખાલીસ્તાનીનો હાથ, Appથી આતંકીઓને મળી ટ્રેનિંગ: સૂત્ર

અમૃતસર બ્લાસ્ટ આરોપી હરમીતસિંહ પીએચડી

પંજાબમાં વોન્ટેડ આતંકી વઘાવા સિંહ બબ્બર, પરમજીત સિંહ પંજવાડ, હરમીતસિંહ પીએચડી, લખવીર સિંહ રોડે પાકિસ્તાનમાં આસરો લઈને બેઠા છે, આ લોકોને આઈએસઆઈ સેલ્ટર કરી રહી છે.

પંજાબના અમૃતસર સ્થિત એક ગામમાં થયેલા બોમ્બ ધડાકામાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની તપાસ ચાલી રહી છે. પંજાબ પોલીસના સૂત્રોનું માનીએ તો. આ હુમલા માટે ખાલીસ્તાની સમર્થકોનો હાથ છે, જેમણે સ્થાનિક છોકરાઓને ગુમરાહ કરી આ ઘટનાને અંજામ પર પહોંચાડી છે. આમાં આતંકી હરમીત સિંહ પીએચડીનું નામ પણ સામેલ છે. લગભગ 40 વર્ષીય પીએચડી પાકિસ્તાનમાં બેઠેલો એવો ખાલિસ્તાની આતંકી છે, જે પંજાબમાં ફરી આતંક ફેલાવવા માટે પૂરી તાકાત લગાવી રહ્યો છે. પાકિસ્તાની ગુપ્ત એજન્સી આઈએસઆઈની મદદથી કાશ્મીરના આતંકી સંગઠનો સાથે પાકિસ્તાનમાં છુપાઈને બેઠેલા ખાલિસ્તાની આતંકીઓએ આ બ્લાષ્ટનું ષડયંત્ર રચ્યું હતું.

તમને જણાવી દઈએ કે, રાજાસાંસી પાસે ગામ અદલીવાલ સ્થિત નિરંકારી ભવનમાં રવિવારે સગામગ દરમ્યાન બોમ્બ વિસ્ફોટ થયો હતો. આમાં 3 લોકોના ઘટના સ્થલ પર જ મોત થયા હતા, જ્યારે 22થી વધારે લોકો ઘાયલ પણ થયા હતા.

સુરક્ષા એજન્સીઓનું માનીએ તો, પંજાબમાં ખાલીસ્તાની આતંકી હરમિંદર સિંહ મિંટૂના મોત બાદ આઈએસઆઈએ પીએચડીને પંજાબનો માહોલ ખરાબ કરવાની જવાબદારી સોંપી છે. પીએચડી અમૃતસરના છેહરટાનો મૂળ રહેવાસી છે. ખાલિસ્તાન લહેર સાથે જોડાયેલા યુવાનો તેની સાથે છે.

આ સમયે પાકિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠન કાશ્મીરના આતંકીઓ અને પંજાબમાં ચરમપંથી સાથે મળીને કામ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, પંજાબમાં વોન્ટેડ આતંકી વઘાવા સિંહ બબ્બર, પરમજીત સિંહ પંજવાડ, હરમીતસિંહ પીએચડી, લખવીર સિંહ રોડે પાકિસ્તાનમાં આસરો લઈને બેઠા છે, આ લોકોને આઈએસઆઈ સેલ્ટર કરી રહી છે.

બતાવવામાં આવી રહ્યું છે કે, આ હુમલા માટે વિદેશથી ફંડિંગ થયું છે, જેની મદદથી જ આઈએસઆઈના સ્લીપર સેલે સ્થાનિક છોકરાઓને હેંડ ગ્રેનેડ પહોંચાડ્યો છે.

હેન્ડ ગ્રેનેડ ફેંકવા માટે મેસેન્જર એપ દ્વારા ટ્રેનિંગ મળી
આ પહેલા આ રીતને અન્ય પણ કેટલાક મામલાઓ સામે આવ્યા છે, જ્યાં આતંકીઓએ સૈન્ય રહેઠાણો પર અને સૈન્ય દળ પર ગ્રેનેડ ફેંક્યા અને ફરાર થઈ ગયા. આના માટે કાશ્મીરના લોકલ યુવાનોની મદદ પણ લેવાામાં આવી. પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ સૂત્રો અનુસાર, હેન્ડ ગ્રેનેડને એક જગ્યા પરથી બીજી જગ્યા પર પહોંચાડવા સરળ છે.

હેન્ડ ગ્રેનેડથી થતા બ્લાસ્ટની અસર પણ એટલી હોય છે કે, આનાથી મોટો ધમાકો પણ થાય છે અને સાથે કેટલાએ લોકોને તેની અસર પણ થાય છે. આ રીતના હુમલા માટે લોકલ યુવાનોને ટ્રેનિંગ પણ સોશિયલ મીડિયા દ્વારા સરળતાથી આપવામાં આવે છે. આ કારણથી જ હવે આ હેન્ડ ગ્રેનેડ પંજાબમાં આતંકનું નવું હથિયાર બની ગયો છે.
First published:

Tags: App, Formula, Person, Terrorists

विज्ञापन