બરબાદીના રસ્તે છે પાકિસ્તાન, નવા PM શાહબાઝ શરીફે કબૂલ્યું - વસ્તુઓ જલ્દી સુધારવી પડશે, નહીં તો...
બરબાદીના રસ્તે છે પાકિસ્તાન, નવા PM શાહબાઝ શરીફે કબૂલ્યું - વસ્તુઓ જલ્દી સુધારવી પડશે, નહીં તો...
બરબાદીના રસ્તે છે પાકિસ્તાન, નવા PM શાહબાઝ શરીફે કબૂલ્યું - વસ્તુઓ જલ્દી સુધારવી પડશે
Pakistan : PM શાહબાઝ શરીફે (Shahbaz Shari) કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ બુધવારે કહ્યું કે પાકિસ્તાન દેવામાં ડૂબી રહ્યું છે અને આ રસ્તો બરબાદી તરફ લઈ જાય છે.
વડા પ્રધાન શાહબાઝ શરીફે (Pakistan PM Shahbaz Sharif) સત્તા સંભાળ્યા પછી તેમની પ્રથમ કેબિનેટ બેઠક (Pakistan Cabinet Meeting) ની અધ્યક્ષતા કર્યા પછી બુધવારે કહ્યું કે પાકિસ્તાન દેવાંમાં ડૂબી રહ્યું છે અને આ રસ્તો વિનાશ તરફ દોરી જાય છે. પરંતુ હવે આ નાવને કિનારે લઈ જવાનું કામ નવી સરકારનું છે. પાકિસ્તાને જલદી પોતાની સ્થિતિ સુધારવી પડશે નહીંતર તેના પરિણામો ખૂબ જ ગંભીર આવી શકે છે. તેમનું સંબોધન રાજ્ય મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું હતું. શાહબાઝ શરીફે કેબિનેટને સંબોધતા કહ્યું, 'હું તેને યુદ્ધ કેબિનેટ માનું છું કારણ કે તમે ગરીબી, બેરોજગારી, મોંઘવારી સામે લડી રહ્યા છો. આ બધી સમસ્યાઓ સામેની લડાઈ છે….
શાહબાઝ શરીફે કહ્યું કે અગાઉની સરકાર વિવિધ મુદ્દાઓને ઉકેલવામાં ખરાબ રીતે નિષ્ફળ રહી હતી. તેમણે પરામર્શની "સઘન અને સતત" પ્રક્રિયા દ્વારા દેશને, ખાસ કરીને ગરીબ પરિવારોને રાહત આપવા પર ભાર મૂક્યો. શરીફે કેબિનેટમાં સામેલ થવા બદલ સહયોગીઓનો આભાર માન્યો અને સમસ્યાઓ ઉકેલવા માટે કેબિનેટ સાથીદારોની ક્ષમતાની પ્રશંસા કરી. તેમના ગઠબંધન ભાગીદારોનો આભાર માનતા તેમણે કહ્યું કે, "આજનો દિવસ મહત્વપૂર્ણ છે કારણ કે અમે ભ્રષ્ટ સરકારને હટાવીને બંધારણીય અને કાયદાકીય રીતે કાર્યભાર સંભાળ્યો છે."
“આ જોડાણ પાકિસ્તાનના ઈતિહાસમાં સૌથી વધુ વ્યાપક છે. આ જોડાણ પક્ષોના જુદા જુદા રાજકીય વિચારોને ધ્યાનમાં લીધા વિના લોકોની સેવા કરશે.શરીફે કહ્યું કે આ કેબિનેટ "અનુભવ અને યુવાનોનું સંયોજન" છે. મુદ્દાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે વીજળીની અછત અને જંગી દેવું એ દેશ સામેના મુખ્ય મુદ્દાઓ પૈકી એક છે. તેમણે કહ્યું કે, દેશ દેવામાં ડૂબી રહ્યો છે પરંતુ આપણે તેની હોડીને કિનારે લઈ જવી પડશે.
શાહબાઝ શરીફની કેબિનેટમાં 31 ફેડરલ મંત્રીઓ અને 3 રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા. શાહબાઝની કેબિનેટમાં PML-N ના સૌથી વધુ 14 મંત્રીઓનો સમાવેશ થાય છે. આ પછી બિલાવલ ભુટ્ટોની (Bilawal Bhutto) પાર્ટી PPP ના 9 મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે.
વાસ્તવમાં, ઇમરાન ખાને (Imran Khan) આ મહિને પાકિસ્તાનમાં સત્તા ગુમાવી દીધી હતી. વિપક્ષ ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા. સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ આના પર મતદાન શક્ય બન્યું હતું. આના પર વોટિંગ દરમિયાન ઈમરાન નિષ્ફળ ગયો હતો. આ પછી વિપક્ષનો ચહેરો બનેલા શાહબાઝ શરીફે પાકિસ્તાનના 23માં પીએમ તરીકે શપથ લીધા છે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર