પાકિસ્તાનમાં મોટી વિમાન દુર્ઘટના : પૅસેન્જર વિમાન ઘર પર પડ્યું, 107 લોકો સવાર હતાં

વિમાન ક્રેશ બાદ ધૂમાડો દૂર દૂરથી જોઈ શકાતો હતો.

પાકિસ્તાનમાં મોટી વિમાન દુર્ઘટના થઈ છે. લાહોરથી કરાચી જઈ રહેલા પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું પ્લેન દુર્ઘટનાનો શિકાર બન્યું છે.

 • Share this:
  નવી દિલ્હી : પાકિસ્તાન (Pakistan)માં મોટી વિમાન દુર્ઘટના થઈ છે. લાહોરથી કરાચી જઈ રહેલા પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (Pakistan International Airlines)નું પ્લેન એરપોર્ટ નજીક ક્રેશ (Plane Crash in Karchi)થઈ ગયું છે. પીઆઈએના પ્રવક્તા અબ્દુલ સત્તારે દુર્ઘટના અંગે પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે વિમાન એ-320માં 99 મુસાફર સવાર હતા. વિમાન દુર્ઘટના બાદ પાકિસ્તાનના કરાચીમાં તમામ મોટી હૉસ્પિટલમાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. વિમાનમાં સવાર 99 મુસાફર ઉપરાંત 8  ક્રૂ પણ સવાર હતા.

  અબ્દુલ સત્તારે જણાવ્યુ હતુ કે, "હાલના તબક્કે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. અમારા ક્રૂને કટોકટી વખતે કેવી રીતે લેન્ડિંગ કરવું તે અંગેની તાલિમ મળેલી છે. હું મુસાફરોના પરિવાર માટે પ્રાર્થના કરું છું. અમે આ અંગે માહિતી આપતા રહીશું."

  Footage from Crash Site, Model Colony - Karachi#planecrash pic.twitter.com/l9gOtvzdXz

  પાકિસ્તાન મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વિમાન કરાચી એરપોર્ટથી થોડા અંતર પર જિન્ના ગાર્ડન વિસ્તારની મૉડલ કૉલોની ખાતે ક્રેશ થયું હતું. આ વિસ્તારને મલીર પણ કહેવામાં આવે છે. પ્લેન ક્રેશ થવાને કારણે અમુક મકાનોને પણ નુકસાન થયું છે. આ દુર્ઘટનાની અમુક તસવીરો પણ સામે આવી છે, જેમાં મકાનો ઉપરથી ધૂમાડો નીકળી રહ્યાનું જોઈ શકાય છે.

  વિમાન ક્રેશ થયા બાદ પાકિસ્તાન આર્મી એવિએશનના હેલિકોપટર્સને નુકસાનીનો આંકલન તેમજ બચાવ કામગારી કરવા માટે ઉડાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત બચાવ ટૂકડીઓને પણ ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી હતી.

  આખા વિસ્તારમાં અફરાતફરી

  વિમાન દુર્ઘટના બાદ મૉર્ડન કૉલોનીમાં અફરાતફરી મચી ગઈ હતી. મહિલાઓ, બાળકો અને સ્થાનિક લોકો અહીં ત્યાં દોડતા નજરે પડ્યા હતા. સોશિયલ મીડિયા પર દુર્ઘટના અંગે સામે આવેલી વીડિયોમાં અમુક ઘરોમાં આગ લાગી હોવાનું જોઈ શકાય છે. આ સાથે જ ઘરોની ઉપરથી ધૂમડો નીકળો જોવા મળી રહ્યો છે.

  PIA પ્રવક્તાએ એક ખાનગી ટીવી ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે વિમાનનો ગ્રાઉન્ડ સ્ટાફ સાથે બપોરે આશરે 2:37 વાગ્યે સંપર્ક તૂટી ગયો હતો. જેની ગણતરીની મિનિટમાં તે તૂટી પડ્યું હતું. મળતી માહિતી પ્રમાણે એરલાઇન્સ તરફથી આ પ્લેનને ચીન પાસેથી લીઝ પર લેવામાં આવ્યું હતું. આ પ્લેન 10 થી 12 વર્ષ જૂનું હતું. પ્લેન લાહોર ખાતેથી એક વાગ્યે ઉપડ્યું હતું, જે 2:45 વાગ્યે કરાચી પહોંચવાનું હતું.


  Published by:Vinod Zankhaliya
  First published: