Home /News /national-international /

પાકિસ્તાનના ગૃહમંત્રી પર જીવલેણ હુમલો, ખભા પર વાગી ગોળી

પાકિસ્તાનના ગૃહમંત્રી પર જીવલેણ હુમલો, ખભા પર વાગી ગોળી

    પાકિસ્તાનના ગૃહમંત્રી એહસન ઈકબાલ પર પંજાબ પ્રાંતમાં એક રેલી દરમ્યાન જીવલેણ હુમલો કરવામાં આવ્યો. 59 વર્ષના નેતા પર ફાયરિંગ કરવામાં આવ્યું, ગોળી સીધી ખભા પર વાગી. ડોન ન્યૂઝના રિપોર્ટમાં પોલીસના હવાલે કહેવામાં આવ્યું છે કે, ગૃહમંત્રી નરોવલ કંજરૂર તહસીલમાં એક જાહેરસભાને સંબોધન કરી રહ્યા હતા તે સમયે આ ઘટના સર્જાઈ.

    મળતી માહિતી મુજબ, ગૃહમંત્રીને હાલમાં જીલ્લાની મુખ્ય સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમના પરિવારના સૂત્રોએ આની પુષ્ટી કરી છે. પોલીસે જણાવ્યું કે, શંકાસ્પદની અટકાયત કરી લેવામાં આવી છે. જીલ્લા પોલીસ અધિકારી ઈમરાન કિશ્વરે કહ્યું કે, હુમલાખોરે 30-બોરની પિસ્તોલથી લગભઘ 18 મીટર દુરથી ઈકબાલ પર ગોળી ચલાવી હતી. પંજાબ સરકારે ટ્વીટ કરી એક સંદેશ લખ્યો કે, એક હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી છે અને પોલીસ તેની પુછતાછ કરી રહી છે.

    આ મુદ્દે પાકિસ્તાન મુસ્લીમ લીગના નવાજ નેતા તલલ ચૌધરીએ કહ્યું કે, ઈકબાલ ખતરાથી બહાર છે. તેમણે કહ્યું કે, ધરપકડ કરવામાં આવેલ શંકાસ્પદની ઉંમર 20થી 22 વર્ષ વચ્ચે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: After, Ahsan iqbal, Being shot, Injured, Interior minister, Narowal, પાકિસ્તાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन