ન્યૂઝ18 ગુજરાતી : પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ પરવેઝ મુશર્રફે પોતાના જ દેશની પોલ ખોલી નાખી છે. બુધવારે એક પાકિસ્તાની પત્રકાર સાથે વાતચીત કરતા પરવેઝ મુશર્રફે ખુલાસો કર્યો કે પાકિસ્તાને ભારત પર હુમલો કરવા માટે જૈશ-એ-મોહમ્મદનો અનેક વખત ઉપયોગ કર્યો હતો. મુશર્રફે કહ્યુ કે, 'મારા કાર્યકાળમાં ગુપ્તચર એજન્સીએ ભારત પર હુમલો કરવા માટે અનેક વખત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની મદદ લીધી હતી.'
બુધવારે પરવેઝ મુશર્રફે પાકિસ્તાની પત્રકાર નદીમ મલિક સાથે વાતચીત કરતી વખતે આ વાત કરી હતી. આ વાતચીત દરમિયાન મુશર્રફે જૈશ-એ-મોહમ્મદ સામે કરવામાં આવેલી કાર્યવાહીનું સ્વાગત કર્યું હતું. મુશર્રફે કહ્યુ કે 2003માં તેમની હત્યાનો પ્રયાસ થયો હતો. મુશર્રફના જણાવ્યા પ્રમાણે બે વખત તેમની હત્યા કરવાનો પ્રયાસ થયો હતો.
મુશર્ફને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન જૈશ સામે કાર્યવાહી શા માટે ન કરી તો મુશર્રફે કહ્યુ કે, એ વખતે સમયુ જુદો હતો. એ વખતે ભારત અને પાકિસ્તાન એક બીજા પર બોમ્બ ફેંકી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 14મી ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો થયો હતો. આ હુમલો જૈશ-એ-મોહમ્મદ તરફથી કરાવવામાં આવ્યો હતો. આત્મઘાતિ હુમલામાં 40 જવાના શહીદ થયા હતા. જે બાદમાં પાકિસ્તાને બાલાકોટમાં ઘૂસીને જૈશના તાલિમ કેન્દ્ર પર બોમ્બ ફેંક્યા હતા.
આ દરમિયાન આતંકી મસૂદ અઝહરના સંગઠન જૈશ-એ-મોહમ્મદ તરફથી એક નવો ઓડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મસૂદ અઝહર તરફથી લખવામાં આવેલા સ્ટેટમેન્ટને તેનો પ્રવક્તા સૈફુલ્લા વાંચી રહ્યો છે. આ ઓડિયોમાં મસૂદના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'હજી હું જીવતો છું. આખી દુનિયામાં મારા મોતના સમાચાર ચાલી રહ્યા છે. તમારા સુધી આ ઓડિયો પહોંચશે ત્યાં સુધી હું જીવતો હોઈશ કે નહીં તે ખબર નથી.'
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર