Home /News /national-international /ભારત તરફથી પાકિસ્તાનને પણ મોકલવામાં આવી શકે છે કોરોનાની વેક્સીન - રિપોર્ટ

ભારત તરફથી પાકિસ્તાનને પણ મોકલવામાં આવી શકે છે કોરોનાની વેક્સીન - રિપોર્ટ

લગભગ 92 દેશોએ ભારત સરકાર પાસેથી વેક્સીન ખરીદવા માટે ઈચ્છા વ્યક્ત કરી, શું પાકિસ્તાનને પણ ભારત તરફથી વેક્સીનના ડોઝ મળી શકે છે?

લગભગ 92 દેશોએ ભારત સરકાર પાસેથી વેક્સીન ખરીદવા માટે ઈચ્છા વ્યક્ત કરી, શું પાકિસ્તાનને પણ ભારત તરફથી વેક્સીનના ડોઝ મળી શકે છે?

નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ને મ્હાત આપવા માટે ભારત તરફથી પડોશી દેશોને સતત મદદ કરવામાં આવી રહી છે. ભારત અત્યાર સુધીમાં બાંગ્લાદેશ (Bangladesh), નેપાળ (Nepal), ભૂટાન (Bhutan) અને માલદીવ (Maldives)ને કોરોના વેક્સીન (Covid-19 Vaccine)ના લાખો ડોઝ મોકલી ચૂક્યું છે. ભારતીય વેક્સીનની દુનિયાભરમાં જોરદાર ડિમાન્ડ છે. અત્યાર સુધી લગભગ 92 દેશોએ ભારત સરકાર પાસેથી વેક્સીન ખરીદવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે. એવામાં સવાલ ઉઠે છે કે શું પડોશી દેશ પાકિસ્તાન (Pakistan)ને પણ ભારત તરફથી વેક્સીનના ડોઝ મળી શકે છે?

મીડિયા રિપોર્સ્દનું માનીએ તો નેબરહુડ ફર્ટ્એ પોલિસી (Neighborhood First Policy) હેઠળ ભારત પોતાના પડોશી અને નજીકના દેશોને કોરોનાની વેકસીન મોકલી રહ્યું છે. હિન્દી અખબાર ‘દૈનિક ભાસ્કરે’ સરકારી સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) માનવતાના આધારે પડોશી દેશોને કોરોનાની વેક્સીન આપી રહ્યા છે. એવામાં જો પાકિસ્તાન પણ વેક્સીન માંગે છે તો ભારતને તેને આપવામાં કોઈ વાંધો નથી. નોંધનીય છે કે પાકિસ્તાને અત્યાર સુધી બે વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે. આ છે ચીનની વેક્સીન સિનોફોર્મ અને ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવીશિલ્ડ.

આ પણ વાંચો, વેક્સીનથી અત્યાર સુધીમાં 600 લોકોને સાઇડ ઇફેક્ટ, સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ- આ સામાન્ય વાત છે

ભારત પાસેથી વેક્સીન લેવાના બે વિકલ્પ

અંગ્રેજી અખબાર ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ મુજબ, પાકિસ્તાન પણ ભારતથી વેક્સીન લેવા માંગે છે. તેના માટે પાકિસ્તાનની પાસે બે રસ્તા છે. પહલો એ કે ઈમરાન ખાનની સરકાર પીએમ મોદીને પડોશી હોવાના કારણે વેક્સીનની ડિમાન્ડ કરી શકે છે. ભારત નેબરહુડ ફર્સ્ટ પોલિસી હેઠળ પાકિસ્તાનને વેક્સીન આપી શકે છે. જ્યારે પાકિસ્તાનની પાસે બીજો રસ્તો છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના માધ્યમથી આ વેક્સીન લે. મૂળે કોવેક્સ નામનું એક સંગઠન છે જેના માધ્યમથી 190 દેશોની 20 ટકા જનસંખ્યાને મફતમાં વેક્સીન આપવામાં આવે છે. પાકિસ્તાન પણ તેનો સભ્ય દેશ છે.

આ પણ વાંચો, Covid Vaccination: વેક્સીનેશનના બીજા ચરણમાં PM, CM અને સાંસદોને અપાશે રસી, જાણો Details

" isDesktop="true" id="1065854" >



Made in India વેક્સીનની ડિમાન્ડ

કોવીશિલ્ડ (Covishield) વેક્સીનના 20 લાખ ડોઝ બાંગ્લાદેશ અને 10 લાખ ડોઝ નેપાળને મોકલવામાં આવી ચૂક્યા છે. ભૂટાનને પણ અત્યાર સુધી દોઢ લાખ ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે માલદીવને અત્યાર સુધી એક લાખ ડોઝ આપવામાં આવ્યા છે. બાંગ્લાદેશમાં ભારતીય હાઇકમિશને ટ્વીટ કરીને ભારતના લોકો અને સરકાર તરફથી બાંગ્લાદેશ સરકારને મેડ ઇન ઈન્ડિયા કોવિડ વેક્સીનના 20 લાખ ડોઝ સોંપ્યા હતા.
First published:

Tags: Corona vaccine, Coronavirus, COVID19, Covishield, Who, પાકિસ્તાન, ભારત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો