ભારત વિરુદ્ધ મોટું કાવતરું રચી રહ્યું છે પાકિસ્તાન! LoC તરફ મોકલી ટેન્કો, કમાન્ડો તહેનાત કર્યા : સૂત્ર

News18 Gujarati
Updated: October 22, 2019, 2:26 PM IST
ભારત વિરુદ્ધ મોટું કાવતરું રચી રહ્યું છે પાકિસ્તાન! LoC તરફ મોકલી ટેન્કો, કમાન્ડો તહેનાત કર્યા : સૂત્ર
પ્રતીકાત્મક તસવીર

ભારતીય સેના પાકિસ્તાન તરફથી કોઈ પણ કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર

  • Share this:
નવી દિલ્હી : કાશ્મીર મુદ્દા (Kashmir Issue)ને કારણે ચાલી રહેલા તણાવની વચ્ચે પાકિસ્તાને નિયંત્રણ રેખા (Line Of Control) તરફ હલચલ તેજ કરી દીધી છે. News18ના સૂત્રોને મળેલી જાણકારી મુજબ, પાકિસ્તાને એલઓસી તરફ અનેક ટેન્કો મોકલી છે. સાથોસાથ પોતાના સ્પેશલ ફોર્સના 100 કમાન્ડોને તહેનાત કર્યા છે. ત્યારબાદ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાકિસ્તાન ભારતની વિરુદ્ધ કોઈ નવું કાવતરું રચી રહ્યું છે. બીજી તરફ, સૂત્રોનું કહેવું છે કે ભારતીય સેના પાકિસ્તાન તરફથી કોઈ પણ કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે.

નોંધનીય છે કે, આ પહેલા પાકિસ્તાને ગુજરાત (Gujarat)ના સરક્રીક વિસ્તારની સામે પણ એસએસજી કમાન્ડોને તહેનાત કર્યા હતા. ઇકબાલ-બાજવા પોસ્ટ પર પાકિસ્તાની કમાન્ડોને તહેનાત કરવામાં આવ્યા છે.

મૂળે, જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન (Pakistan) તરફથી ઘૂસણખોરી અને ફાયરિંગની ઘટનાઓ વધી છે. થોડાક દિવસ પહેલા પાકિસ્તાને સૈનિકોને કાશ્મીરના તંગધાર અને કેરન સેક્ટરમાં ફાયરિંગ કર્યું હતું. ભારતીય સૈનિકોએ આ ફાયરિંગના જવાબમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં મિલિટ્રી ઑપરેશનને અંજામ આપ્યો.

આ દરમિયાન ભારતીય જવાનોએ પીઓકેમાં ચાલી રહેલા આતંકવાદી કેમ્પોને નષ્ટ કરી દીધા. અહેવાલો મુજબ, આ ઑપરેશનમાં પાકિસ્તાનના 10 સૈનિકો પણ માર્યા ગયા. જોકે, કેટલા આતંકી માર્યા ગયા તેની કોઈ જાણકારી નથી આપવામાં આવી.

નોંધનીય છે કે, ભારતીય સેનાએ પાકિસ્તાનની કારણ વિનાના ફાયરિંગ બાદ જવાબમાં મોટી કાર્યવાહી કરતાં રવિવારે પીઓકેમાં નીલમ ઘાટીમાં ભારે હથિયાર સાથે ચાર આતંકવાદી શિબિરો અને અનેક પાકિસ્તાન સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યુ હતું કે, સુરક્ષા દળોએ અથમુકામ, કુડલ શાહી અને જુરામાં આતંકવાદી શિબિરોને ધ્વસ્ત કર્યા અને સેનાની પાસે લીપા ઘાટીમાં એક શિબિર વિશે પણ સૂચના હતી. ત્યારબાદથી કાર્યવાહી કરવામાં આવી.

આ પણ વાંચો,આતંકવાદીઓ પર સેનાની સ્ટ્રાઇક, PoKના લોકોએ કહ્યુ- લાગ્યું બધું બરબાદ થઈ જશે
PoKમાં ટેરર કેમ્પ નષ્ટ થતા રઘવાયું બન્યું પાકિસ્તાન, ભારતીય રાજદૂતને તલબ કર્યા
First published: October 22, 2019, 2:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading