પાક.ને ઝટકો : ઇન્ટરનેશનલ કોર્ટમાં કેસ હારી જતા 40 હજાર કરોડ ચુકવવા પડશે

News18 Gujarati
Updated: July 18, 2019, 4:39 PM IST
પાક.ને ઝટકો : ઇન્ટરનેશનલ કોર્ટમાં કેસ હારી જતા 40 હજાર કરોડ ચુકવવા પડશે
પ્રતિકાત્મક તસવીર

પાકિસ્તાન ઇન્ટરનેશનલ કોર્ટમાં એક મોટો કેસ હારી ગયું છે, જે અંતર્ગત હવે તેણે 40 હજાર કરોડ ચુકવવા પડશે.

  • Share this:
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની મુશ્કેલી વધતી દેખાઈ રહી છે. નાણાભીડનો સામનો કરી રહેલા પાકિસ્તાનના ખજાના પર વધારે બોઝ પડવાનો છે. હકીકતમાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ કોર્ટમાં એક મોટો કેસ હારી ગયું છે. જે અંતર્ગત તેણે 40 હજાર કરોડ રૂપિયા ચુકવવા પડશે. તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનાની શરૂઆતમાં IMF (આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડ)એ પાકિસ્તાનને નાણાભીડમાંથી બહાર નીકળવા માટે છ અબજ ડોલરના બેલઆઉટ પેકેજનો શરતી સ્વીકાર કર્યો હતો. જોકે, હવે કેસ હારી જવાથી પાકિસ્તાને મોટી રકમ ચુકવવી પડશે.

શું છે મામલો?

વર્લ્ડ બેંક સાથે જોડાયેલી કોર્ટ- ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સેટલમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડિસ્પ્યૂટ્સે (ICSID) બલૂચિસ્તાનમાં રેકો ડિક (Reko Doq) ખાણ સોદાને રદ કરવા પર પાકિસ્તાન પર પાંચ અબજ 97 કરોડ ડોલર (આશરે 40 હજાર કરોડ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે.

આ અંગે પાકિસ્તાન કેસ હારી ગયું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાકિસ્તાને ટેથયાન કોપર કંપનીને (TCC) વળતર ચુકવવું પડશે.

ઇમરાનની હાલત ખરાબ

દુનિયાભરના અર્થશાસ્ત્રીઓ સતત કહી રહ્યા છે કે પાકિસ્તાન આ સમયે મોટા આર્થિક સંકટમાં ફસાયું છે. જો કોઈ ઠોસ પગલાં નહીં ભરવામાં આવે તો તેને બરબાદ થતાં કોઈ નહીં રોકી શકે.આવા માહોલનો સ્વીકાર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ખુદ કરી ચુક્યા છે. 10 જૂનના રોજ રાષ્ટ્રના નામે સંબોધન કરતા પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને તમામ પાકિસ્તાનીઓને કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં પાકિસ્તાનનું કરજ છ હજાર અબજથી 30 હજાર અબજ પર પહોંચી ગયું છે.

આપણે વર્ષે ચાર હજાર અબજ રૂપિયા ટેક્સ એકઠો કરીએ છીએ. જેમાંથી અડધી રકમ કરજનું વ્યાજ ચુકવવામાં આપવી પડે છે. બાકી વધતા ખર્ચથી દેશ ચાલે છે. પાકિસ્તાન એ કોમ છે જે દુનિયામાં સૌથી ઓછો ટેક્સ ચુકવે છે.
First published: July 18, 2019
વધુ વાંચો
अगली ख़बर