ભારતીય ડિપ્લોમેટ વિરુદ્ધ પાકિસ્તાનની જાસૂસી, ગૌરવ આહલૂવાલિયાની કારનો ISI એજન્ટે કર્યો પીછો

ભારતીય ડિપ્લોમેટ વિરુદ્ધ પાકિસ્તાનની જાસૂસી, ગૌરવ આહલૂવાલિયાની કારનો ISI એજન્ટે કર્યો પીછો
Photo: Video Grab

ISIના એજન્ટોએ ગૌરવ આહલૂવાલિયાનો પીછો કર્યો હતો, આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે

 • Share this:
  ઈસ્લામાબાદઃ ભારત અને પાકિસ્તાન (Pakistan)ની વચ્ચે ડિપ્લોમેટિક સ્તરે ઘર્ષણ સતત ચાલી રહ્યું છે. આઈએસઆઈએ આ વખતે પાકિસ્તાનમાં નિયુક્ત ભારતીય ડિપ્લોમેટ ગૌરવ આહલૂવાલિયા (Gaurav Ahluwalia)ને પરેશાન કરવાનો પ્રયાસ કર્યો. નોંધનીય છે કે અહલૂવાલલ્યા પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ (Islamabad)માં ભારતીય ડેપ્યૂટી હાઇ કમિશ્નર છે. બે દિવસ પહેલા ISIના લોકોએ આહલૂવાલિયાનો પીછો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

  વીડિયોમાં શું છે?  સમાચાર એજન્સી એએનઆઈએ ઘટનાને લઈ એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ISIનો એક એજન્ટ, બાઇકથી ગૌરવ આહલૂવાલિયાનો પીછો કરી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈસ્લામાબાદમાં તેમના ઘરની બહાર જાસૂસી માટે અનેક બાળક અને કારો ઊભી છે.

  ભારત ફરિયાદ કરશે

  ભારતે પાકિસ્તાનની આ હરકતનો કડક વિરોધ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારત પાકિસ્તાનની હરકતની ફરિયાદ કરશે. આ દરમિયાન સૂત્રો મુજબ દિલ્હીમાં પાકિસ્તાનના હાઇ કમિશ્નરને કોઈ પણ રીતે જાસૂસીનો ઇન્કાર કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ વર્ષે માર્ચના મહિનામાં 13 વાર ભારતીય ડિપ્લોમેટિકોને પરેશાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

  આ પણ વાંચો, 1 લાખ ભારતીયોના Aadhaar, PAN અને પાસપોર્ટનું ઇન્ટરનેટ પર સેલ! જાણો સમગ્ર મામલો

   

  પાકિસ્તાની હાઇ કમિશનના બે અધિકારીઓને દેશ છોડવાનો આદેશ

  નોંધનીય છે કે, ભારતે પાકિસ્તાની હાઈ કમિશનના બે અધિકારીઓને જાસૂસીના આરોપમાં રવિવારે 24 કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. ઓફિશિયલ સૂત્રોએ જણાવ્યું હતું કે આબિદ હુસૈન અને મોહમ્મદ તાહિર નામના અધિકારીઓએ દિલ્હી પોલીસે તે સમયે ધરપકડ કરી જ્યારે તે રૂપિયાને બદલે એક ભારતીય નાગરિક પાસેથી ભારતીય સુરક્ષા પ્રતિષ્ઠાનોથી સંબંધિત સંવેદનશીલ દસ્તાવેજ મેળવી રહ્યો હતો.

  પાકિસ્તાને આરોપો ફગાવ્યા

  આ દરમિયાન પાકિસ્તાન વિદેશ મંત્રાલયની પ્રવક્તા આઇશા ફારુકીએ કહ્યું છે કે પાકિસ્તાનની તણાવ વધારવાનો કોઈ ઈચ્છા નથી. તેઓએ કહ્યું કે, અમે સંયમ રાખતા પ્રતિક્રિયા આપી છે. જોકે ડિપ્લોમેટિક નિયમોનું ઉલ્લંઘન અને ભારતનું સતત ઉગ્ર વલણ ક્ષેત્રીય શાંતિ એન સુરક્ષા માટે ખતરો છે. ફારુકીએ કહ્યું કે પાકિસ્તાની અધિકારીઓ પર લગાવવામાં આવેલા ખોટા અને પાયાવિહોણા છે.

  આ પણ વાંચો, PNBના કેશિયરને ઓનલાઇન ગેમનો લાગ્યો ચસ્કો, દેવું વધી જતાં અજમાવ્યો આવો કીમિયો
  First published:June 05, 2020, 08:34 am

  ટૉપ ન્યૂઝ