ઈમરાન ખાનના રાજમાં બે વખતની રોટી માટે તરસી રહ્યું પાકિસ્તાન, જાણો - લોટનો ભાવ કેટલે પહોંચ્યો


Updated: January 19, 2020, 9:27 PM IST
ઈમરાન ખાનના રાજમાં બે વખતની રોટી માટે તરસી રહ્યું પાકિસ્તાન, જાણો - લોટનો ભાવ કેટલે પહોંચ્યો
પાકિસ્તાનમાં બે ટાઈમ રોટી પણ મુશ્કેલ

પાકિસ્તાનમાં લોટના ભાવ આસમાને પહોંચ્યા છે. ઘઉંની આવક ઓછી થતા પૂરા પાકિસ્તાનમાં હવે લોટના ભાવમાં આગ લાગી છે

  • Share this:
પાકિસ્તાનની હાલત દિવસે દિવસે ખુબ બગડી રહી છે. ઈમરાન ખાનને અર્થવ્યવસ્થાને ટકાવી રાખવામાં મુશ્કેલી પડી રહી છે. અન્ય ખાદ્ય પદાર્થોમાં ભાવ વધારા બાદ હવે પાકિસ્તાનમાં લોટના ભાવ આસમાને પહોંચ્યા છે. ઘઉંની આવક ઓછી થતા પૂરા પાકિસ્તાનમાં હવે લોટના ભાવમાં આગ લાગી છે. ઘઉંના લોટના ભાવમાં ભારે વધારા બાદ હવે પીએમ ઈમરાન ખાને જમાખોરીને પહોંચી વળવા માટે કિંમતો ઓથી કરવાનો સખત આદેશ આપ્યો છે.

સંસ્થાઓએ સરકારને 5 દિવસનું અલ્ટીમેટમ આપ્યું
પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખ્ખાની એક સંસ્થાએ સરકારના આ નિર્ણયના વિરોધમાં સોમવારે હડતાલની જાહેરાત કરી છે. પંજાબ પ્રાંતની કેટલીક અન્ય સંસ્થાઓએ સરકારને 5 દિવસનું અલ્ટીમેટમ આપતા કહ્યું છે કે, જો સરકાર તેમને કિંમત વધારવા નહી દે તો તે તત્કાલીન હડતાળ પર જશે. આ સંદર્ભમાં રેસ્ટોરન્ટ સંચાલકોના એશોસિએસને પણ સરકારને જુના ભાવમાં લોટ ઉપલબ્ધ કરાવવાનું કહ્યું છે. સાથે તેમણે કહ્યું છે કે, જો સરકાર આ નહી કરી શકે તો, તેમને નાન અને રોટીની કિંમતો વધારવાની મંજૂરી આપવામાં આવે.

આ મામલે રાજકારણ શરૂ
લોટના ભાવ વધારાથી પાકિસ્તાનનું રાજકારણ ગરમાઈ ગયું છે. પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ પાર્ટીએ ઘઉંની અછતનું ઠીકરૂ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી પર ફોડ્યું છે. સિંઘમાં પીપીપીની સરકાર છે અને આ પાર્ટીએ પાકિસ્તાની કેન્દ્ર સરકારને લોટના ભાવ વધારા માટે જવાબદાર ગણાવી છે.

શું છે લોટની કિંમતો વધવાનું કારણપાકિસ્તાની નેશનલ ફૂડ સિક્યોરિટી સચિવ હાશિમ પોપલઝાઈ અનુસાર, લોટના ભાવ વધવા માટે સૌથી મોટુ કારણ હાલના દિવસોમાં ચાલી રહેલી ટ્રાંસપોર્ટર્સ હડતાલ છે. પોપલઝાઈનું કહેવું છે કે, હડતાળના કારણે મિલોને સમયસર ઘઉં નથી મળી રહ્યા. જેના કારણે સપ્લાય ઓછી થઈ ગઈ છે, અને માંગ વધવાથી કિંમતોમાં તેજી જોવા મળી રહી છે.

શું છે પાકિસ્તાનમાં લોટનો ભાવ
કરાચીમાં 5 કિલો લોટના પેકેટનો ભાવ 340થી 350 રૂપિયા અને 10 કિલો માટે લોકોએ 660-670 રૂપિયા ખર્ચ કરવા પડી રહ્યા છે. બે દિવસ પહેલા આ ભાવ 310-330 અને 630-640 રૂપિયા હતા. કેટલાક રિટેલર્સ તો 10 કિલોગ્રામ લોટ માટે 680થી 700 રૂપિયા ખર્ચ કરી રહ્યા છે.
First published: January 19, 2020
વધુ વાંચો
अगली ख़बर