શું ભારતના શહેરો પર પરમાણુ હુમલાની સમર્થક મહિલા બનશે પાકિસ્તાનની રક્ષા મંત્રી?

શિરીન મજારી, ફોટો- શિરિન મજારી ફેસબુક

પાકિસ્તાની વિશ્લેષકો માને છે કે, શિરીન મજારીના વિચારોથી પ્રેરિત થઈને પાકિસ્તાનના પૂર્વ સૈન્ય શાસક પરવેજ મુશરફે ભારત વિરૂદ્ધ 1999માં કારગિલ યુદ્ધ છેડ્યું હતું

 • Share this:
  પાકિસ્તાનનો આવનાર રક્ષા મંત્રી કોણ બનવાનો છે, આ અંદાજ વચ્ચે એક એવા સમાચાર આવ્યા છે કે, ઈસ્લામાબાદની ફેમસ સ્કોલર શિરીન મજારીને વડાપ્રધાન બનવા જઈ રહેલ ઈમરાન ખાન પોતાના સંકક્ષણ મંત્રીના રૂપમાં પસંદગી કરી શકે છે. ફર્સ્ટપોસ્ટ તરફથી તેમના કામોને લઈને કરેલા એક રિવ્યુમાં ખુલાસો થયો છે કે, શિરીન મજારી તે વાતને સાર્વજનિક રીતે કહી ચૂકી છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિમાં ભારતની મોટી આબાદીવાળા વિસ્તાર પર પરમાણું હુમલો કરવો જોઈએ.

  ધ ડિફેન્સ જનરલમાં ઓક્ટોબર 1999માં છપાયેલ શિરીન મજારીના લેખમાં તેમને લખ્યું હતું કે, બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિમાં પાકિસ્તાનને કાઉન્ટર વૈલ્યૂ એટલે તેમના શહેરો અને ઔદ્યોગિક કેન્દ્રો પર ફોકસ કરવું જોઈએ.

  પરમાણુ યુદ્ધ સિદ્ધાંત અનુસાર કાઉન્ટર વૈલ્યૂ ટાર્ગેટનો મતલબ દુશ્મનની તે સંપત્તિ જે તેના માટે ખુબ જ મૂલ્યવાન છે, પરંતુ તેનાથી કોઈ સૈન્ય ખતરો નથી, જેવી રીતે કે શહેર અને આબાદીવાળા વિસ્તાર, કાઉન્ટર-ફોર્સનો મતલબ સૈન્ય અડ્ડાઓને નિશાના બનાવવો છે.

  શિરીન મજારીએ ધ ડિફેન્સ જનરલના એપ્રિલ 1999માં લખેલ લેખમાં તે વાતને વિસ્તારથી લખી છે કે, કાઉન્ટર-વૈલ્યૂ ટાર્ગેટનો મતલબ નવી દિલ્હી, મુંબઈ અને તેમના ટાર્ગટ ક્ષેત્રમાં આવનાર ભારતના બધા જ પરમાણું પ્રતિષ્ઠાનને નિશાન બનાવવા જોઈએ. આગળ તે લખે છે કે, ભારતના પરમાણું પ્રતિષ્ઠાન અબાદીવાળા વિસ્તારોની નજીક આવેલા છે. એવામાં તેમના પર હુમલો કરવાનું મતલબ થાય છે કે દુશ્મનને વધારે નુકશાન પહોંચાડી શકાય છે.

  જણાવી દઈએ કે, બંને દેશોએ 31 ડિસેમ્બર 1988માં એક કરાર કર્યો હતો જે હેઠળ તે એક બીજાના પરમાણું પ્રતિષ્ઠાનોને નિશાન બનાવશે નહી. 27 જાન્યુઆરી 1991માં આ કરારના લાગું થયા પછી ઈસ્લામાબાદ અને નવી દિલ્હીએ પોતાના પરમાણુ પ્રતિષ્ઠાનોની માહિતી એક બીજાને શેર કરી હતી.

  શિરીન મજારીના સંરક્ષણ મંત્રી અથવા વિદેશ મંત્રીના રૂપે નિયુક્તિને લઈને ચાલી રહેલા સમાચાર અનુસાર ભારતના જ નિષ્ણાતોમાં નહી અમેરિકામાં પણ ચિંતા છે.

  રસપ્રદ વાત તે છે કે મજારી લખે છે કે, તે કેટલીક જગ્યાઓ જેવી કે અમૃતસર,પંજાબનું શિખ સમુદાય અને પશ્ચિમ બંગાળને નિશાન બનાવવાની વિરૂદ્ધ છે. ભલે તે સ્પષ્ટ નથી કે, તે કેમ શિખ સમુદાયને નિશાન બનાવવા માંગતી નથી, પરંતુ પશ્ચિમ બંગાળને નિશાના ના બનાવવાની પાછળ તેમનું તર્ક એવું છે કે, આવું કરીને પાકિસ્તાન, બાંગ્લાદેશને સંદેશો આપવા માંગશે કે, પરમાણુ હુમલો કરીને તેમનો દેશ બાંગ્લાદેશની સીમા પર રહી રહેલ તેમની જનતાને ખતરામાં નાખશે નહી.

  આમ જણાવી દઈએ કે, આઈએસઆઈની લાંબા સમયથી ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે સાંઠગાંઠ રહી છે. પાકિસ્તાની વિશ્લેષકો માને છે કે, શિરીન મજારીના વિચારોથી પ્રેરિત થઈને પાકિસ્તાનના પૂર્વ સૈન્ય શાસક પરવેજ મુશરફે ભારત વિરૂદ્ધ 1999માં કારગિલ યુદ્ધ કર્યું હતું.

  કાશ્મીરમાં ઉઠતા વિવાદને લઈને શિરીન મજારીએ પાકિસ્તાનમાં વધી રહેલા કદથી ભારતની ચિંતા વધવી સ્વભાવિક છે. મજારી પહેલા લખી ચૂકી છે કે, ભારતે માત્ર રાજકીય રીતે જ કાશ્મીરને ગુમાવ્યો નથી પરંતુ સૈન્ય રીતે પણ કાશ્મીરમાં તેમની પક્કડ કમજોર થતી જઈ રહી છે.
  Published by:Mujahid Tunvar
  First published: