ઈમરાન અને નવાઝ વચ્ચે થઈ ડીલ, દીકરી મરિયમ સાથે છોડી દેશે પાકિસ્તાન!

News18 Gujarati
Updated: September 14, 2019, 9:01 PM IST
ઈમરાન અને નવાઝ વચ્ચે થઈ ડીલ, દીકરી મરિયમ સાથે છોડી દેશે પાકિસ્તાન!
2018માં પાકિસ્તાનની એક એકાઉન્ટબિલીટી કોર્ટે એવેનફિલ્ડ ભ્રષ્ટાચાર મામલામાં નવાઝને 10 વર્ષ અને તેમની દીકરી મરિયમને 7 વર્ષની સજા સંભળાવી છે.

2018માં પાકિસ્તાનની એક એકાઉન્ટબિલીટી કોર્ટે એવેનફિલ્ડ ભ્રષ્ટાચાર મામલામાં નવાઝને 10 વર્ષ અને તેમની દીકરી મરિયમને 7 વર્ષની સજા સંભળાવી છે.

  • Share this:
ભ્રષ્ટાચાર અને આવક કરતા વધારે સંપત્તિના મામલામાં જેલની સજા ભોગવી રહેલા પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને તેમની દીકરી મરિયમ નવાઝ ટુંક સમયમાં જેલમાંથી મુક્ત થશે. આ દાવો ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નેતા હુમાયું અખ્તરે કર્યો છે. હુમાયુંએ કહ્યું કે, નવાઝ શરીફ સાથે ડીલ થઈ ગઈ છે, ટુંક સમયમાં તે પોતાની દીકરી મરિયમ નવાઝ સાથે પાકિસ્તાન છોડી દેશે.

સમા ટીવીના એક કાર્યક્રમ દરમિયાન ઈમરાન ખાનની પાર્ટીના નેતાએ આ ડીલનો ખુલાસો કર્યો છે. હુમાયું અખ્તરે કહ્યું કે, શરીફ પરિવાર નથી ઈચ્છતો કે, ડીલ મુદ્દે પાકિસ્તાનની પ્રજાને ખબર પડે. આ માટે ગોપનીયતા રાખવામાં આવી રહી છે. જોકે, આજ કાર્યક્રમમાં નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લીમ લીગ-નવાઝના પ્રવક્તાએ આવી કોઈ પણ પ્રકારની ડીલ નથી થઈ તેવું કહ્યું.

અખ્તરે દાવો કર્યો છે કે, મારી જાણકારી અનુસાર, નવાઝ અને મરિયમ બંને આ ડીલ માટે તૈયાર થઈ ગયા છે અને ટુંક સમયમાં પેપર પર સહી કરી દેશે. ડીલ અનુસાર, તે જેલમાંથી મુક્ત થતા જ કેટલાક પૈસા પાછા આપશે અને પછી પાકિસ્તાન છોડીને ચાલ્યા જશે. તેના માટે એક પ્લેન તૈયાર રહેશે.

ધ્યાન ભટકાવવા માટે ઈમરાનનું હોઈ શકે છે ષડયંત્ર!
આ પહેલા પણ પાકિસ્તાની મીડિયામાં નવાઝની ડીલ મુદ્દે સમાચાર આવ્યા હતા. કેટલાક સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે, આ સમયે પાકિસ્તાન દેવાળીયું થવાના કગારે છે. એવામાં મોંઘવારીનો માર સહન કરી રહેલા પાકિસ્તાનની જનતાને ઈમરાન સરકાર વિરુદ્ધ ઘણો રોષ છે. નવાઝની પાર્ટી PMLN અને બિલાવલ ભુટ્ટોની પાર્ટી પીપીપી પમ ઈમરાન સરકારને ઘેરી રહી છે. એવામાં ઈમરાન અને સેના ઈચ્છે છે કે, જનતાનું ધ્યાન ભટકાવવા માટે નવાઝનો મુદ્દો ઉછાળવામાં આવે.

પાકિસ્તાનના આ કાયદા અનુસાર ખતમ થઈ જાય છે સજાતમને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં બ્લડ મની કાયદો છે. આ કાયદા હેટળ દોષી અને પીડિત વચ્ચે કરાર થાય છે તો દોષીની સજા રદ્દ થઈ જાય છે. આમાં દોષી પક્ષ પીડિતને ડીલ હિસાબે નક્કી કરેલી રકમ આપે છે. ઈમરાનના નેતા હુમાયું અખ્તરે ડીલ પાછળ આ કાયદાનો હવાલો આપ્યો છે. જોકે, ઈમરાન સરકારે હજુ આ મુદ્દે સત્તાવાર જાહેરાત નથી કરી.

નવાઝને આપવામાં આવી છે 10 વર્ષની સજા
2018માં પાકિસ્તાનની એક એકાઉન્ટબિલીટી કોર્ટે એવેનફિલ્ડ ભ્રષ્ટાચાર મામલામાં નવાઝને 10 વર્ષ અને તેમની દીકરી મરિયમને 7 વર્ષની સજા સંભળાવી છે. કોર્ટે નવાઝ પર 73 કરોડ રૂપિયા (80 લાખ પાઉન્ડ) અને મરિયમ પર 18 કરોડ 24 લાખ રૂપિયા (20 લાખ પાઉન્ડ)નો દંડ પણ લગાવ્યો હતો. આ સિવાય નવાઝ શરીફના જમાઈ કેપ્ટન(સેવાનિવૃત) સફદરને એક વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.
First published: September 14, 2019, 9:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading