Home /News /national-international /

PAK: સામે આવી ઈમરાન ખાનની કેબિનેટ, આફ્રિદીને મળશે તેલ મંત્રાલય!

PAK: સામે આવી ઈમરાન ખાનની કેબિનેટ, આફ્રિદીને મળશે તેલ મંત્રાલય!

ઇમરાન ખાન

    પાકિસ્તાનમાં પીટીઆઈની જોરદાર જીત પછી ઈમરાન ખાન દેશના નવા વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે. જોક જીતની ઔપચારિક જાહેરાત હજું સુધી થઈ નથી, પરંતુ આવેલા પરિણામને જોતા લાગે છે કે દેશમાં નવી સરકાર ઈમરાન ખાનની બનશે. નવી સરકારનું સંભવિત લિસ્ટ પણ આવી ગયું છે.

    નવી સરકારની સંભવિત લિસ્ટમાં ઈમરાન ખાનના વડાપ્રધાન બનવા ઉપરાંત ચૌધરી સરવરને વિદેશ મંત્રાલય, અસદ ઉમરને નાણામંત્રાલય અને ફવાદ ચૌધરીને સૂચના મંત્રી બનાવવાની સંભાવનાઓ જોવાઈ કરહી છે. અલી મોહમ્મદ ખાનને આંતરિક મંત્રી બનાવવામાં આવી શકે છે.

    ઈમરાન સરકારમાં નાણા મંત્રી બનાવવામાં આવે રહેલ અસદ ઉમર પાસે કોઈપણ જાતનો રાજકીય અનુભવ નથી, તેઓ એક આર્થિક નિષ્ણાત છે. ચૌધરી સરવર પંજાબ પ્રાંતના પૂર્વ ગવર્નર અને પીટીઆઈ નેતા છે.

    સંરક્ષણ મંત્રી શફાકત મહેમૂદ અને કાયદા મંત્રી ડોક્ટર શિરેલ મિજારીને બનાવવાની સંભાવના છે. તેલ મંત્રાલય શહરયાર આફ્રિદીના ખાતમાં જઈ શકે છે. આફ્રિદીને તે ઉપરાંત ગૈસ અને પ્રાકૃતિક સ્ત્રોત મંત્રાલયની જવાબદારી સૌંપવામાં આવી શકે છે.

    પંજાબ પ્રાંતનો મુખ્યમંત્રી શાહ મહેમૂદ કુરૈશીને બનાવવામાં આવી શકે છે, જ્યારે ખૈબર પખ્તૂનખ્વાનો મુખ્યમંત્રી અસદ કૈસરને બનાવવામાં આવી શકે છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Pakistan Election 2018

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन