Home /News /national-international /VIDEO: આ વ્યક્તિના કારણે બચ્યો ઈમરાન ખાન, હુમલાખોરનું નિશાન બનાવ્યું નિષ્ફળ

VIDEO: આ વ્યક્તિના કારણે બચ્યો ઈમરાન ખાન, હુમલાખોરનું નિશાન બનાવ્યું નિષ્ફળ

ઈમરાન ખાનનો જીવ બચાવનાર

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંદૂક લઈને આવેલા વ્યક્તિએ ઈમરાન ખાન પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન ઈમરાન ખાન પાસે રહેલા ઈબ્તિસામે હુમલાખોરને ભાગતા પકડી લીધો હતો. ઈમરાન ખાને પણ યુવકનો આભાર માન્યો છે.

    ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન આ દિવસોમાં સમગ્ર પાકિસ્તાનમાં આઝાદી માર્ચ કરી રહ્યા છે. આ દરમિયાન, ગુરુવારે ઈમરાન ખાન પંજાબ પ્રાંતના વજીરાબાદ શહેરમાં અલ્લાહવાલા ચોક પાસે રેલી કરી રહ્યા હતા. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંદૂક લઈને આવેલા વ્યક્તિએ ઈમરાન ખાન પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન ઈમરાન ખાન પાસે રહેલા ઈબ્તિસામે હુમલાખોરને ભાગતા પકડી લીધો હતો. ઈમરાન ખાને પણ યુવકનો આભાર માન્યો છે.



    યુવકે જણાવ્યું કે, તે ઈમરાન ખાનની પાસે જ હતો. ત્યારબાદ હુમલાખોરે તેની બંદૂક લોડ કરી અને ગોળીબાર કર્યો હતો. જોકે, ત્યારપછી યુવકે હિંમત બતાવી હુમલાખોરનો હાથ પકડી લીધો હતો, જેના કારણે હુમલાખોર નિશાન ચૂકી ગયો હતો. તે જ સમયે, જ્યારે હુમલાખોરે ભાગવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઇબ્તિસામે તેને પકડી લીધો હતો.



    આ પણ વાંચો: ઈમરાન પહેલા પણ પાકિસ્તાનના અનેક નેતાઓ પર થયા હતા હુમલા, અને આ નેતાઓની જાહેરમાં કરાઈ હત્યા

    ARY ન્યૂઝના અહેવાલ મુજબ, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના લોંગ માર્ચમાં હુમલાને નિષ્ફળ બનાવનાર ઈબ્તિસામે કહ્યું કે, હુમલાખોરને તેની બંદૂક લોડ કરતા અને કન્ટેનર તરફ ઈશારો કરતા જોયો કે તરત જ તે હુમલાખોરને રોકવા દોડ્યો હતો.


    મળતી માહિતી મુજબ પીટીઆઈ લોંગ માર્ચના હુમલાને નિષ્ફળ બનાવનાર ઈબ્તિસામ નામના વ્યક્તિએ જણાવ્યું કે, હુમલાખોરે બંદૂક લોડ કર્યા બાદ પોતાના બંને હાથ હવામાં ઉંચા કર્યા હતા. તેનો હાથ પકડ્યા બાદ તે પોતાનું લક્ષ્ય ચૂકી ગયો હતો.


    જણાવી દઈએ કે, આ ફાયરિંગમાં પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના પ્રમુખ ઈમરાન ખાન અને અન્ય ઘણા પીટીઆઈ નેતાઓ ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, વજીરાબાદમાં અલ્લાહવાલા ચોક પાસે પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાનના કન્ટેનર પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો, જેમાં છ લોકો ઘાયલ થયા હતા અને એકનું મોત થયું હતું.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Imran Khan, Pakistan PM

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन