પાકિસ્તાનમાં ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર સહિત ઘણા સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ

પાકિસ્તાનમાં ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર સહિત ઘણા સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ
પ્રતિકાત્મક તસવીર

છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાનમાં તહરીક-એ-લબૈક પાકિસ્તાન (TLP)તરફથી હિંસા અને પ્રદર્શન થઇ રહ્યા છે. ત્યારે કહેવાય છે કે આ આંદોલનના કારણે આ પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે

  • Share this:
નવી દિલ્હી : પાકિસ્તાનમાં ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર, યુટ્યુબ, ટિક્ટોક અને ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. આ સોશિયલ મીડિયા એપ્સ પર સવારે 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ અંગે શુક્રવારે પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે જાણકારી આપતા કહ્યું હતું કે, પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટી(PTA)એ દિશા-નિર્દેશ આપતા આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મુકી દીધો છે.

ઉલ્લેખનીય છે કે સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પ્રતિબંધ કરવા પાછળનું કારણ સામે નથી આવ્યું. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાનમાં તહરીક-એ-લબૈક પાકિસ્તાન (TLP)તરફથી હિંસા અને પ્રદર્શન થઇ રહ્યા છે. ત્યારે કહેવાય છે કે આ આંદોલનના કારણે આ પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આ પણ વાંચો - વલસાડ : ભીલાડ પોલીસે ચેકપોસ્ટ પરથી બોગસ RT–PCR રિપોર્ટના આધારે ગુજરાતમાં પ્રવેશતા 14 લોકોને ઝડપ્યા

આટલું જ નહીં આ સોશિયલ મીડિયાને પ્રતિબંધ કરવાની સાથે પાકિસ્તાની ટીવી ચેનલ્સ પર આ પ્રોટેસ્ટ્નું કવરેજ કરવા ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. Dawnના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટીના ચેરમેને કહ્યું છે કે તેઓને આ મામલે તાત્કાલિક એક્શન લેવા માટે કહેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ફ્રાન્સ વિરુદ્ધ ઘણા ધાર્મિક સંગઠનો પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં TLP પણ સામેલ છે. જેને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે ફ્રાન્સમાં મોહમ્મદ પૈયગંબરના કાર્ટૂન બનાવવા બદલ ફ્રાન્સ વિરુદ્ધ આ પ્રદર્શન થઇ રહ્યું છે. જેને લઈને ફ્રાંસે પોતાના નાગરિકોને પાકિસ્તાન છોડવા માટે કહી દીધું છે.
Published by:News18 Gujarati
First published:April 16, 2021, 17:00 pm

ટૉપ ન્યૂઝ