Home /News /national-international /પાકિસ્તાનનું હનીટ્રેપ મોડ્યુલ: જાસૂસીનો નાપાક એજન્ડા આવી રીતે કરે છે કામ, આ રહી ઈન્સાઈડ સ્ટોરી
પાકિસ્તાનનું હનીટ્રેપ મોડ્યુલ: જાસૂસીનો નાપાક એજન્ડા આવી રીતે કરે છે કામ, આ રહી ઈન્સાઈડ સ્ટોરી
પાકિસ્તાનનું હનીટ્રેપ મોડ્યુલ
ISIનું હનીટ્રેપ (Honey Trap) મોડ્યુલ પાકિસ્તાન (Pakistan) ના સિંધમાં આવેલ આર્મી કેંટમાંથી ચાલે છે. એજન્ટ બનાવવામાં આવેલી યુવતીઓ પાકિસ્તાની સેના (Pakistan Army) ના કેપ્ટન લેવલના ઓફિસર હેઠળ કામ કરે છે. તેઓ સોશિયલ મીડિયા પર ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ દ્વારા ભારતીય સેના (Indian Army), પોલીસ (Police) અને બીએસએફ (BSF) સાથે જોડાયેલા હોય છે અને તેમની ઓળખ કરી સોશિયલ મીડિયા પર આઇડી આપવામાં આવે છે.
Pakistan Honeytrap Module : ભારતીય સેનાના અધિકારીઓને હનીટ્રેપ (Honeytrap)માં ફસાવવા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીએ ઘણા ષડયંત્રો રચ્યા છે. તાજેતરમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાકિસ્તાની મહિલા એજન્ટ (Pakistani female agent)ની હનીટ્રેપમાં ફસાઈ ભારતીય સેનાના ગનર પ્રદીપે પોખરણમાં કરેલ મિસાઈલ પરીક્ષણના વીડિયો સહિતની ઘણી ગુપ્ત માહિતી, વીડિયો અને ફોટા પાકિસ્તાની ગુપ્તચર એજન્ટને આપ્યા છે. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે, પ્રદીપ આ પાકિસ્તાની મહિલા એજન્ટના પ્રેમમાં એટલો પાગલ હતો કે તેણે પૈસા લીધા વગર જ તેને માહિતી આપી દીધી હતી. એટલું જ નહીં, આ દુષ્ટ મહિલા જાસૂસ સાથે લગભગ 7 જવાનોનો પરિચય પણ કરાવ્યો હતો. તપાસ એજન્સીઓ તે જવાનોના મોબાઈલ ફોનની પણ તપાસ કરી રહી છે. પરંતુ હજુ સુધી કશું મળ્યું નથી.
ગનર પ્રદીપને પ્રેમજાળમાં ફસાવનારી મહિલા એજન્ટ રિયા નામથી વાતો કરતી હતી. તે બેંગલુરુની મિલિટરી નર્સિંગ સર્વિસમાં હોવાનું કહેતી હતી. કોઈને પણ શંકા ન જાય તે માટે તેણે પોતાના રૂમમાં હિન્દુ દેવી-દેવતાઓના ફોટા લગાવ્યા હતા અને પ્રદીપ સાથે રાજસ્થાનીમાં વાત કરતી હતી. રિયાએ અત્યાર સુધીમાં 10 જવાનોને હનીટ્રેપમાં ફસાવીને ગુપ્ત માહિતી ISIને આપી દીધા છે. પ્રદીપને 7 મહિના પહેલા પહેલીવાર રિયાનો ફોન આવ્યો હતો.
પાકિસ્તાનનું હનીટ્રેપ મોડ્યુલ કેટલું ખતરનાક?
ISIનું હનીટ્રેપ મોડ્યુલ પાકિસ્તાનના સિંધમાં આવેલ આર્મી કેંટમાંથી ચાલે છે. ISI સ્થાનિક ગરીબ અને કોલેજની છોકરીઓને હનીટ્રેપ્સ માટે હાયર કરે છે. ત્યારબાદ તેમને પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવમાં તાલીમ આપવામાં આવે છે. જેમાં તેમને ભારત-પાકિસ્તાન સરહદ નજીક રાજસ્થાન અને ગુજરાતમાં આવેલા લશ્કરી મથકો પરથી માહિતી મેળવવા માટે હનીટ્રેપની ખાસ તાલીમ આપવામાં આવે છે.
કેપ્ટન કક્ષાના અધિકારી હેઠળ કામ કરે છે!
એજન્ટ બનાવવામાં આવેલી યુવતીઓ પાકિસ્તાની સેનાના કેપ્ટન લેવલના ઓફિસર હેઠળ કામ કરે છે. તેઓ સોશિયલ મીડિયા પર ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ દ્વારા ભારતીય સેના, પોલીસ અને બીએસએફ સાથે જોડાયેલા હોય છે અને તેમની ઓળખ કરી સોશિયલ મીડિયા પર આઇડી આપવામાં આવે છે. ત્યારબાદ એજન્ટો આ આઈડીના આધારે હનીટ્રેપમાં ફસાવવાનું પોતાનું કામ શરૂ કરે છે.
હિન્દુ દેવી-દેવતાઓના ફોટોવાળું પૂજાનું સ્થળ બનાવાય છે
આ એજન્ટોને મેકઅપ કિટ આપવામાં આવે છે. રૂમમાં હિંદુ દેવી-દેવતાઓની તસવીરો ધરાવતું પૂજા સ્થળ બનાવવામાં આવે છે. ભારતીય સૈનિકોને ફસાવવા માટે રાજસ્થાની અને ગુજરાતી ભાષાઓ પણ શીખવવામાં આવે છે. તે સાડીથી લઈને રાજસ્થાની ડ્રેસ સુધીના અન્ય ભારતીય પોશાક પહેરે છે. સરહદની પાર પહેલા સ્થાનિકને ફસાવી તેના ફોનના ઓટીપી દ્વારા વોટ્સએપ માટે ભારતીય નંબર મેળવે છે. ત્યારબાદ ભારતીય નંબરોથી વોટ્સએપ કરી જવાનોને ફસાવે છે.
ગંદી વિડિયો દ્વારા કરે છે બ્લેકમેલ
જવાનોને વિશ્વાસ બેસે કે તરત જ તેઓ દોસ્તીથી આગળ વધીને બીભસ્ત તસવીરો અને વીડિયો દ્વારા જવાનોને ફસાવે છે. તેમને ગંદા વીડિયો મોકલે છે અને લગ્ન કરવાની લાલચ આપે છે. જો જવાન માહિતી આપવાની ના પાડે તો ટેક્નોલોજીથી બનેલા ગંદા વીડિયો દ્વારા તેમને બ્લેકમેલ કરે છે.
હનીટ્રેપમાં ફસાયા બાદ તે માહિતીના બદલામાં ખાતામાં પૈસા આપવાની વાત કરે છે. પરંતુ હવે રોકડની જગ્યાએ ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ થવા લાગ્યું છે. અગાઉ સીધા ખાતામાં પૈસા જમા થતા હતા. હવે કિપ્ટોમાં પેમેન્ટ લેવાનો આગ્રહ રખાય છે. મહિલા એજન્ટ કેપ્ટન કક્ષાના મોનિટરિંગ ઓફિસર કહે તેવી જ માહિતી માગે છે. ચુકવણીની વ્યવસ્થા અન્ય એજન્ટ દ્વારા કરવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર