અમે ભારતને જવાબ આપીશું : પાકિસ્તાન વિદેશ મંત્રી

ઇમરાન ખાન

પાકિસ્તાની મીડિયાએ એવો દાવો કર્યો છે કે લોકોના વધી રહેલા વિરોધને પગલે ભારતીય સરકારે એર સ્ટ્રાઇકનું ગતકડું ઉભું કર્યું છે.

 • Share this:
  ઇસ્લામાબાદ : ભારતીય વાયુસેના તરફથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના બાલાકોટ વિસ્તારમાં જૈશના આતંકીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહી બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યું છે કે, તેઓ ભારતની કાર્યવાહીનો જવાબ આપશે. તેમણે જણાવ્યું હતું કે એલઓસી (લાઇન ઓફ કંટ્રોલ)ને પાર કરીને ભારતે અકારણ આક્રમણ કર્યું છે, આથી અમને જવાબી કાર્યવાહીનો પૂરો અધિકાર છે. શાહ મેહમૂદ કુરૈશીની આ પ્રતિક્રિયા ભારતીય સૈન્યની કાર્યવાહી બાદ આવી છે, જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જૈશના 200થી વધારે આતંકીઓ માર્યા ગયા છે.

  સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતના હુમલા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને એક બેઠક બોલાવી હતી અને સુરક્ષા બાબતે ચર્ચા કરી હતી. પુલવામા ખાતે સીઆરપીએફના જવાનોના કાફલા પર થયેલા આતંકી હુમલાના 12 દિવસ બાદ ભારત તરફથી વળતો હુમલો કરવામાં આવ્યો છે. આ અંગે પ્રતિક્રિયા આપતા પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારતે એલઓસીનું ઉલ્લંઘન કર્યું છે, પાકિસ્તાનને જવાબ આપવાનો પૂરો અધિકાર છે.

  આ પણ વાંચો : મિરાજ 2000નું ફોર્મેશન જોઈ ડરી ગયા પાક.ના F16 ફાઇટર જેટ, ભાગી છૂટ્યા- સૂત્ર

  વિદેશ મંત્રીએ જણાવ્યું કે, "પહેલા તેમણે પાકિસ્તાન પર અકારણ અક્રમણ કર્યું છે. આ એલએસીનું ઉલ્લંખન છે. હું આ બનાવને એલએસીના ઉલ્લંઘન તરીકે ગણું છું અને આથી પાકિસ્તાનને આત્મરક્ષણ માટે જવાબી કાર્યવાહી કરવાનો પૂરો અધિકાર છે." શાહ મહેમૂદ કુરેશીએ ઇમરજન્સી બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા આ વાત કહી હતી.

  આ પણ વાંચો : એર સ્ટ્રાઇકમાં જૈશના વડા મસૂદ અઝહરનો સાળો યૂસુફ અઝહર માર્યો ગયો : વિદેશ સચિવ

  વિદેશ મંત્રાલય ખાતે યોજાયેલી બેઠક બાદ કુરૈશીએ બેઠક અંગે પાકિસ્તાનના વડાપ્રધાનને માહિતગાર કર્યા હતા. આ પહેલા પાકિસ્તાન આર્મીએ આરોપ લગાવ્યો હતો કે ભારતીય વાયુ સેનાએ મુઝફરાબાદ સેક્ટરમાં લાઇન ઓફ કંટ્રોલનું ઉલ્લંઘન કર્યું છે.

  આ પણ વાંચો : એર સ્ટ્રાઇક: ગુજરાતીઓમાં ખુશીનો માહોલ, ફટાકડા ફોડી કરી ઉજવણી

  હુમલા અંગે પાકિસ્તાનની વિપક્ષ પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા શેરી રહેમાને જણાવ્યું કે, એલઓસી ખાતે ભારતની ઘૂસણખોરી વ્યૂહાત્મક રીતે બિલકુલ યોગ્ય નથી. આ પ્રકારના કૃત્યથી બંને દેશ વચ્ચે ટેન્શનમાં વધારો થાય છે. ભારતની શાસક પાર્ટી પાસે ચૂંટણી જીતવા માટે બીજો કોઈ મુદ્દો નથી આથી તે યુદ્ધ માટે ચળવળાટ કરી રહી છે.

  બીજી તરફ પાકિસ્તાની મીડિયાએ એવો દાવો કર્યો છે કે લોકોના વધી રહેલા વિરોધને પગલે ભારતીય સરકારે એર સ્ટ્રાઇકનું ગતકડું ઉભું કર્યું છે. વડાપ્રધાને આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
  Published by:Vinod Zankhaliya
  First published: