રાજનાથ પાકિસ્તાન પર ભડક્યા : 'કાશ્મીર ક્યારે તમારું હતું, તો રડો છો?'

News18 Gujarati
Updated: August 29, 2019, 3:01 PM IST
રાજનાથ પાકિસ્તાન પર ભડક્યા : 'કાશ્મીર ક્યારે તમારું હતું, તો રડો છો?'
રક્ષા મંત્રી રાજનાથ સિંહ (ફાઇલ તસવીર)

રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાન આતંકનો ઉપયોગ કરી ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે

  • Share this:
કાશ્મીરમાં સતત હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનને ભારતે ફરી એકવાર સ્પષ્ટ અને કડક શબ્દોમાં જવાબ આપ્યો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે કાશ્મીર પર પાકિસ્તાનનો કોઈ લોકસ સ્ટેન્ડી (અધિકાર ક્ષેત્ર) નથી અને કોઈ પણ દેશ હાલના મુદ્દે તેમનું સમર્થન નથી કરી રહ્યું.

લેહમાં એક કાર્યક્રમ દરમિયાન રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાન આતંકનો ઉપયોગ કરી ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે તો ભારત-પાકિસ્તાનથી કેવી રીતે વાત કરી શકે. તેઓએ કહ્યું કે, ભારત પાકિસ્તાનની સાથે સારા પડોસી સંબંધ રાખવા માંગે છે, પરંતુ એ પહેલા તેમણે આતંકવાદને રોકવો પડશે.

આ પણ વાંચો, વીજળી બીલ ચૂકવવા પૈસા નથી અને પાકિસ્તાને 'ગઝનવી' મિસાઇલનું પરીક્ષણ કર્યું!રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાનનો કાશ્મીર પર કોઈ નિયંત્રણ નથી. તેઓએ કહ્યું કે, હું પાકિસ્તાનને પૂછવા માંગું છું કે કાશ્મીર ક્યારથી તેમનું હતું. જેને લઈને તેઓ રડતાં રહે છે. કાશ્મીર હંમેશા ભારતનો હિસ્સો હતો. પાકિસ્તાન બની ગયું તો અમે તેના અસ્તિત્વનું સન્માન કરીએ છીએ.કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, પાકિસ્તાનને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં માનવાધિકારોના ઉલ્લંઘન અને અત્યાચારો પર ધ્યાન આપવું જોઈએ. તેઓએ કહ્યું કે અમેરિકાના રક્ષા મંત્રી માર્ક ઓશોએ ટેલીફોન વાતચીત દરમિયાન તેઓને જણાવ્યું કે આર્ટિકલ 370ની જોગવાઈ દૂર કરવી ભારતનો આંતરિક મુદ્દો છે. સિંહે કહ્યું કે, હાલના મુદ્દા પર કોઈ પણ દેશ પાકિસ્તાનની સાથે નથી.

રાજનાથ સિંહે કહ્યું કે, હકિકત એ છે કે PoK અને ગિલગિત-બાલ્ટિસ્તાન પર પાકિસ્તાનનો ગેરકાયદેસર કબજો છે.

આ પણ વાંચો, પાકિસ્તાનના રેલ મંત્રીનો દાવો : ઓક્ટોબર કે ત્યારબાદ ભારત સાથે યુદ્ધ થશે
First published: August 29, 2019, 12:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading