ઇસ્લામાબાદ: પાકિસ્તાનનાં મંત્રી ફયઝુલ હસન ચોહાને હિંદુઓ વિશે એવી ટીપ્પણી કરી હતી કે, આ લોકો ગાયનું મુત્ર પિનારા લોકો છે.
ફયઝુલ હસન ચોહાન પાકિસ્તાનનાં માહિતી અને સાંસ્કૃતિક મંત્રી છે. તેમણે હિંદુઓ વિશે આ પ્રકારનું નિવેદન આપ્યા પછી ચોતરફથી તેમની ટીકા થઇ રહી છે અને પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી તહેરીક-એ-ઇન્સાફે પણ મંત્રી સામે પગલા લેવાની વાત કરી છે.
પાકિસ્તાનની સામા ન્યૂઝ એજન્સીએ આ મંત્રીને એમ કહેતા ટાંક્યા છે કે, હિંદુઓ ગાયોનું મુત્ર પીવે છે.
“આપણે મુસ્લિમો છીએ અને આપણો એક ધ્વજ છે. મૌલા આલિયાની બહાદુરુનું પ્રતિક ધ્વજ છે. હઝરત ઉમરાનાં શૌર્યનું પ્રતિક ધ્વજ છે. પણ તમારી પાસે (હિંદુઓ) કોઇ ધ્વજ નથી. એ તમારા હાથની વાત નથી” મંત્રીએ હિંદુ ધર્મ તરફ નિશાન તાંકતા કહ્યુ હતુ.
પાકિસ્તાન મંત્રીએ એમ પણ કહ્યું કે જો તમે એવી ભ્રમણામાં રહેતા હોય કે તમે અમારાથી વધારે તાકાત ધરાવો છો તો એ ભુલી જાવ. તમે મૂર્તિપૂજકો છો.”
પાકિસ્તાનનાં મંત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એક તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્વક સ્થિતિ છે અને બીજી તરફ પાકિસ્તાનનાં મંત્રી હિંદુઓ પર ઝેર ઓકી રહ્યા છે.
ફયઝુલ હસન ચોહાનનાં આ નિવેદનનો જવાબ આપતા પાકિસ્તાનનાં માનવ અધિકારનાં મંત્રી શીરીન મઝારીએ જણાવ્યું કે, અને હસન ચોહાનનાં નિવેદનનની ટીકા કરીએ છીએ અને કોઇનાં પણ ધર્મ વિશે કોઇને પણ ટીકા કરવાનો અધિકાર નથી. આપણા પ્રધાનમંત્રી હંમેશા સહિષ્ણતાની વાત કરે છે અને તમામને સન્માન આપે છે અને આપણે એ તમામ પ્રકારનાં હલકટ વિચારોનું ખંડન કરીશું”.
ઇમરાન ખાનની પાર્ટીએ આ મંત્રી સામે પગલા લેવાની બાહેંધરી આપી છે અને આ પ્રકારનાં નિવેદનો નહીં ચલાવી લેવાય તેમ જણાવ્યું છે.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર