Home /News /national-international /હાફિઝના 'રાજકીય સપના' પર લાગશે બ્રેક! JuD પર પૂર્ણ પ્રતિબંધની તૈયારીમાં PAK

હાફિઝના 'રાજકીય સપના' પર લાગશે બ્રેક! JuD પર પૂર્ણ પ્રતિબંધની તૈયારીમાં PAK

મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાપિઝ સઈદની રાજકીય પારી શરૂ કરવાના સપના પર બ્રેક લાગી શકે છે. પાકિસ્તાન મીડિયા અનુસાર, સરકાર હાફિઝના સંગટન જમાત-ઉદ-દાવા અને તેના સાથે જોડાયેલ સંગઠનો પર પૂર્ણ પ્રતિબંધ લગાવવાનું વિચારી રહી છે. આના માટે પાકિસ્તાન સરકાર એક એવા ડ્રાફ્ટ પર કામ કરી રહી છે, જે રાષ્ટ્રપતિ મમનૂન હુસેનના અધ્યાદેશની જગ્યા લેશે. આ નવા ડ્રાફ્ટના કાયદો બન્યા બાદ હાફિઝ સઈદની જમાત-ઉદ-દાવા સહિત તેના સાથે જોડાયેલ સંગઠનો પર દરેક પ્રકારની ગતીવીધી પર આજીવન બ્રેક લાગી જશે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની રાષ્ટ્રપતિ મમનૂન હુસેને આ વર્ષે 13 ફેબ્રુઆરીએ આવા અધ્યાદેશ પર હસ્તાક્ષર કર્યા હતા, જેનો ઉદ્દેસ્ય સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) તરફથી પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબા, અલ-કાયદા, તાલિબાન અને તેના સાથે જોડાયેલ લોકોની ગતિવીધીઓ પર લગામ લગાવવાનું છે. આ લિસ્ટમાં મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવા પણ સામેલ છે. તમને જમાવી દઈએ કે, પાકિસ્તાનમાં આ વર્ષે જ સામાન્ય ચૂંટણી યોજાવાની છે. હાફિઝ સઈદ જમાત-ઉદ-દાવાના વિંગ 'મિલ્લી મુસ્લીમ લીગ' તરફથી ચૂંટણી લડવા માંગે છે.

120 દિવસની અંદર ખતમ થઈ જશે રાષ્ટ્રપતિનો અધ્યાદેશ
સંવિધાન પ્રમાણે, રાષ્ટ્રપતિનો આ અધ્યાદેસ પાસ થયાના 120 દિવસની અંદર ખતમ તઈ જશે. એવામાં પાકિસ્તાન સરકાર આ પહેલા જ એક એવો કાયદો લાવવા માંગે છે, જે આ અધ્યાદેશની જગ્યા લઈ લેશે.

નેશનલ એસેંબલીમાં આવતીકાલે રજૂ કરવામાં આવશે ડ્રાફ્ટ
પાકિસ્તાનના પ્રખ્યાત અંગ્રેજી સમાચાર પત્ર ધ ડોનના રિપોર્ટ અનુસાર, કાયદા મંત્રાલયે જણાવ્યું છે કે, આ પ્રસ્તાવિત ડ્રાફ્ટ એટી ટેરરિઝમ એક્ટ 1997માં સંશોધન કરવા માટે છે. આને 9 એપ્રિલે નેસનલ એસેંબલીના સેશનમાં રજૂ કરવામાં આવશે.

FATFના નિર્ણય બાદ પાકિસ્તાને આ પગલું ભર્યું
કાયદા મંત્રાલય પ્રમાણે, સરકારે આ પગલુ ફાયનાન્શિયલ એક્શ ટાસ્ક ફોર્સના એ નિર્ણય બાદ લીધો છે, જેમાં પાકિસ્તાનને આતંકવાદીઓને ફંડ કરતા શંકાસ્પદ દેશોની લીસ્ટમાં નાખી દેવામાં આવ્યું હતું.

તમને જમાવી દઈએ કે, ફેબ્રુઆરીમાં એફએટીએફે પેરિસમાં એક બેઠકમાં સર્વસંમત્તિથી આ નિર્ણય લીધો હતો. પાકિસ્તાન વિરુદ્ધ આ પ્રસ્તાવ અમેરિકા લઈને આવ્યું હતું અને આ મુદ્દા પર 36 દેશમાંથી એક જ દેશે વિરોધ કર્યો હતો, તે દેશ હતો તુર્કી. મહત્વની વાત એ છે કે, પાકિસ્તાનના જુના સાથી ચીન અને સઉદી અરબે પણ અમેરિકાના પ્રસ્તાવના પક્ષમાં વોટિંગ કર્યું હતું.

પાકિસ્તાન પર લાગ્યા છે આ પ્રતિબંધ
આ નિર્ણય બાદ કોઈ પણ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા કે બેંક પાકિસ્તાન સાથે કામ નહીં કરી શકે અને પાકિસ્તાન પણ કોઈ આંતરરાષ્ટ્રીય નાણીકીય સંસ્થા સાથે નાણાંકીય સહાયતા મેળવી નહીં શકે. આ પ્રસ્તાવને હાલમાં 3 વર્ષ માટે દેખરેખ હેઠળ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવામાં પાકિસ્તાન સરકારનો આ નવો ડ્રાપ્ટ ડેમેજ કંટ્રોલના રૂપે જોવામાં આવી રહ્યો છે.

USએ મિલ્લી મુસ્લીમ લીગને જાહેર કર્યું આતંકવાદી સંગઠન
તમને જણાવી દઈએ કે, આ પહેલા અમેરિકા હાફિઝ સઈદની પાર્ટી મિલ્લી મુશ્લીમ લીગને વિદેશી આતંકવાદી સંગટન જાહેર કરી ચુક્યું છે. ટ્રંપ સરકારના એલાન બાદ હાફિઝે આ નિર્ણયની મજાક પણ ઉડાવી હતી. હાફિઝનું કહેવું છે કે, આવું કરી અમેરિકાએ તેમની પાર્ટીની વિશ્વસનિયતાને પ્રમાણિત કરી દીધી છે. હાફિઝ સઈદના જણાવ્યા પ્રમાણે, અમેરિકાએ આવું એટલા માટે કર્યું કે, તે જાણે છે કે મિલ્લી મુસ્લિમ લીગ સાથે તેમની દોસ્તી નહીં થઈ શકે.
First published:

Tags: Pakistan government, પ્રતિબંધ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन