કરતારપુર પર PAKની નવી ચાલ, હવે ISIની નજર હેઠળ થશે ગુરુદ્વારાની સારસંભાળ

કરતારપુર સાહિબ ગુરુદ્વારાની સારસંભાળ ITPBને સોંપવા પર ઊભો થયો વિવાદ, ભારતે કહી આ વાત

કરતારપુર સાહિબ ગુરુદ્વારાની સારસંભાળ ITPBને સોંપવા પર ઊભો થયો વિવાદ, ભારતે કહી આ વાત

 • Share this:
  (શૈલેન્દ્ર વાંગૂ)

  નવી દિલ્હી/ચંદીગઢઃ કરતારપુર ગુરુદ્વારા (Kartarpur Gurdwara)ને લઈને પાકિસ્તાન (Pakistan)ના નવા કાવતરાનો ખુલાસો થયો છે. નોંધનીય છે કે પાકિસ્તાન સરકાર તરફથી ગુરુદ્વારાની સારસંભાળ માટેની જવાબદારી પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિ પાસેથી છીનવી લેવામાં આવી છે. પાકિસ્તાનની નવી ચાલનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે ગુરુદ્વારાની સારસંભાળની જવાબદારી જે સંસ્થાનને સોંપવામાં આવી છે તેમાં એક પણ શીખ (Sikh) સભ્ય નથી.

  અહેવાલ છે કે ગુરુદ્વારાની સારસંભાળની જવાબદારી જે સંસ્થાનને સોંપવામાં આવી છે તેના તમામ 9 સભ્ય ઇવેક્યૂઇ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ITPB) થી જોડાયેલા છે. નોંધનીય છે કે ઇટીપીબી (ITPB)ને પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી આઇએસઆઇ (ISI) કન્ટ્રોલ કરે છે. આ સંસ્થાનના સીઇઓ મોહમ્મદ તારિક ખાનને બનાવવામાં આવ્યા છે.

  ભારતે પાકિસ્તાન સરકારને શીખોની ધાર્મિક લાગણીઓ વિરુદ્ધના આ પોતાના નિર્ણયને પાછો લેવા માટે કહ્યું છે. તેની સાથે જ વિશ્વભરના શીખોએ આ નિર્ણયની આકરી ટીકા કરી છે.

  ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે આ રિપોર્ટ્સને જોયા છે જે મુજબ પાકિસ્તાનમાં પવિત ગુરુદ્વારા કરતારપુર સાહિબનું પ્રબંધન તથા સારસંભાળનું કામ ITPBને સોંપવામાં આવ્યું છે. પાકિસ્તાનનો એક તરફી નિર્ણય નિંદનીય છે અને કરતારપુર સાહિબ કોરિડોર ખોલવાની ભાવનાઓ અને શીખ સમુદાયની ધાર્મિક લાગણીઓની વિરુદ્ધ છે. આવું પગલું પાકિસ્તાન સરકાર અને ધાર્મિક લઘુમતી સમુદાયોના અધિકારો તથા કલ્યાણના તેમના મોટા દાવાઓથી એકદમ વિરુદ્ધ છે.

  આ પણ વાંચો, 60 લાખ પેન્શનર્સ માટે ખુશખબર, દિવાળી પહેલા સરકાર આપી શકે છે બમણા પેન્શનની ગિફ્ટ

  પાકિસ્તાન સરકાર આવનારા સમયમાં ગુરુદ્વારા માટે વ્યાપાર કરવાનો પ્લાન તૈયાર કરી રહી છે. ઈમરાન ખાન સરકાર (Imran Khan Government) તરફથી આ સંબંધમાં એક આદેશ જાહેર કરવામાંઆવ્યો છે જેમાં વ્યાપાર સાથે જોડાયેલા તમામ પ્લાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈમરાન ખાન સરકાર ગુરુદ્વારાના માધ્યમથી નાણા કમાવવાની યોજનામાં લાગી ગઈ છે.

  આ પણ વાંચો, US Election 2020: હાર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાલી ન કર્યો તો શું થશે?

  નોંધનીય છે કે, કોરોના મહામારી (Corona Pandemic) બાદ કરતારપુર કોરિડોર (Kartarpur Corridor)ને બંધ કરી દેવામાં આવ્યો હતો. ભારત (India) તરફથી કહેવામાં આવ્યું છે કે કોરોના મહામારીની સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ પણ તેને ખોલવાને લઈ નિર્ણય લેવામાં આવશે. જણાવી દઈએ કે 30 નવેમ્બરે ગુરુનાનક દેવજી (Gurunanak Devji)ની 551મી જયંતી છે. તેના માટે પાકિસ્તાને શીખ શ્રદ્ધાળુઓને આમંત્રિત કર્યા છે. બીજી તરફ ભારત સમક્ષ પણ પાકિસ્તાને કરતારપુર કોરિડોરને ખોલવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
  Published by:Mrunal Bhojak
  First published: