Home /News /national-international /

પાકિસ્તાન: ટિકિટ વગર ટ્રેનમાં ચઢી યુવતી, TC સહિત 2 રેલવે કર્મચારીઓ AC કોચમાં લઈ ગયા અને....

પાકિસ્તાન: ટિકિટ વગર ટ્રેનમાં ચઢી યુવતી, TC સહિત 2 રેલવે કર્મચારીઓ AC કોચમાં લઈ ગયા અને....

પાકિસ્તાનમાં ટ્રેનમાં ગેંગરેપ

પાકિસ્તાન (Pakistan) માં ટ્રેનમાં યુવતી પર સામૂહિક બળાત્કાર (Rape) કરનાર ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા ત્રણમાંથી બે જનરલ ટિકિટ ચેકર છે અને ત્રીજો તેમનો ઈન્ચાર્જ છે.

  ભારતની જેમ પાકિસ્તાનમાં પણ દિવસે ને દિવસે દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યાં છે. પાકિસ્તાનમાંથી હ્રદય કંપાવી નાખનાર કિસ્સો સામે આવ્યો છે. જેમાં ટિકિટ વગર ટ્રેનમાં ચઢેલી યુવતી સાથે ટીસી સહિતના બે શખ્સોએ ગેંગરેપ કર્યો હોવાનું ખૂલ્યું છે. આ ઘટનાથી લોકો સ્તબ્ધ થઈ ચૂક્યા છે.

  પાકિસ્તાનમાં ટ્રેનમાં યુવતી પર સામૂહિક બળાત્કાર કરનાર ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા ત્રણમાંથી બે જનરલ ટિકિટ ચેકર છે અને ત્રીજો તેમનો ઈન્ચાર્જ છે. પોલીસે આ ત્રણેયના મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે.

  તેમના પર આરોપ છે કે, 27 મેના રોજ પીડિતા મુલતાન અને કરાચી વચ્ચે ચાલતી બહુઉદ્દીન ઝકરિયા એક્સપ્રેસમાં ટિકિટ વિના ચડી હતી. ટિકિટ ચેકર તેને સીટ આપવાના બહાને એસી કોચમાં લઈ ગયો, જ્યાં ત્રણ લોકોએ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. આ દરમિયાન એક આરોપીએ વીડિયો પણ બનાવ્યો હતો. પાકિસ્તાનના રેલ્વે મંત્રી સાદ રફીકના જણાવ્યા અનુસાર આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈપણ દોષિતોને છોડવામાં નહિ આવે.

  ડૉન અખબારના અહેવાલ મુજબ લાહોર રેલવે પોલીસના આઈજી ફૈઝલ સક્કરે જણાવ્યું કે, ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ફૈઝલે કહ્યું – આ કિસ્સો 27 મેનો છે. કરાચીની યુવતી સંબંધીઓને મળવા મુલતાન ગઈ હતી. કોઈ વાતને લઈને ઝઘડો થયો અને યુવતી રેલવે સ્ટેશન પર આવી અને કરાચી જતી ટ્રેનમાં બેસી ગઈ હતી.

  યુવતી ટિકિટ વગર ટ્રેનમાં ચડી હતી

  IG ફૈઝલ સક્કરના કહેવા પ્રમાણે- 'યુવતી પાસે ટિકિટ નહોતી. આ દરમિયાન બે ટિકિટ ચેકરે તેની પાસે આવીને ટીકીટ માંગી હતી. તેમણે યુવતીને ભીડવાળા જનરલ કોચમાંથી એસી કમ્પાર્ટમેન્ટમાં જવાનું કહ્યું હતું. જ્યારે યુવતી એસી કમ્પાર્ટમેન્ટમાં ગઈ ત્યારે આ ટિકિટ ચેકર્સના ઈન્ચાર્જ પણ ત્યાં આવી ગયા હતા. ત્યાં ત્રણે હવસખોરોએ યુવતી પર ગેંગ રેપ કર્યો હતો.

  આ પણ વાંચોMonsoon 2022: વરસાદ દેશને આપશે મોંઘવારીમાંથી રાહત, એક જ ઝટકે દૂર થશે ખાદ્ય ફુગાવો, સમજો વરસાદના ફાયદાનું ગણિત

  યુવતીએ કેસ દાખલ કર્યો

  રેલ્વે આઈજીના જણાવ્યા અનુસાર- કરાચી રેલ્વે સ્ટેશન પર ઉતર્યા બાદ યુવતીએ પોતે આ મામલે કેસ દાખલ કર્યો હતો. જ્યારે તપાસ શરૂ કરવામાં આવી ત્યારે ત્રણ પૈકી બે આરોપીના મોબાઈલ ફોન સ્વીચ ઓફ મળી આવ્યા હતા. આ લોકોની મંગળવારે અલગ-અલગ જગ્યાએથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ ત્રણેય આરોપીઓનો ડીએનએ ટેસ્ટ પણ કરાવી રહી છે.
  First published:

  Tags: Gang rape, Pakistan news, પાકિસ્તાન, પાકિસ્તાન સમાચાર

  આગામી સમાચાર