નવાઝ શરીફને હૉસ્પિટલમાંથી ઘરે લવાયા, દીકરી મરિયમને પણ જામીન મળ્યાં

ત્યારબાદ તેમને 22 ઑક્ટોબરના રોજ સર્વિસિઝ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે એન્ટી કરપ્શન યુનિટની કસ્ટડીમાં હતા.

News18 Gujarati
Updated: November 7, 2019, 1:51 PM IST
નવાઝ શરીફને હૉસ્પિટલમાંથી ઘરે લવાયા, દીકરી મરિયમને પણ જામીન મળ્યાં
ત્યારબાદ તેમને 22 ઑક્ટોબરના રોજ સર્વિસિઝ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે એન્ટી કરપ્શન યુનિટની કસ્ટડીમાં હતા.
News18 Gujarati
Updated: November 7, 2019, 1:51 PM IST
લાહોર - પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને બે અઠવાડિયા સુધી હોસ્પિટલમાં વિવિધ રોગોની સારવાર કરાવ્યા બાદ બુધવારે અહીંના જટ્ટી અમરા રાયવિંડ ખાતેના તેમના ઘરે લાવવામાં આવ્યા હતા. 69 વર્ષીય શરીફના પ્લેટલેટ કાઉન્ટ ઘટીને 2000 થઈ ગયા હતા. ત્યારબાદ તેમને 22 ઑક્ટોબરના રોજ સર્વિસિઝ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે એન્ટી કરપ્શન યુનિટની કસ્ટડીમાં હતા.

આ જ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા શરીફની પુત્રી મરિયમ નવાઝ પણ તેમની સાથે હોસ્પિટલથી તેમના ઘરે આવી હતી. ઇસ્લામાબાદ હાઇ કોર્ટે તબીબી કારણોસર શરીફને ગયા અઠવાડિયે અલ અઝીઝિયા સ્ટીલ મિલ ભ્રષ્ટાચાર કેસમાં આઠ અઠવાડિયાના જામીન આપ્યા હતા. આ કેસમાં શરીફને સાત વર્ષની સજા ફટકારી છે.

આ ઉપરાંત ચૌધરી સુગર મિલ સાથે જોડાયેલાને લગતા ધનશોધન કેસમાં આ આધાર પર જ લાહોર હાઈકોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે. આ અઠવાડિયામાં મરિયમને પણ આ જ કેસમાં જામીન મળી ગયા છે.

સારવાર માટે વિદેશ જવાની જરૂર છે
નોંધપાત્ર વાત એ છે કે નવાઝને આનુવંશિક તબીબી સમસ્યાનો સામનો કરવા અંગે દાવો કરવામાં આવ્યો હતો કે સારવાર માટે વિદેશ જવાની જરૂર છે. મીડિયાના એક સમાચાર અહેવાલમાં શરીફની તબીબી સારવારની દેખરેખ માટે રચાયેલા મેડિકલ બોર્ડના વડાનો ઉલ્લેખ કરીને આ વાત કહેવામાં આવી છે.

'જિયો ન્યૂઝ' અનુસાર, હોસ્પિટલના સૂત્રોએ દાવો કર્યો છે કે મેડિકલ બોર્ડના વડા મહમૂદ અયાઝે શરીફ સાથે વાત કરી હતી. અયાઝે કહ્યું કે શરીફ સારવાર માટે વિદેશ જવા માંગે છે અને આરોગ્ય વિભાગે અમારી સાથે વાત કરવી જોઈએ.
Loading...

તેમણે કહ્યું કે મેડિકલ બોર્ડ લેખિતમાં આપશે કે તેઓને વિદેશમાં આનુવંશિક સંબંધી તપાસ કરાવવી પડશે. અયાઝે કહ્યું કે પીએમએલ-એન નેતા નવાઝને કોઈ નાનીમોટી આનુવંશિક તબીબી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો નથી.

સેક્સ વિશે થયેલા આ સર્વેમાં લોકો ખૂલ્લે આમ કબૂલે આ વાતો!

સ્વાદમાં ભલે રહ્યા તૂરા, પણ તેનું સેવન છે આટલી બીમારીઓમાં અક્સીર!

આ છે મોતનો આઈલેન્ડ, જે પણ અહીં જાય છે તે પાછો જ નથી ફરતો

 આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં
First published: November 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...