Home /News /national-international /ઈમરાનની રેલીમાં ફાયરિંગમાં 1નું મોત, હુમલા બાદ પૂર્વ પાક PMએ કહ્યું- હું ફરી લડીશ...

ઈમરાનની રેલીમાં ફાયરિંગમાં 1નું મોત, હુમલા બાદ પૂર્વ પાક PMએ કહ્યું- હું ફરી લડીશ...

ઇમરાન ખાનની રેલી પર અંધાધુંધ ફાયરિંગ થતા રેલીમાં નાસભાગ મચી ગઇ હતી.

પાકિસ્તાનના (Pakistan) પૂર્વ પીએમ ઈમરાન ખાન (Imran Khan) ગુરુવારે કથિત રીતે તેમના લોંગ માર્ચમાં ગોળી વાગતાં ઘાયલ થયા હતા. ગોળી તેના પગમાં વાગી હતી અને તેને લાહોરની શૌકત ખાનમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેની હાલત સામાન્ય હોવાનું જાણવા મળી રહ્યું છે.

વધુ જુઓ ...
    ઈસ્લામાબાદ: પાકિસ્તાનના (Pakistan) પૂર્વ પીએમ ઈમરાન ખાન (Imran Khan) ગુરુવારે કથિત રીતે તેમના લોંગ માર્ચમાં ગોળી વાગતાં ઘાયલ થયા હતા. ગોળી તેના પગમાં વાગી હતી અને તેને લાહોરની શૌકત ખાનમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેની હાલત ભયની બહાર હોવાનું જાણવા મળે છે. આ સમાચાર પાકિસ્તાનના ARY ન્યૂઝે આપ્યા છે. અહીં હુમલા બાદ ઈમરાન ખાનની પહેલી પ્રતિક્રિયા પણ આવી છે. તેણે કહ્યું છે કે, 'અલ્લાહએ મને આ બીજી જીંદગી આપી છે, ઈન્શાઅલ્લાહ હું ફરી પાછો આવીશ. હું લડત ચાલુ રાખીશ."

    આ પણ વાંચો: પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાન ઉપર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ

    પોલીસે જણાવ્યું કે, ફાયરિંગ કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ ફાયરિંગમાં 1 વ્યક્તિનું મોત થયું છે અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. PTI નેતા ફૈઝલ જાવેદ પણ ઘાયલ થયા છે. હુમલાખોરની ઓળખ ફૈઝલ બટ્ટ તરીકે થઈ છે. પાકિસ્તાન મીડિયાના અહેવાલ અનુસાર, વજીરાબાદમાં ઝફર અલી ખાન ચોક પાસે પૂર્વ પીએમ અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના પ્રમુખ ઈમરાન ખાનના કન્ટેનર પાસે ફાયરિંગ થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, હુમલાખોરે ઈમરાન ખાન પર ચાર ગોળીઓ ચલાવી હતી. ઈમરાન ખાનની સુરક્ષા ટીમ તરત જ તેને મેડિકલ ફેસિલિટી લઈ ગઈ અને તેની સારવાર કરાવી, જ્યાં તેની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે.


    ગૃહ મંત્રાલયની તકેદારી બાદ પણ આ હુમલો થયો

    ઈમરાન ખાને 28 ઓક્ટોબરે લાહોરના લિબર્ટી ચોકથી ઈસ્લામાબાદ સુધી 'હકીકી આઝાદી' કૂચ માટે લોંગ માર્ચ શરૂ કરી છે. તે પોતે તેનું નેતૃત્વ કરી રહ્યા છે. ઈમરાન ખાને માગણી કરી છે કે પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીને ભંગ કરીને તાત્કાલિક મધ્યસત્ર ચૂંટણી યોજવી જોઈએ. ગૃહ મંત્રાલયે હકીકી આઝાદી માર્ચને લઈને 13,000 અધિકારીઓને હાઈ એલર્ટ પર તૈનાત કર્યા છે. જો કે, ઇમરાન ખાન અને તેમની પાર્ટી વારંવાર કહી રહ્યા છે કે હકીકી આઝાદી માર્ચ શાંતિપૂર્ણ રહેશે. હવે એ વાત સામે આવી રહી છે કે ગૃહ મંત્રાલય અને મોટી સંખ્યામાં અધિકારીઓ તૈનાત હોવા છતાં હુમલો કેવી રીતે થયો?
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Ex PM Imran Khan, પાકિસ્તાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन