Home /News /national-international /

UAEએ આપ્યો સુષમા સ્વરાજનો સાથ, OICની બેઠકમાં પાક. વિદેશ મંત્રી ભાગ નહીં લે

UAEએ આપ્યો સુષમા સ્વરાજનો સાથ, OICની બેઠકમાં પાક. વિદેશ મંત્રી ભાગ નહીં લે

સુષમા સ્વરાજ તેમજ પાક વિદેશ મંત્રી

અબુધાબી ખાતે યોજાઈ રહેલા વિદેશ મંત્રીઓના આ સંમેલનમાં પાકિસ્તાન તરફથી એક પ્રતિનિધિ સામેલ થશે.

    ન્યૂઝ18 ગુજરાતી : પાકિસ્તાનના વિરોધ વચ્ચે પણ ઇસ્લામિક સહકાર સંગઠન (ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન)ના દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં સુષમા સ્વરાજનું જોરદાર સ્વાગત થયું હતું. જે બાદમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશી આ બેઠકમાં ભાગ નહીં લે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ પોતે આ વાતની પુષ્ટિ કરી હતી.

    અબુધાબી ખાતે યોજાઈ રહેલા વિદેશ મંત્રીઓના આ સંમેલનમાં પાકિસ્તાન તરફથી એક પ્રતિનિધિ સામેલ થશે. શાહ મહેમૂદ કુરૈશીએ આ મામલે પાકિસ્તાની સંસદમાં નિવેદન આપ્યું હતું કે તેમણે યૂએઈને સુષમા સ્વરાજનું નિમંત્રણ પરત લેવાનું જણાવ્યું હતું પરંતુ આવું કરવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો છે.

    કુરૈશીએ સંસદમાં કહ્યું કે, "મેં સુષમા સ્વરાજને આપવામાં આવેલા નિમંત્રણ પર પુર્નવિચાર કરવાની વાત કહી હતી. જે અંગે યૂએઈએ કહ્યું હતું કે તેમણે સુષમા સ્વરાજને ત્યારે નિમંત્રણ મોકલ્યું હતું જ્યારે પુલવામા હુમલો થયો ન હતો. હવે તેમના માટે સુષમાને આપેલું નિમંત્રણ પરત લેવાનું શક્ય નથી."

    આ પણ વાંચો : પાકિસ્તાનને શાંતિ જોઇએ તો જૈશ-એ-મોહમ્મદ પર કડક કાર્યવાહી કરે: US

    વિદેશ મંત્રી સુષમા સ્વરાજ ગુરુવારે મોડી રાત્રે ઇસ્લામિક દેશોના સૌથી મોટા સંગઠનની બેઠકમાં સામેલ થવા માટે વિશેષ અતિથિ તરીકે અબૂ ધાબી પહોંચી ગયા છે. એરપોર્ટ પહોંચતાની સાથે જ યૂએઈના વિદેશ મંત્રીએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. સુષમા સ્વરાજ બે દિવસ ચાલનારી બેઠકમાં ભાગ લેશે. આવું પ્રથમ વખત બની રહ્યું છે જ્યારે ઓઆઈસીની બેઠકમાં ભારતને 'વિશેષ અતિથિ' તરીકેનું નિમંત્રણ આપવામાં આવ્યું છે.

    આ પણ વાંચો : જૈશનો વડો મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે : પાકિસ્તાનના વિદેશ મંત્રીનો સ્વીકાર
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: OIC, Organisation of Islamic Cooperation, Pakistan Foreign Minister, Shah Mehmood Qureshi, સુષ્મા સ્વરાજ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन