પાકિસ્તાને ભારતને ફરી ધમકી આપી : 'અમે યુદ્ધ માટે તૈયાર છીએ'

News18 Gujarati
Updated: August 27, 2019, 11:14 AM IST
પાકિસ્તાને ભારતને ફરી ધમકી આપી : 'અમે યુદ્ધ માટે તૈયાર છીએ'
પાકિસ્તાનના વિદેશ મંત્રી મહમૂદ કુરૈશી (ફાઇલ તસવીર)

'પાકિસ્તાન કાશ્મીરીઓના અધિકારોની રક્ષા માટે કોઈ પણ હદ સુધી જશે'

  • Share this:
જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાનનો ઉચાટ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. પાકિસ્તાન સતત ધમકીઓ આપી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે એકલા-અટૂલા પડી ગયેલા પાકિસ્તાન તરફથી દરરોજ ભારતને યુદ્ધની ધમકી મળી રહી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી મહમૂદ કુરૈશીએ ફરી એકવાર ધમકી આપતાં કહ્યું છે કે પાકિસ્તાન યુદ્ધ માટે તૈયાર છે.

કુરૈશીએ આપી ધમકી

ARY ન્યૂઝ મુજબ, ઇસ્લામાબાદમાં કાશ્મીર પર આયોજિત એક સેમીનારમાં કુરૈશીએ કહ્યું કે, પાકિસ્તાન કાશ્મીરીઓના અધિકારોની રક્ષા માટે કોઈ પણ હદ સુધી જશે. તેઓએ કહ્યું કે, ભારતે કાશ્મીરથી ગેરકાયદેસર રીતે આર્ટિકલ 370 હટાવીને ત્યાં તણાવ ઊભો કીર દીધો છે. એવામાં ત્યાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે અને અમે તેના માટે તૈયાર છીએ.

આ પણ વાંચો, રઘવાયેલા ઇમરાને કહ્યું - કાશ્મીર પર કોઈપણ હદ સુધી જશે પાકિસ્તાન

પાકિસ્તાન થયું એકલું-અટૂલું

કુરૈશીએ એમ પણ કહ્યું કે, તેઓ આગામી મહિને આ મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પણ ઉઠાવશે. નોંધનીય છે કે, અત્યાર સુધી પાકિસ્તાનને આર્ટિકલ 370ના મુદ્દે દરેક સ્થળેથી ઝટકો લાગ્યો છે. ત્યાં સુધી કે અમેરિકાએ પણ આ મુદ્દે ભારતનો સાથ આપ્યો છે.ઈમરાન ખાનની ધમકી

આ પહેલા પાકિસ્તાના વડાપ્રધાન ઈમરાન ખાને પણ યુદ્ધની ધમકી આપી હતી. The New York Times સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું હતું કે તેઓ ભારતની સાથે વાતચીત ચાલુ રાખવા નથી માંગતા. ઈમરાન ખાને ચેતવણી આપી કે જો ભારતે પાકિસ્તાનની વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી શરૂ કરી તો પાકિસ્તાન જવાબ આપવા મજબૂર બનશે.

આ પણ વાંચો, ભાજપના દિગ્ગજ નેતાઓના નિધન પર પ્રજ્ઞા ઠાકુરને આશંકા- 'વિપક્ષ કરે છે જાદુટોણાં!'
First published: August 27, 2019, 11:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading